Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાયો, બોટથી રેસ્ક્યૂ:રાજુલામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી સ્થિતિ ખરાબ, નાગેશ્રી નેશનલ હાઈ-વે બંધ; અમરેલીના ધાતરવડી-રાયડી ડેમ ઓવરફ્લો

    1 day ago

    ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદે મહદઅંશે ખેડૂતો અને સરકારની ચિંતામાં ઘટાડો કર્યો છે. રાજ્યના 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું મોડું આગમન થતા જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી હતી. જો કે, જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી. 7 તાલુકા તો સાવ કોરાધાકોડ રહ્યા છે. પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટથી રેસ્ક્યૂ પોરબંદર ફાયર ટીમને વહેલી સવારે 112 કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બળેજ ગામ પાસે આવેલા બળેજ-અમીપુર રોડ પર વાહન લઈને પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પૂરના પાણીમાં ફસાયો છે. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તુરંત બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશી રામ નામના યુવકનું બોટ દ્વારા સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો. અમરેલીમાં ધાતરવડી-2 અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામો હાઈ એલર્ટ પર અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા કડક સૂચના અપાઈ છે. બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના કાંઠાના ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુમાં, રાજુલાનો ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ નદી-નાળાના પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનો DRONE VIDEO:ભાટ સર્કલ પરના 1.5 KMના ઓવરબ્રિજનું CMએ લોકાર્પણ કર્યું; દરરોજના 1.50 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ
    Next Article
    After Tariff Relief, Belgian Firm Gifts Trump Ring With 321 Diamonds, 6 Rubies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment