Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજનો DRONE VIDEO:ભાટ સર્કલ પરના 1.5 KMના ઓવરબ્રિજનું CMએ લોકાર્પણ કર્યું; દરરોજના 1.50 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ

    1 day ago

    અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વ્યસ્ત માર્ગ પર વાહનચાલકો માટે લાંબા સમયથી પડકારરૂપ બનેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંને શહેરો વચ્ચેના જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું 175 કરોડના ખર્ચે નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આજે 5 જુલાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 175 કરોડના ખર્ચે અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજ તૈયાર અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ચોકડી પાસેથી દૈનિક 1.50 લાખ જેટલા વાહનોની અવરજવર રહે છે, જેના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને હળવી કરવાના હેતુથી એપોલો સર્કલ ઉપર 175 કરોડના ખર્ચે આ અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરનો આ પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબ્રિજ હવે ટ્રાફિકના ધમધમાટ માટે તૈયાર છે. બ્રિજની બંને તરફ 3-3 લેનના બે નવા બ્રિજ આ લોકાર્પણ કાર્યક્રમ સાથે જ વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાઈવે પર ભાટ પાસે આવેલા નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. હાલમાં અહીંયા હયાત 6 લેન બ્રિજ પર બોટલનેક ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની બંને તરફ 3-3 લેનના બે નવા બ્રિજ બનાવવામાં આવશે, જેથી જૂનો અને નવો મળીને કુલ 12 લેનનો બ્રિજ બની જશે. વાહનચાલકોનો ટ્રાફિકમાં સમય બચશે પરિણામે વાહનો કોઈપણ અવરોધ વગર સડસડાટ પસાર થઈ શકશે. 48 કરોડના ખર્ચે થનારી આ કામગીરીમાં પાણી વચ્ચે કામ કરવા માટે પોન્ટૂન મૂકીને એટલે કે મશીનોને તરતા રાખીને બ્રિજના પિલર ભરવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે ટ્રાફિકમાં કેટલો સમય બચશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે? 700 ટન વજનના 18 ટ્રકથી ચકાસણી કરાઈ હતી આ બ્રિજની લોડ વહન કરવાની ક્ષમતા માપવા માટે તંત્ર દ્વારા લોખંડી આયોજન કરવામાં આવ્યું હતું. લોડ ટેસ્ટિંગના પ્રથમ તબક્કે 700 ટનથી વધુ વજન ધરાવતા 18 જેટલા વિશાળ ટ્રકોને દર બે કલાકે એક પછી એક બ્રિજ પરના ચોક્કસ પોઈન્ટ્સ પર સ્થિર કરવામાં આવ્યા હતા. આ ભારેખમ ટ્રકો દ્વારા બ્રિજના મુખ્ય માળખા અને તેને ટેકો આપતા મજબૂત કેબલ્સ પર આવતા દબાણનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યુંહતું. સામાન્ય રીતે કોન્ક્રીટ બ્રિજનું ટેસ્ટિંગ 4-5 દિવસમાં પૂર્ણ થતું હોય છે, પરંતુ આ બ્રિજ હવામાં લટકેલા કેબલ્સ પર ટકેલો હોવાથી તેની પ્રક્રિયા લાંબી અને જટિલ રાખવામાં આવી હતી. ખાસ કરીને બ્રિજના સૌથી લાંબા સ્પાન એટલે કે બે થાંભલા વચ્ચેનું અંતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બ્રિજની મુખ્ય ઓળખ તેના 38 મીટર ઊંચા પાયલોન જે મજબૂત થાંભલા અને તેમાંથી નીકળતા સ્ટીલના કેબલ્સ છે. આ પ્રકારની ટેકનોલોજી જાપાન અને ચીન જેવા દેશોમાં જોવા મળે છે. અઢી કરોડના ખર્ચે હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ફીટ કરાશે આ બ્રિજની સુરક્ષાને લઈને તંત્ર અત્યંત ગંભીર છે. બ્રિજ કાર્યરત થયા પછી પણ તેના પરના દબાણ, પવનની ગતિ અને કેબલ્સની મજબૂતી પર 24 કલાક નજર રાખવા માટે આગામી નજીકના સમયમાં અઢી કરોડના ખર્ચે ખાસ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ફીટ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મમતા બોલ્યા- મને રોકવી હોય તો મારવી પડશે:ગદ્દારીની પણ એક હદ હોય છે; બળવાખોર નેતાઓને પડકાર- હિંમત હોય તો ભાજપમાં જોડાઈ જાઓ
    Next Article
    પોરબંદરમાં પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાયો, બોટથી રેસ્ક્યૂ:રાજુલામાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી સ્થિતિ ખરાબ, નાગેશ્રી નેશનલ હાઈ-વે બંધ; અમરેલીના ધાતરવડી-રાયડી ડેમ ઓવરફ્લો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment