Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:સ્વતંત્રતાનો દસ્તાવેજ જ્યારે પરતંત્ર થવાની સ્થિતિ આવી

    1 day ago

    લલિત ખંભાયતા વર્ષ 1941નું અને તારીખ હતી ડિસેમ્બરની 23. કાગળમાં કોઈ જાતનો ભેજ ન પ્રવેશે, ઘસાઇને નુકસાન ન થાય અને બીજી રીતે ફાટફૂટ ન થાય એ બધાંનું ધ્યાન રાખી ખાસ પ્રકારના પ્લાસ્ટિકમાં તેને પેક કરવામાં આવ્યો. કાગળનું કદ જરા મોટું હતું, લંબાઇ 29.5 ઇંચ અને પહોળાઈ 24.25 ઇંચ હતી. કુલ વિસ્તાર સવા સાતસો ચોરસ ઇંચથી વધારે થતો હતો. પ્લાસ્ટિકમાં પેક થયા પછી વળી કાગળને ખાસ પ્રકારના કન્ટેનરમાં પેક કરાયો. (એ સમગ્ર પ્રક્રિયા બાજુમાં આવેલા ગ્રાફિકમાં વાંચી લો.)પેકિંગ એવી રીતે થયું હતું કે ઊધઇથી રક્ષણ મળવાનું હતું. પેકિંગ પર વળી સત્તાવાર સરકારી સીલ મારીને મીણથી રેણ કરી દેવામાં આવ્યું. પ્રક્રિયા ગુપ્ત રાખવાની હતી. એટલે રાતના અંધકારમાં જ હેરાફેરી કરવામાં આવી હતી. સામગ્રીને વૉશિંગ્ટન યુનિયન સ્ટેશનેથી ટ્રેનમાં કેન્ટકી રાજ્યના લુઈસવીલે પહોંચાડાઈ. ખોખાંને સોનાની પાટોના પડોશમાં રખાયું. સોનાની પાટોનો ખડકલો હોવાથી જ એ જગ્યા બહુ સુરક્ષિત અથવા તો અમેરિકાની સૌથી સુરક્ષિત હતી. માટે જ ત્યાં આ કિંમતી કાગળને સાચવવાનું નક્કી થયું. ભંડકિયાના જે રૂમમાં સોના સાથે કાગળ રાખવામાં આવ્યો હતો એ રૂમનો (1936માં 56 લાખ ડૉલરના ખર્ચે બનેલો) દરવાજો 21 ઈંચ જાડો હતો, 22 ટન વજનનો હતો. દરવાજો વળી ટાઇમ લૉક ધરાવતો હતો. એટલે ધારો કે કોઈ દુશ્મનો ત્યાં આવી પહોંચે અને દરવાજો ખોલવા જાય કે હાજર સુરક્ષાકર્મીઓના લમણે બંદૂક તાકીને ખોલવાનું કહે તો પણ ખુલી ન શકે. એ દરવાજો ટાઇમ લૉક થયા પછી 100 કલાકે ખુલે અને એ પણ એકથી વધુ કર્મચારીઓ જાતજાતની ચાવીઓ ભરાવે ત્યારે. એવી બધી સુરક્ષામાં જેને રાખવામાં આવ્યો એ કાગળ શું હતો? યુનાઈટેડ સ્ટેટ્સ ડિક્લેરેશન ઓફ ઈન્ડિપેન્ડન્સ અર્થાત્ અમેરિકી સ્વતંત્રતાનું ઘોષણાપત્ર. અમેરિકા માટે એ કાગળ કિંમતી હોય એ સ્વાભાવિક છે. કાગળ તો આપણે કહીએ, અમેરિકાને તો કાગળ જેવો શબ્દ પણ અપમાનજનક લાગી શકે, કેમ કે અમેરિકાની સ્વતંત્રતા એ દસ્તાવેજ પર ઊભી છે. *** અમેરિકાને 4થી જુલાઈ, 1776ના દિવસે એટલે કે 250 વર્ષ પહેલાં સ્વતંત્રતા મળી, પણ સ્વતંત્રતા કોનાથી મળી? આજે દુનિયાભરમાં ડંગોરો લઇને નીકળી પડેલા ટ્રમ્પદાદાના દેશ પર કોની પરતંત્રતા હતી? બ્રિટિશરો સિવાય તો કોણ હોઈ શકે? એ વખતે અમેરિકા આજના જેવડું પણ ન હતું. 13 રાજ્યો (કોલોની) બ્રિટિશરો સામે લડતાં હતાં. એ લડતનું સુખદ પરિણામ આવ્યું એ તારીખ 4થી જુલાઈ. અમેરિકાનો એ સ્વતંત્રતા દિવસ. ત્યારે જે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું એમાં અમેરિકાની સ્વતંત્રતા વિશે આખા જગતમાં હોય એવી ‘સૌ મનુષ્યો સમાન છે’, વગેરે વગેરે વાતો લખેલી છે. જેના ગુલામ હતા એ બ્રિટિશ સત્તાધીશ જ્યોર્જ ત્રીજાને શાબ્દિક ડારો દેવાનું કામ પણ એ દસ્તાવેજમાં થયું હતું. દસ્તાવેજ તૈયાર કરનારા આજે અમેરિકાના સ્થાપક પિતૃપુરુષો (ફાઉન્ડિંગ ફાધર્સ) ગણાય છે. એમાં જોન આદમ્સથી લઇને જ્યોર્જ વૉશિંગ્ટન સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. જેમ ભારતે બંધારણ સ્વીકાર્યું અને બધા નેતાઓએ તેના પર સહી કરી એમ અમેરિકાના સ્વતંત્રતા પત્ર પર પણ સહીઓ થઇ. પહેલાં તો અમેરિકાનો આઝાદી દિવસ પણ ચાર નહીં, બે જુલાઈ નક્કી થયો હતો. જોન આદમ્સ તો બીજી જુલાઈ વિશે એટલા આશ્વસ્ત હતા કે પોતાની પત્નીને લખેલા કાગળમાં પણ એ તારીખે જ દેશ સ્વતંત્ર થશે એવી ઘોષણા કરી દીધી હતી, પણ અમેરિકી કોંગ્રેસ પાસે ટાઈપ થયેલું ઘોષણાપત્ર 4થી જુલાઈએ આવ્યું એટલે એ દિવસ બન્યો અમેરિકાનો સ્વતંત્રતા દિવસ. એ દસ્તાવેજ પર સહી કરવાની હતી, પણ સહી કરે તો બ્રિટિશ રાજના ફાંસીના ફંદા તૈયાર જ હતા, કેમ કે બ્રિટિશરોની ધાક સાવ ઓસરી ન હતી. એટલે 2જી જુલાઈના દિવસે તો માત્ર જોન હેનકોકે સહી કરી હતી. કોંગ્રેસના બીજા 55 સભ્યોએ દસ્તખત કરવાના હતા. એ જો સહી કરે તો નામ જાહેર થાય અને નામ કાગળ પર પણ આવી જાય. એ પછી બ્રિટિશરો તેમને ફાંસીએ લટકાવે કે બીજી કોઈ સજા કરે. એટલીસ્ટ એમના પર જીવનું જોખમ તો આવી જ જાય. એવું ન થાય એટલે બ્રિટિશરોનો તાપ ઓસર્યા પછી બાકીના પંચાવન સભ્યોએ ઓગસ્ટની બીજી તારીખે સહી કરી. અમેરિકાના નેતાગણો સહી કરતા હોય એવાં કેટલાંક ચિત્રો છે એ પ્રતીકાત્મક રીતે બરાબર છે, પણ ઐતિહાસિક રીતે તો ખોટાં છે. બધાએ એક સાથે સહી કરી નથી એટલે બધા એક સાથે સહી કરતા હોય એવુ ચિત્ર પણ સર્જાયું ન હતું. હસ્તલિખિત દસ્તાવેજને ટાઈપ કરી ઘોષણાપત્રનું રૂપ અપાયું, સહીઓ થઈ પછી સવાલ આવ્યો સાચવણીનો. એ વખતે તો બ્રિટિશરો એ લૂંટી જાય એવી પૂરી શક્યતા હતી. અમેરિકી સ્વતંત્રતા ચળવળનું કેન્દ્ર પેન્સિલવેનિયા રાજ્યનું ફિલાડેલ્ફિયા નગર હતું. પાટનગર પણ એ જ હતું, માટે દસ્તાવેજ ત્યાં સાચવી રખાયો. એ પછી મેરીલેન્ડના બાલ્ટિમોરમાં, એ પછી વિવિધ રાજ્યોમાં, નગરોમાં ફરતું ફરતું અસલ ઘોષણાપત્ર છેવટે 1814માં નવા બનેલા પાટનગરમાં પહોંચ્યું. પાટનગર હતું વૉશિંગ્ટન. 1814થી લઈને 1921 સુધી, એક સદી કરતાંય વધુ વખત સુધી પેટન્ટ ઓફિસ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે દસ્તાવેજ સાચવવાની જવાબદારી રહી. 1921માં દસ્તાવેજ લાઈબ્રેરી ઓફ કોંગ્રેસને સોંપી દેવાયો. લેખની શરૂઆતમાં વર્ણન કર્યું એ સ્થિતિ બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં આવી. અમેરિકાના નગર પર હુમલો થાય અને કોઈ આ દસ્તાવેજ ચોરી કરે કે બોમ્બ ધડાકામાં નાશ પામે તો? 1941માં લાઈબ્રેરી ઓફ કોંગ્રેસના લાઇબ્રેરિયન હતા કવિ-લેખક આર્કિબાલ્ડ મેકલિશ. એમને લાગ્યું કે બીજાં પુસ્તકો તો ઠીક, પણ અમેરિકાના મૂળ દસ્તાવેજને નુકસાન થશે તો નાક કપાશે, માટે એમણે નાણામંત્રી (ટ્રેઝરી સેક્રેટરી)ને પત્ર લખીને કહ્યું કે ફોર્ટ નોક્સમાં આ કાગળ માટે જગ્યા કરો. એમાંય પર્લ હાર્બર પર ડિસેમ્બર 1941માં હુમલો થયો એટલે અમેરિકાનું પાટનગર સલામત હોવાનો ભ્રમ ભાંગી ગયો. સામાન્ય કાગળ હોય તો ગમે ત્યાં ડ્રોઅર ખોલીને મૂકી શકાય, પણ આ સામાન્ય કાગળ હતો નહીં, માટે જ્યાં અમેરિકાનું સોનું, રૂપું, ભંડાર રખાતો હતો, ડૉલરના થોકડા ખડકાતા હતા એ રાષ્ટ્રીય કોશ ફોર્ટ નોક્સમાં જ સ્વતંત્રતા ઘોષણાપત્ર રાખવાનું નક્કી થયું. એ પછી જ શરૂઆતમાં વર્ણન કર્યું એમ દસ્તાવેજને એક પછી એક પેકિંગમાં વીંટાળીને ગુપ્ત રીતે સોનાની પાટોનો પડોશી બનાવાયો. એ વખતે અમેરિકા શક્તિશાળી હતું તો પણ પાટનગર પર હુમલો અટકાવી શકે એટલું શક્તિશાળીય નહોતું. છેક સપ્ટેમ્બર 1944માં જ્યારે દુશ્મન દેશો ઢીલા પડી ગયા. અમેરિકા પર હુમલાનો ખતરો લગભગ ટળી ગયો ત્યારે ઘોષણાપત્રને ફરી લાઈબ્રેરી ઓફ કોંગ્રેસમાં લાવીને ગોઠવી દેવાયું. આજે પણ ત્યાં જ છે. }
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:ગચિયું: માટી, ચૂનો, ઈંટનો બાઝી ગયેલો ગઠ્ઠો
    Next Article
    દેશી ઓઠાં:અભણ પંડિત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment