Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:વૃષભ અને મકર રાશિ માટે વ્યાવસાયિક સફળતાના સંકેત, સિંહ અને કન્યા રાશિના ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે

    19 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 05 જુલાઈ 2026, રવિવારના રોજ જેઠ વદ પાંચમ/છઠ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સાંજે 05:44થી 07:25 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજનો દિવસ થોડો ઉતાર-ચઢાવવાળો રહેશે, પરંતુ તમારી વિચારધારા સકારાત્મક બની રહેશે. ઘરના વરિષ્ઠ સભ્યોના અનુભવ અને માર્ગદર્શનને તમારી જીવનશૈલીમાં અપનાવવાથી તમને કોઈ મોટી મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મળશે અને તમે તમારા કાર્યો પર ધ્યાન આપી શકશો. નેગેટિવ- પરંતુ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે લાગણીઓમાં વહીને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. માતા-પિતાએ બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું, વધુ પડતો અંકુશ રાખવાથી તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. બિનજરૂરી મુસાફરી કરવાથી સમય અને પૈસાનો બગાડ જ થશે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યો તમારી મનગમતી રીતે પૂરા થતા જશે. પરંતુ વર્તમાન સમય અનુસાર તમારી કાર્યપ્રણાલીમાં પણ થોડો બદલાવ ચોક્કસ લાવો. આત્મવિશ્વાસ જાળવી રાખો. હરીફાઈના કારણે કેટલાક લોકો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, તેથી સાવધ રહેવું જરૂરી છે. લવ- પરિવારના સભ્યોનો યોગ્ય સહયોગ અને સ્નેહ તમારા પર બનેલો રહેશે. પ્રેમી-પ્રેમિકાને ડેટ પર જવાની ઉત્તમ તક મળશે. સ્વાસ્થ્ય- એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા વધવાથી પરેશાની થઈ શકે છે. વધુ પડતા મસાલેદાર ખાનપાનથી દૂર રહો. યોગ અને મેડિટેશન માટે પણ થોડો સમય જરૂર કાઢો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આજે તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. કાર્યો નિયત સમયે પૂરા થતા જશે અને તમારું સામાજિક વર્તુળ પણ વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને કેટલીક ઉત્તમ માહિતી પણ મળશે. કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળવાના પણ યોગ છે. નેગેટિવ- તમારી સિદ્ધિઓનો વધુ દેખાડો કે ગુણગાન કરવાનું ટાળો. જલ્દી સફળતા મેળવવાની લાલચમાં કોઈ ખોટું કે ગેરકાનૂની કામ ન કરો, નહિતર તમારા માન-સન્માન પર આંચ આવી શકે છે. પૈસાની લેણ-દેણમાં કોઈ ભૂલ કે નુકસાન થવાની સંભાવના છે. સંતાનની કોઈ પ્રવૃત્તિ પણ તમને ચિંતામાં મૂકી શકે છે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કોઈ મોટી ડીલ કે પ્રોજેક્ટમાં સફળતા મળશે. પરંતુ કોઈ પણ ડોક્યુમેન્ટેશન કરતા પહેલાં તેની યોગ્ય તપાસ ચોક્કસ કરી લો. પબ્લિક ડીલિંગ, ગ્લેમર અને કોમ્પ્યુટર સાથે જોડાયેલા વ્યવસાયમાં વિશેષ સિદ્ધિ મળશે. નોકરીમાં સહકર્મી સાથે થોડો મતભેદ થઈ શકે છે. લવ- પારિવારિક વાતાવરણ યોગ્ય જાળવી રાખવામાં તમારું યોગદાન મહત્વનું રહેશે. પરિવાર સાથે કોઈ મનોરંજક પ્રોગ્રામ બનાવવું શ્રેષ્ઠ રહેશે. પ્રેમ સંબંધોમાં પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- બદલાતા હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. ગળાને લગતા કોઈ પણ ઇન્ફેક્શનને ગંભીરતાથી લો અને બેદરકારી ન રાખો. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે તમે હૃદયના બદલે મગજથી લીધેલા નિર્ણયોના કારણે ઘણી યોજનાઓને વાસ્તવિકતામાં બદલી શકશો. તમામ વ્યસ્તતા હોવા છતાં તમે પોતાના માટે અને પરિવાર માટે સમય કાઢી શકશો. તમારી કાર્યક્ષમતા પર પૂરો ભરોસો રાખો. નેગેટિવ- જોખમી કાર્યો કે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં યોગ્ય માહિતી ચોક્કસ મેળવી લો. થાક અને માનસિક તણાવના કારણે તમારી દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત થઈ શકે છે. આ સમયે તમારું મનોબળ મજબૂત રાખો અને સમસ્યાઓ આવવા પર તણાવ લેવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાય- વ્યવસાયમાં તમે જે મુકામ મેળવવા માંગો છો, તેના માટે હજુ વધુ સખત મહેનતની જરૂર છે. જો કોઈ નવો વેપાર કે કામ શરૂ કરવા જઈ રહ્યા હોવ, તો તેમાં પણ શરૂઆતમાં થોડા અવરોધો આવી શકે છે. ધૈર્ય અને હિંમત રાખવી જરૂરી છે. નોકરીયાતો માટે ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ- ઘરનું વાતાવરણ મધુર રહેશે. પરિવાર સાથે ફરવા જવું કે ડિનરનો પ્રોગ્રામ યાદગાર પળોમાં સામેલ થશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. પરંતુ વર્તમાન નકારાત્મક વાતાવરણ અને પ્રદૂષણથી પોતાનું રક્ષણ કરવું અત્યંત આવશ્યક છે. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમારી કોઈ યોજનાને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે, તમને ચોક્કસ યોગ્ય પરિણામ મળશે. યુવા વર્ગ જે કાર્ય માટે લાંબા સમયથી પ્રયત્નશીલ છે, તેમાં ટૂંક સમયમાં સફળતા મળશે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવામાં તમારા મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થશે. નેગેટિવ- પૂરી માહિતી મેળવ્યા વગર કોઈ પણ ચોક્કસ નિર્ણય પર ન પહોંચો. ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, તેથી નફા-નુકસાનનું બજેટ સમજીને ચાલવું પડશે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ મહેનતનું ધાર્યું પરિણામ ન મળે તો પણ મનોબળ નબળું પાડવું નહીં અને ફરી પ્રયાસ કરવો. વ્યવસાય- વ્યવસાય સંબંધિત જો કોઈ કામ અટકેલું હોય, તો કોઈ રાજકીય વ્યક્તિની મદદથી તે ઉકેલાઈ જશે. સ્ટાફ અને કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે. ઓફિસના વાતાવરણમાં કોઈ પ્રકારની પોલિટિક્સ ચાલી શકે છે, તેથી સાવધ રહો. તમારા પ્રોજેક્ટને પૂરા કરવા માટે બીજા પર નિર્ભર રહેવાને બદલે જાતે જ મહેનત કરો. લવ- પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવા માટે ચોક્કસ સમય કાઢો. લવ પાર્ટનરને કોઈ નાની ભેટ અવશ્ય આપો. સ્વાસ્થ્ય- વધુ પડતી મહેનત અને તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. યોગ અને મેડિટેશન માટે દિવસમાં થોડો સમય કાઢવો જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- આજે અચાનક જ કોઈ નાની મુસાફરી થવાની સંભાવના છે. પરિવારના કોઈ સભ્યની મોટી સિદ્ધિથી ઘરમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે. આર્થિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાના તમારા પ્રયાસો સફળ થશે. કોઈ પણ કામ યોજનાબદ્ધ રીતે કરવાથી શ્રેષ્ઠ પરિણામો મળશે. નેગેટિવ- અજાણ્યા લોકોથી થોડું અંતર જાળવી રાખવું, કારણ કે કોઈ વાદ-વિવાદ જેવી સ્થિતિ બની રહી છે. તેનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યારેક નાની નકારાત્મક બાબત પર ગુસ્સે થઈ જવું તમારા બનતા કાર્યોને બગાડી શકે છે, તેથી તમારા વ્યવહાર પર સંયમ રાખવો જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં થોડી મંદીની સ્થિતિ રહી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે અત્યારે ગ્રહ દશા બહુ સાનુકૂળ નથી, તેથી જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. ભાગીદારીના ધંધામાં સારો લાભ થશે. ઓફિશિયલ કાર્યો સમયસર પૂરા થશે. લવ- પતિ-પત્ની વચ્ચે સુખદ અને મધુર સંબંધો રહેશે. લવ પાર્ટનર તમારા પ્રત્યે સહયોગ અને આદરની ભાવના રાખશે. સ્વાસ્થ્ય- વધુ પડતા કામના લીધે થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો અને દિનચર્યાને વ્યવસ્થિત બનાવો. લકી કલર- લાલ લકી નંબર- 3 પોઝિટિવ- આ સમયે લાગણીશીલ બનવાના બદલે પ્રેક્ટિકલ થઈને મગજથી કામ લેવું વધુ હિતવાહ રહેશે. જો તમે વ્યવહારુ થઈને તમારા કાર્યો કરશો તો વધુ સફળ થશો. ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને શિક્ષણ સંબંધિત કાર્યોમાં વિશેષ સફળતા મળશે. નેગેટિવ- કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. બાળકો પર બહુ વધારે કડક નિયમો ન લાદો, તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવાથી તેમનું મનોબળ વધશે. અચાનક કોઈ મહેમાન આવી જવાથી તમારી આજની દિનચર્યા થોડી બદલાઈ શકે છે. વ્યવસાય- વ્યવસાયિક પાર્ટીઓ સાથેના સંબંધો વધુ મજબૂત થશે અને કોઈ મોટો ઓર્ડર મળવાની પણ સંભાવના છે, તેથી તમારા બિઝનેસ પર પૂરેપૂરું ધ્યાન આપો. નોકરીયાતોએ પોતાની મહત્વપૂર્ણ ફાઈલો અને દસ્તાવેજો ખૂબ જ સંભાળીને રાખવાની જરૂર છે. લવ- પતિ-પત્ની વચ્ચેની નાની-મોટી મીઠી નોકઝોક સંબંધોમાં વધુ મધુરતા લાવશે. જૂના મિત્રો સાથેની મુલાકાત જૂની યાદોને તાજી કરશે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે થોડો સમય તમારા મનગમતા કાર્યો માટે ચોક્કસ કાઢો. હવામાનને અનુકૂળ આહાર લો. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- કોઈ ખાસ મિત્રની મદદથી નવી યોજના કે પ્રોજેક્ટ સાથે જોડાવાની ઉત્તમ તક મળશે. લાંબી દૂરીની યાત્રાના યોગ બની રહ્યા છે. કોઈ વિશેષ કાર્યને લઈને તમે કરેલી મહેનત અને ધગશનું આજે અણધાર્યું પરિણામ મળી શકે છે, તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો. નેગેટિવ- કામનો બોજ વધુ રહેશે, પરંતુ થાક કે ચીડિયાપણું તમારા પર હાવી થવા ન દો. બીજાની મદદ કરતી વખતે તમારી આર્થિક ક્ષમતાનું પણ ધ્યાન રાખો, નહિતર તમારું બજેટ ખોરવાઈ શકે છે. યુવાનોએ સફળતા મેળવવા માટે ઉતાવળ કે ઉદાસીનતા ન રાખવી. વ્યવસાય- કારોબારમાં કોઈ નવી કાર્યપ્રણાલી શરૂ કરતાં પહેલાં તેના વિશે વધુ માહિતી મેળવી લો, અત્યારે વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપવું હિતવાહ છે. વર્કિંગ મહિલાઓને પારિવારિક અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લો. લવ- પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ અને સુમેળ ઘણો સારો રહેશે. લગ્નેતર સંબંધોથી બચવું, તમારી પ્રતિષ્ઠા પ્રત્યે સજગ રહો. સ્વાસ્થ્ય- નકારાત્મક વાતાવરણ અને હવામાનના બદલાવથી સાવધ રહો. ખાનપાન અને દિનચર્યા સંયમિત રાખવી જરૂરી છે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- આજે કેટલાક ખાસ અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે. તમે તમારા સંતુલિત વ્યવહાર દ્વારા બધાના દિલ જીતી લેશો. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ અથવા કરિયર સંબંધિત કોઈ પ્રવૃત્તિમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. નેગેટિવ- ક્યારેક ઓવર-કોન્ફિડન્સ અને અહમ તમારા બનતા કાર્યોમાં અવરોધ લાવી શકે છે, તેથી તમારી વિચારધારામાં થોડો બદલાવ લાવો અને આત્મમનન કરો. બીજાની સલાહ પર વધુ વિશ્વાસ ન કરો. માનસિક શાંતિ માટે થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવો. વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઘણી વ્યસ્તતા રહેશે, પરંતુ તેના સકારાત્મક અને ફાયદાકારક પરિણામો મળશે. ભાગીદારીના ધંધામાં વિસ્તાર સંબંધિત યોજનાઓ પર ચર્ચા-વિચારણા થશે. સ્ટાફનો પૂરો સહયોગ મળશે. ઓફિસમાં કોઈ મોટી જવાબદારી કે નવું પદ મળી શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવાર તરફથી મંજૂરી મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. શરીરનો દુખાવો કે તાવ જેવી પરેશાની થઈ શકે છે, તેથી સમયસર ડૉક્ટરની સલાહ લો. લકી કલર- પીળો લકી નંબર- 5 પોઝિટિવ- જો તમે તમારા વ્યક્તિગત કે પારિવારિક કાર્યોને લઈને કોઈ આયોજન કર્યું છે, તો તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. જમીન-મિલકત સંબંધિત ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. ઘરમાં સંબંધીઓના આગમનથી વાતાવરણ આનંદદાયક બનશે. નેગેટિવ- અત્યારે લાભ કરતાં ખર્ચની સ્થિતિ વધુ બની રહી છે, તેથી તમારા ખર્ચ પર અંકુશ રાખવો અત્યંત આવશ્યક છે. તમારા સ્વભાવમાં ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું તમારા પોતાના માટે જ નુકસાનકારક સાબિત થશે. વિદ્યાર્થીઓએ ભણવામાં બેદરકારી ન રાખવી. વ્યવસાય- કારોબાર સંબંધિત તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે પૂરી થતી જશે. વારસાગત વ્યવસાયમાં વધુ ફાયદાકારક પરિસ્થિતિ બની રહી છે, આ સમયનો ભરપૂર લાભ લો. અચાનક કોઈ મોટું કામ બની શકે છે. નોકરીયાતો પર કામનો બોજ વધુ રહેશે. લવ- પરિવારના સભ્યો સાથે મનોરંજન, મોજ-મસ્તી કે ડિનરનો પ્રોગ્રામ બનશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવતા રહો. દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- આજે કોઈ લાંબાગાળાની યોજના પર કામ શરૂ થઈ શકે છે. પરિવારના સભ્યોનો પૂરો સહયોગ રહેશે. કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો થોડો પડકારજનક રહેશે, પરંતુ તમે બધું જ આયોજનબદ્ધ રીતે પૂરું કરવામાં સક્ષમ રહેશો. નેગેટિવ- કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા શુભચિંતકો કે વડીલોની સલાહ ચોક્કસ લો. મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ પર ટાળવાને બદલે સમયસર પૂરા કરવાનો પ્રયત્ન કરો. અજાણ્યા લોકો પર વધુ ભરોસો કરવો યોગ્ય નથી. માનસિક તણાવ અને ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દો, પોતાની જાતને વ્યસ્ત રાખવી બહેતર રહેશે. વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી સામાન્ય રહેશે. માર્કેટિંગ સંબંધિત કામો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભવિષ્યમાં કામ આવે તેવા ફાયદાકારક સંપર્કો બની શકે છે. ઓનલાઇન બિઝનેસ સાથે જોડાયેલા લોકોને સારો નફો થઈ શકે છે. નોકરીમાં આજે કામનો બોજ થોડો હળવો રહેશે. લવ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો માટે કોઈ નાની ભેટ કે ગિફ્ટ લાવવાથી ઘરમાં બધા ખુશ થશે. લવ પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- શારીરિક અને માનસિક થાકમાંથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા મનગમતા સંગીત કે પ્રવૃત્તિઓ પાછળ વિતાવો. લકી કલર- લીલો લકી નંબર- 3 પોઝિટિવ- ઘરના વડીલોનું માર્ગદર્શન મળતું રહેશે, જેનાથી કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ આવશે. તમારી પોતાની ક્ષમતાઓ પર પૂરો વિશ્વાસ રાખો. પરિવાર સાથે ઘરની જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવામાં સારો સમય પસાર થશે. બાળકો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. નેગેટિવ- મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબો તમારે જાતે જ શોધવા પડશે. માત્ર દેખાડો કરવા માટે વધુ પડતો ખર્ચ કરવાથી કે ઉધાર લેવાથી બચો. વધુ પડતો વિચાર કરવામાં સારી તકો હાથમાંથી નીકળી શકે છે, તેથી નાની-નાની વાતોને મોટી ન બનાવો અને તમારા કામ પર ફોકસ રહો. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં સમય અનુસાર ફેરફાર લાવો અને ઓફિસ કે દુકાનની વ્યવસ્થા વધુ સારી કરો, જેથી વધુ શ્રેષ્ઠ પરિણામો મળી શકે. આવકની સ્થિતિમાં પણ સુધારો થશે. કર્મચારીઓ સાથે કોઈ કારણસર થોડો તણાવ થઈ શકે છે. સરકારી નોકરીમાં ઈચ્છા વિરુદ્ધ કોઈ વધારાનું કામ મળવાથી ચિંતા રહેશે. લવ- ઘર-પરિવારમાં વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. અવિવાહિત લોકો માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે. સ્વાસ્થ્ય- એલર્જી અથવા લોહી સંબંધિત કોઈ નાની સમસ્યા થવાના સંકેત છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખો અને સમયસર ડૉક્ટર પાસે તપાસ કરાવો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- આજનો દિવસ થોડો દોડાદોડી ભરેલો રહેશે, પરંતુ સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાથી તમે ખૂબ જ સરળતાથી તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત કરી લેશો. કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. યુવાનો પૂરી ઊર્જા સાથે પોતાના કામ પર ફોકસ કરી શકશે. નેગેટિવ- પરંતુ સમય અનુસાર તમારા સ્વભાવમાં પણ થોડું પરિવર્તન અને લવચીકતા લાવવી જરૂરી છે. ક્યારેક તમારો વધુ પડતો ગુસ્સો કે કડક શિસ્ત બીજા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘરમાં કોઈ અણગમતી વ્યક્તિના આવવાથી મન થોડું ઉદાસ થશે, તેથી થોડો સમય આધ્યાત્મ અને ભક્તિમાં વિતાવો. વ્યવસાય- કારોબારમાં આ સમયે વધુ મહેનત અને ધ્યાન આપવાની જરૂર છે. બિઝનેસના વિસ્તાર સંબંધિત યોજનાઓ પર અત્યારે કોઈ નવું કામ શરૂ ન કરવું. આર્થિક ખેંચતાણ થોડી રહી શકે છે. સ્ટેશનરી અને બાળકોની વસ્તુઓ સાથે જોડાયેલા વેપારમાં સારો નફો મળશે. ઓફિસમાં વાતાવરણ વ્યવસ્થિત રહેશે. લવ- પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગાત્મક વલણ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને નાની ગેરસમજ થવાની આશંકા છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. યોગ, વ્યાયામ અને મેડિટેશનને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો. લકી કલર- ક્રીમ લકી નંબર- 1
    Click here to Read More
    Previous Article
    05 જુલાઈનું અંકફળ:બુધના સમભાવથી અંક 3ના જાતકોને વેપારમાં તેજીના યોગ, અંક 1ના જાતકોને સાથીની ઉપેક્ષા કરવી ભારે પડશે
    Next Article
    SMVS મંદિરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી:આસ્થા, કલા અને પર્યાવરણનો સુંદર સંગમ, પર્યાવરણ જાગૃતિ અને સમાજસેવા સાથે જોડાયેલા કાર્યોનું આયોજન

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment