Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વોટર વર્ક્સ ચેરમેનના વિસ્તારમાં જળબંબાકાર:સામાન્ય વરસાદમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    13 hours ago

    નવસારી શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે આવી છે. શહેરના શાંતાદેવી વિસ્તારમાં સામાન્ય વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાંતાદેવી અને આસપાસનો વિસ્તાર મુખ્યત્વે રત્નકલાકારો અને સૌરાષ્ટ્રથી આવેલા પરિવારોનો છે. આ શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારો દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં પાણી ભરાવાની સમસ્યાનો ભોગ બને છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ પાલિકા દ્વારા તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વરસાદી પાણી માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ શાંતાદેવી માર્ગ પર આવેલી અનેક દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા. પાણી ભરાવાને કારણે વેપારીઓનો માલસામાન પલળી ગયો હતો, જેનાથી તેમને આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, નવસારી પાલિકાના વોટર વર્ક્સ ચેરમેન જે વિસ્તારમાં રહે છે, તે જ વિસ્તારના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો નેતાઓ અને અધિકારીઓના પોતાના વિસ્તારની આવી હાલત હોય, તો સામાન્ય જનતાની સમસ્યાઓ કોણ સાંભળશે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ નવસારીના લોકોની ખાણીપીણીની મોજ અકબંધ જોવા મળી હતી. શાંતાદેવી રોડ પર પાણીમાં અડધી ડૂબેલી પાણીપુરીની લારી પર લોકોની ભીડ જોવા મળી હતી. ઘૂંટણસમા પાણીમાં ઊભા રહીને પણ લોકો પાણીપુરીની મજા માણતા જોવા મળ્યા હતા, જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે પાલિકા દર વર્ષે માત્ર કાગળ પર પ્રી-મોન્સૂન કામગીરી દર્શાવવાનું બંધ કરે અને આ વિસ્તારને કાયમી ડ્રેનેજ લાઇન પૂરી પાડીને જળબંબાકારની સમસ્યામાંથી મુક્તિ અપાવે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ અને જંગલ કર્મચારીઓનો આદિવાસીઓ સાથે ઘર્ષણનો મામલો:હાઇકોર્ટે મુખ્ય આરોપી સહિત 3ને જામીન આપ્યા, સેશન્સ કોર્ટે HCના અવલોકનો બહાર જઈ ઓર્ડર કરતા લો ઓફિસર બ્રાન્ચ જવાબ આપશે
    Next Article
    ધારાસભ્ય હેમંત ખાવાએ ખેતરમાં વાવણી કરી:ચોમાસાની શરૂઆત સાથે ખેડૂત તરીકેની ઓળખ જાળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment