Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ અને જંગલ કર્મચારીઓનો આદિવાસીઓ સાથે ઘર્ષણનો મામલો:હાઇકોર્ટે મુખ્ય આરોપી સહિત 3ને જામીન આપ્યા, સેશન્સ કોર્ટે HCના અવલોકનો બહાર જઈ ઓર્ડર કરતા લો ઓફિસર બ્રાન્ચ જવાબ આપશે

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટે બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામના આદિવાસીઓ અને પોલીસ-વન વિભાગ વચ્ચે થયેલી હિંસાના કેસમાં મુખ્ય આરોપી સહિત અન્ય બે વ્યક્તિઓને નિયમિત જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 172 આદિવાસીઓની જમીન ખાલી કરાવવાની કામગીરી કરાઈ ડિસેમ્બર 2025માં વન વિભાગ અને પોલીસ દ્વારા એક વિધવા મહિલા અને અન્ય 172 આદિવાસીઓની જમીન પર સરકારી વનીકરણ અને ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ આદિવાસીઓના વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળના દાવાઓ હજુ અનિર્ણિત હતા. હાઈકોર્ટે કાયદા વિભાગ પાસે ખુલાસો માંગ્યો હાઈકોર્ટે અગાઉના એક આદેશમાં નોંધ્યું હતું કે, આ હિંસક ઘર્ષણ વન વિભાગના અધિકારીઓની અને પોલીસ દ્વારા સિવિલ વહીવટીતંત્ર અને આદિવાસીઓને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવેલી અતિરેક ભરી કાર્યવાહીને કારણે થયું હતું. આ મુદ્દાના પડઘા ભારતીય સંસદમાં પણ પડ્યા હતા. હાઈકોર્ટે બનાસકાંઠાના ઈન્ચાર્જ સેશન્સ જજના વલણ અને કાયદાકીય મર્યાદા બહાર જઈને કરેલી કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને કાયદા વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે. સેશન્સ કોર્ટે માત્ર આદિવાસીઓ વિરુદ્ધ કડક ટિપ્પણીઓ જ નહોતી કરી, પરંતુ જામીન નામંજૂર કરવાના આદેશની નકલો રાજ્યના મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ, કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને મોકલી આપી હતી. સુપ્રીમ કોર્ટના મોબ લિન્ચિંગ અંગેના ચુકાદાઓનો હવાલો આપીને આદિવાસીઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ, 2020 હેઠળ કાર્યવાહી કરવા પણ પ્રેરિત કર્યા હતા. 28 જુલાઈના રાજો આગામી સુનાવણી હાથ ધરાશે સેશન્સ કોર્ટનો આ આદેશ હાઈકોર્ટ દ્વારા એપ્રિલ, 2026માં આપવામાં આવેલા આદેશની તદ્દન વિરુદ્ધ હતો, જે હકીકત રેકોર્ડ પર લાવવામાં આવી હોવા છતાં તેની અવગણના કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા આદિવાસીઓ વિરુદ્ધ કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓ અને નિર્દેશો પર ગુજરાત હાઈકોર્ટની અન્ય એક બેન્ચ દ્વારા અગાઉથી જ સ્ટે આપવામાં આવેલો છે. હાઈકોર્ટે આરોપીઓને જામીન આપવાની સાથે આ વહીવટી ક્ષતિઓ અને ન્યાયાધીશના વર્તન અંગે લો ઓફિસર્સ બ્રાન્ચના જવાબ માટે આગામી સુનાવણી 28 જુલાઈના રોજ નિયત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં PM મોદીને ધમકીનો દાવો:'મેલબોર્ન મીટ્સ મોદી' કાર્યક્રમની ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ, 9 જુલાઈએ યોજાવાનો છે કાર્યક્રમ
    Next Article
    નવસારીમાં વોટર વર્ક્સ ચેરમેનના વિસ્તારમાં જળબંબાકાર:સામાન્ય વરસાદમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા, પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment