Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદ્રી બીચ પર વરસતા વરસાદમાં સિંહણની લટાર:દરિયાકિનારા તરફથી રસ્તો ઓળંગી રહેલી સિંહણ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

    1 day ago

    વેરાવળ પંથકમાં ભારે વરસાદ વચ્ચે આદ્રી ગામના દરિયાકિનારે એક સિંહણ જોવા મળી હતી. આદ્રી બીચ નજીક આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિર પાસે વરસાદમાં લટાર મારતી સિંહણના દ્રશ્યો સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માહિતી અનુસાર, ભારે વરસાદ દરમિયાન સિંહણ દરિયાકિનારા તરફથી રસ્તો ઓળંગી રહી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ પોતાની કારમાંથી આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. વરસાદી વાતાવરણમાં શાંતિથી ચાલતી સિંહણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. દરિયાના મોજાં, ધોધમાર વરસાદ અને ગીરની સિંહણનું એકસાથે જોવા મળેલું આ દ્રશ્ય પ્રકૃતિપ્રેમીઓ માટે અનોખું બન્યું છે. આ વીડિયો જોઈને લોકો પ્રકૃતિના સૌંદર્ય અને ગીરના વન્યજીવન પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ સિંહો કે અન્ય વન્યપ્રાણીઓ નજરે પડે ત્યારે સલામત અંતર જાળવવું અને તેમને હેરાન ન કરવા. આવા સમયે વાહનમાંથી બહાર ન નીકળવું અને વન્યપ્રાણીઓને રસ્તો આપવો જરૂરી છે. આદ્રી બીચ પર વરસાદ વચ્ચે સિંહણના આ દ્રશ્યો પ્રકૃતિ અને વન્યજીવનના સહઅસ્તિત્વની ઝલક દર્શાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીઓ ચાંદીના જુનવાણી તાંબા પિત્તળના વાસણની ચોરી કરતા:રાજકોટની કંસારા બજાર અને દીવાનપરાના મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં 2 સગીર સહીત 7 શખ્સોની ધરપકડ
    Next Article
    Vozinha Ahead Of Cristiano Ronaldo As Bizarre FIFA WC 2026 Stat Emerges

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment