Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત વિશેષ સંબોધન કાર્યક્રમ:ડો. જગદીશ પટેલે વલસાડમાં કહ્યું- દેશનો નકશો બદલાતો બચાવ્યો

    1 day ago

    ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ (૨૩ જૂન) થી જન્મજયંતી (૬ જુલાઈ) સુધીના કાર્યક્રમો અંતર્ગત વલસાડમાં એક વિશેષ સંબોધન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે જો ડો. મુખર્જી ન હોત તો આજે દેશનો નકશો અલગ હોત. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ ડો. મુખર્જીના દેશ પ્રત્યેના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જેમ ડો. મુખર્જી પણ દેશની એકતા માટે વંદનીય છે. તેમના ભગીરથ પ્રયાસોને કારણે જ પશ્ચિમ બંગાળ, કલકત્તા અને પંજાબનો મોટો હિસ્સો ભારતનો ભાગ રહી શક્યો. નેતાઓએ તત્કાલીન કોંગ્રેસ સરકારની તુષ્ટિકરણની નીતિઓની આલોચના કરી હતી. તેમણે જણાવ્યું કે, 1947માં આઝાદી પૂર્વેથી જ તુષ્ટિકરણની રાજનીતિ શરૂ થઈ હતી, જેના પરિણામે ભારતનું વિભાજન થયું. પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર ઘોષિત કર્યા બાદ પણ તેને આર્થિક સહાય આપવાનો નિર્ણય સનાતન ધર્મીઓ અને બહુમતી વસ્તી સાથે અન્યાય હતો. ડો. મુખર્જી પ્રથમ સરકારમાં ઉદ્યોગ અને આપૂર્તિ મંત્રી તેમજ બંધારણ સભાના સદસ્ય પણ હતા. વર્ષ ૧૯૫૦માં થયેલા નહેરુ-લિયાકત કરાર બાદ પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ) માંથી લાખો હિન્દુ શરણાર્થીઓ કલકત્તા આવ્યા હતા. તેમની સ્થિતિ અત્યંત દયનીય હતી અને તેમને રહેવા કે ખાવા માટે કંઈ મળતું નહોતું. આ પરિસ્થિતિ અને તુષ્ટિકરણની નીતિના વિરોધમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ એપ્રિલ ૧૯૫૦માં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    TAT (માધ્યમિક)ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર:ગુજરાતી માધ્યમમાં 3465 ઉમેદવારોએ 120 માર્ક મેળવ્યા, સંભવિત 16 ઓગસ્ટે મુખ્ય પરીક્ષા યોજાશે
    Next Article
    આરોપીઓ ચાંદીના જુનવાણી તાંબા પિત્તળના વાસણની ચોરી કરતા:રાજકોટની કંસારા બજાર અને દીવાનપરાના મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં 2 સગીર સહીત 7 શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment