Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરના ઓરસંગ પુલ પર ગાબડું પડ્યું:વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો, રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

    3 days ago

    છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પરના પુલ પર ગાબડું પડ્યું છે. આ ઘટનાને પગલે પુલ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે 56 પર આવેલા આ પુલના નસવાડી તરફના છેડે મોટું ગાબડું પડ્યું છે. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદમાં જ આ ગાબડું પડતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી અવરજવર રોકી દેવામાં આવી હતી. હાલ રાહદારીઓ પગપાળા પુલ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ પુલ છોટા ઉદેપુર જિલ્લા માટે અત્યંત મહત્વનો છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. પુલ પર વાહનવ્યવહાર બંધ થવાથી જિલ્લાના વેપાર-ધંધા પર પણ મોટી અસર થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું અને કામ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું હતું. આવા સમયે ગાબડું પડતાં સમારકામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. હાલ તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જોકે, પુલ પર વાહનવ્યવહાર ક્યારે સંપૂર્ણપણે પૂર્વવત થશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ફાયર વિભાગ એલર્ટ મોડ પર:ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાક ઇમરજન્સી સેવા તૈયાર
    Next Article
    તાપીનો ‘ચીમેર ધોધ’ સક્રિય, કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું:ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઈંચ; દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ લગાવાયું; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment