Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘમહેર બાદ પ્રકૃતિના ખોળે સોનગઢનો ‘ચીમેર ધોધ’ખીલ્યો:તાપીના જંગલોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પહાડો પરથી ખળખળ વહેતા પાણીનો મંત્રમુગ્ધ કરતો નજારો

    2 days ago

    ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે તાપી જિલ્લાના પ્રકૃતિપ્રેમીઓ માટે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ખાસ કરીને સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત 'ચીમેર ધોધ' જીવંત થતાં પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહાડો અને જંગલો વચ્ચે અદ્ભુત નજારો સોનગઢના ચીમેર ગામે આવેલો આ ધોધ ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે સક્રિય થઈ ગયો હતો. ઘનઘોર જંગલ વિસ્તારની વચ્ચે, પહાડો પરથી ખળખળ વહેતા પાણી સાથે નીચે ખાબકતા ધોધનો નજારો એટલો સુંદર છે કે જોનાર મંત્રમુગ્ધ થઈ જાય. ચોમાસાની શરૂઆતમાં જ ધોધ સક્રિય થતાં સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક બની ગયું છે. સેહલાણીઓની ભારે ભીડ ચીમેર ધોધના આ મનમોહક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ સુરત, તાપી, અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ અને સેહલાણીઓ ધોધને નિહાળવા ઉમટી પડ્યા છે. આજે વરસાદે વિરામ લેતા પાણીનો પ્રવાહ ઘટ્યો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ધોધ આખા વેગ સાથે વહી રહ્યો હતો, પરંતુ આજે વરસાદે થોડો વિરામ લેતા ધોધમાં પાણીની આવક ઓછી થઈ છે અને પ્રવાહ થોડો ધીમો પડ્યો છે. તેમ છતાં, વિકેન્ડ માણવા અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવા માટે હજુ પણ સહેલાણીઓનો ધસારો ચાલુ જ છે. વહીવટી તંત્ર દ્વારા ધોધ નજીક જતા પ્રવાસીઓને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અયોધ્યા રામ મંદિરની રેકી કરનાર આતંકવાદી જાહેર:આરોપી પાકિસ્તાનનો નાગરિક, હાફિઝ સઈદનો સંબંધી; 23 આતંકીઓની યાદીમાં 17 પાકિસ્તાની
    Next Article
    વડોદરાની માનસિક આરોગ્ય હોસ્પિટલના અધિક્ષક સામે આક્ષેપ:RTI કરનારે કહ્યું- આરોપીઓને ખોટા સર્ટિ, મંજૂરી વગર બાળકો અને દર્દીઓને કરંટ આપે છે; અધિક્ષકે કહ્યું-તમામ આક્ષેપો પાયાવિહોણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment