Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હકાભા ગઢવીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:જેતપર ખેડૂત આંદોલન વિવાદમાં સુરક્ષા માટે પોલીસ તૈનાત

    3 days ago

    જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન સંબંધિત વિવાદને પગલે લોક સાહિત્યકાર હકાભા ગઢવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિવાદ હકાભા ગઢવી અને ઉપવાસ છાવણી પર બેઠેલા નિલેશ એરવાડિયા વચ્ચે ચાલી રહ્યો છે, જેમાં રૂ. 2 કરોડના સોદાનો એક ઓડિયો વાયરલ થયો છે અને હકાભાએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિવાદ વધુ વકરે નહીં તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. હળવદના વૃંદાવન પાર્કમાં આવેલા હકાભા ગઢવીના ઘરે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. વિવાદની ગંભીરતા અને પરિવારજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હળવદ પોલીસના જવાનોને તેમના નિવાસસ્થાને તૈનાત કરાયા છે. જોકે, હાલમાં હકાભા ગઢવી પોતે ઘરે હાજર નથી અને તેઓ બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે હકાભા ગઢવી અગાઉ જેતપર ખાતે ખેડૂતોના સમર્થનમાં બે વખત ગયા હતા. ત્યારબાદ હકાભાએ આક્ષેપ કર્યો હતો કે ઉપવાસ છાવણીના નિલેશ એરવાડિયાએ તેમને ત્યાં આવવાની ના પાડી હતી અને મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. આ ઘટના બાદ બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો અને તેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    હે મેઘરાજા ગુજરાતને ટાઢું પાડો:મગજ તપી જતાં સટાસટી, બે વીડિયો વાઇરલ, મંત્રી મિટિંગમાં ગયા ને સાહેબ બહાર રહી ગયા, લૂંગીવાળા આગેવાને ડસ્ટબિન પચાવી લીધા
    Next Article
    ભરૂચના 385 તલાટીએ મહેસૂલી કામગીરી બંધ કરી:જોબચાર્ટ વિવાદને કારણે પંચાયત સિવાયની કામગીરી સ્થગિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment