Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના આઠ તાલુકામાં જમીન દફતર કચેરીઓ કાર્યરત:જિલ્લા કક્ષાની કામગીરી હવે તાલુકા મથકે થશે

    4 days ago

    સાબરકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને પ્રજાભિમુખ બનાવવા માટે મહત્વનો વહીવટી બદલાવ કરાયો છે. જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર (DILR) વર્ગ-2 સંવર્ગ હેઠળની તમામ કચેરીઓનું હવે તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી નાગરિકોને જમીન સંબંધી કામો માટે જિલ્લા મથકે જવું નહીં પડે અને તાલુકા કક્ષાએ જ ઝડપી સેવાઓ ઉપલબ્ધ થશે. આઠેય તાલુકાઓની નવીન કચેરીઓમાં જમીન દફતર સંબંધિત વિવિધ કામગીરીઓ સ્વીકારવામાં આવશે અને પૂર્ણ કરાશે. જેમાં રી-સર્વે સુધારા, જમીન માપણી, હક્કચોકસી, પ્રોપર્ટી કાર્ડ મેળવવા અને તેમાં ફેરફાર નોંધ, સ્વામિત્વ યોજના તેમજ એકત્રીકરણ યોજનાને લગતી તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓની કચેરીઓના સ્થળની વિગત નીચે મુજબ છે: હિંમતનગર તાલુકા કચેરી સરવે ભવન, જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડ, ન્યાય મંદિર, પોલોગ્રાઉન્ડ, હિંમતનગરમાં આવેલી છે. પ્રાંતિજ તાલુકા કચેરી બીજો માળ, તાલુકા સેવા સદન, રેલ્વે સ્ટેશન સામે, પ્રાંતિજ ખાતે કાર્યરત છે. તલોદ તાલુકા કચેરી પ્રથમ માળ, શોપ નં-21 થી 31, અક્ષર કોમ્પ્લેક્સ, ટી.આર. ચોકડી પાસે, હરસોલ રોડ, તલોદમાં આવેલી છે. ઇડર તાલુકા કચેરી પ્રથમ માળ, શોપ નં-116 થી 122, બ્લોક નં.5, બાલાજી કોમ્પ્લેક્સ, રેલ્વે ક્રોસિંગ પાસે, GIDC સામે, હિંમતનગર-ઇડર હાઇવે રોડ, ઇડરમાં સ્થિત છે. વડાલી તાલુકા કચેરી પ્રથમ માળ, સબ-રજિસ્ટ્રાર કચેરી, વડાલી ખાતે આવેલી છે. વિજયનગર તાલુકા કચેરી પ્રથમ માળ, તાલુકા સેવા સદન, વિજયનગર ખાતે કાર્યરત છે. ખેડબ્રહ્મા તાલુકા કચેરી બીજો માળ, તાલુકા સેવા સદન, ખેડબ્રહ્મામાં આવેલી છે. જ્યારે પોશીના તાલુકા કચેરી બ્લોક-સી, બીજા માળે, તાલુકા સેવા સદન, પોશીના ખાતે કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પહેલીવાર હાઇટેક રથમાં નીકળશે રથયાત્રા:ઉંચાઈ વધ-ઘટ કરી શકાશે, ઈસ્કોન મંદિર માટે મુંબઈથી તૈયાર થઈને આવ્યો રથ
    Next Article
    સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા ગરનાળાની મુલાકાત લીધી:પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના DRM સાથે સ્થળ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment