Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ વચ્ચે થાર ઉભી રાખી માથાભારે શખસની ધમાલ:ફાલ્કન પંપના માલિકને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી દીધા બાદ પોલીસના પટ્ટા ઉતરાવી દેવા કહ્યું

    1 day ago

    રાજકોટમાં પોલીસની ઓસરતી ધાકને કારણે લુખ્ખા તત્વો બેલગામ બની રહ્યા છે જેને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાવડી વિસ્તારમાં રોડ વચ્ચે કાળા કાચવાળી પોતાની થાર કાર ઊભી રાખી ટ્રાફિક જામ કરનાર એક શખ્સે પહેલા એક ઉદ્યોગપતિ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા, ઘટનાસ્થળે પહોંચેલી જનરક્ષક 112 ની પોલીસ તેને ચોકીએ લઈ જતાં, ત્યાં પણ આરોપીએ કાયદાનો કોઈ ડર રાખ્યા વિના પોલીસ કર્મચારીના જ પટ્ટા ઉતરાવી દેવાની અને હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી ઉદ્ધત વર્તન કર્યું હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં થાર ચાલક સામે ઉદ્યોગપતિ, પોલીસ કર્મચારી દ્વારા અલગ-અલગ બે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલવાડ રોડ પર રહેતા અને વાવડીમાં ફાલ્કન પંપ નામનું કારખાનું ચલાવતા ઉદ્યોગપતિ કરણભાઇ કમલનયનભાઈ સોજીત્રા શુક્રવારે પોતાની ફોર્ચુનર ગાડી લઈને કારખાને જઈ રહ્યા હતા. સાડા દસ વાગ્યાની આસપાસ 80 ફૂટ રોડ પર એચ.ડી.એ.સી. બેંક પાસે પહોંચતા રસ્તાની વચ્ચે એક મહીંદ્રા થાર નંબર GJ-03-PM-4581 ઊભી હતી, જેના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. કરણભાઈએ ગાડી સાઈડમાં લેવાનું કહેતા જ થાર ચાલક ગૌરવ ગોસ્વામી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો આપી ધમકી આપી હતી કે, “તું મને ઓળખતો નથી, હું વાવડીમાં જ રહું છું. તારે રોજ અહીંથી જ નીકળવાનું છે ને, તારા હાથ-પગ ક્યારે ભાંગી જશે ખબર પણ નહીં પડે.” જેથી કરણભાઈએ તુરંત જ 112 પોલીસ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ ઝાલા સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરાવી બંને પક્ષોને વાવડી પોલીસ ચોકીએ લઈ ગયા હતા. થાર ગાડીમાં પ્રતિબંધિત કાળા કાચ હોવાથી જ્યારે પોલીસ કોન્સ્ટેબલે તેને પૂછપરછ કરી, ત્યારે આરોપી ગૌરવ ગોસ્વામીનો પિત્તો ગયો હતો. તેણે પોલીસ ચોકીમાં જ રાડારાડ કરીને ધમકી આપી હતી. આ સમયે ચોકીમાં હાજર એ.એસ.આઈ. ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્ટાફે આવીને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગાળો આપતો જ રહ્યો હતો. આખરે તેને તાલુકા પોલીસ સ્ટેશન લાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે ગોરવ ગોસ્વામી સામે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-મોરબી હાઇવે પર બનેલી ઘટના:બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતાં 20 વર્ષના યુવાનનું મોત
    Next Article
    Meghalaya Warns Of El Nino Risks, Calls Climate Change 'Existential Crisis'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment