Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી પહેલ:ભરૂચ સબજેલની મહિલા કેદીઓના બાળકો ભણશે

    23 hours ago

    ભરૂચ જિલ્લા સબજેલમાં રહેલી મહિલા કેદીઓના બાળકો પણ ગુનાખોરીથી દુર રહી શિક્ષણકાર્ય મેળવે તે માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. મહિલા કેદીઓના બાળકો માટે ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે મહિલાઓના બાળકો માટે ડે કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચેતના સંસ્થા, આઈસીડીએસ વિભાગ અને જેલ વિભાગના સંયુક્ત સહયોગથી શરૂ થયેલી આ પહેલનો હેતુ બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર અવધિજા ગુપ્તા, ચેતના સંસ્થાની ડિરેક્ટર ડૉ. પુષ્પા જોશી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત અને જેલ અધિક્ષક એન.પી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં બાળપણના પ્રથમ વર્ષોના મહત્વને ઉજાગર કરતા જણાવ્યું કે, જેલમાં રહેલા બાળકોને પણ ગુણવત્તાસભર સંભાળ, શિક્ષણ અને પોષણ મળવું જરૂરી છે. ડે કેર સેન્ટર શું હોય છે ? ડે કેર સેન્ટર શું હોય છે ? મહિલા કેદીઓના બાળકો માટેનું ડે કેર સેન્ટરએ જેલની અંદર અથવા જેલ પરિસરમાં આવેલી એક વિશેષ વ્યવસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જેલમાં માતા સાથે રહેતા માસૂમ બાળકોને જેલના નકારાત્મક વાતાવરણથી દૂર રાખવાનો અને તેમનો સામાન્ય વિકાસ કરવાનો છે.ભારતીય કાયદા અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, મહિલા કેદીઓ પોતાના 6 વર્ષ સુધીના બાળકોને જેલમાં પોતાની સાથે રાખી શકે છે.આ ડે કેર સેન્ટરમાં બાળકો માટે બાલમંદિર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ અને અંકલેશ્વર નગર પાલિકાઓમાં‎ સમિતિઓની રચના થશે‎:સ્વચ્છ છબી ધરાવતાં ચહેરાઓને સ્થાન, મોવડી મંડળે ગુપ્ત સર્વે કરાવ્યો
    Next Article
    HBSE Class 10, 12 Supplementary Admit Card 2026 Out; Direct Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment