Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ અને અંકલેશ્વર નગર પાલિકાઓમાં‎ સમિતિઓની રચના થશે‎:સ્વચ્છ છબી ધરાવતાં ચહેરાઓને સ્થાન, મોવડી મંડળે ગુપ્ત સર્વે કરાવ્યો

    2 days ago

    ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં 8મી પછી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકામાં કથિત લાંચકાંડ બાદ આ પાલિકામાં સમિતિઓની રચનામાં મોવડી મંડળ છાશ પણ ફૂંકીને પી રહયું છે. મલાઇદાર સમિતિઓમાં ચેરમેનપદ માટે સાંસદ, ધારાસભ્યો અને સંગઠન તરફથી નામોની યાદી આપવામાં આવી છે. લાંચકાંડ બાદ મોવડી મંડળ ભ્રષ્ટાચાર રહિત તથા જાહેર જીવનમાં સ્વચ્છ છબી ધરાવતાં ચહેરાઓને સમિતિઓના અધ્યક્ષ બનાવવા માંગે છે. આવા ચહેરાઓની શોધખોળ માટે પ્રદેશ ભાજપ તરફથી બંને શહેરોમાં ગુપ્ત સર્વે પણ કરાવવામાં આવ્યો છે. સમિતિઓના અધ્યક્ષ તરીકે કેટલાક વિવાદિત નામો પણ મોવડી મંડળ પાસે પહોંચ્યાં છે. આ વિવાદિત નગરસેવકોની જાહેર જીવનમાં છબી ખરાબ હોવાથી તેમને મહત્વનું પદ આપવામાં આવે તો આખા પક્ષની આબરૂના ધજાગરા ઉડે તેવી સ્થિતિ છે. આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપના મોવડી મંડળે ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરમાં નગરસેવકોનો ગુપ્ત સર્વે કરાવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સર્વેમાં અનેક નગરસેવકોના કાળા ચિઠ્ઠા ખુલી ગયાં હોવાથી તેમના માટે હવે સમિતિના ચેરમેન બનવાનો માર્ગ કઠિન બની ગયો છે.5મી તારીખ બાદ ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગર કમલમ ખાતે બોલાવાયા છે. સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંગઠન તરફથી આપવામાં આવેલાં નામોની ચર્ચા કરવામાં આવશે. નામો નકકી થઇ ગયા બાદ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની સામાન્યસભા બોલાવવામાં આવશે.અને સામાન્ય સભામાં સમિતિઓના અધ્યક્ષની જાહેરાત કરાશે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે જામજોધપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી
    Next Article
    નવી પહેલ:ભરૂચ સબજેલની મહિલા કેદીઓના બાળકો ભણશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment