Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારના નવા નિયમો:દવાઓના સ્ટોક-વેચાણનો રેકોર્ડ રાખવો પડશે

    1 day ago

    કેન્દ્ર સરકારે ડ્રગ્સ નિયમો, 2026 જાહેર કરી કેન્સરની દવાઓ, વેક્સિન, નાર્કોટિક્સ, એન્ટીબાયોટીક્સ અને શેડ્યૂલ H2ની દવાઓના વેચાણ-સ્ટોકનો વિગતવાર રેકોર્ડ રાખવો ફરજિયાત કર્યો છે. દવાનો ગેરઉપયોગ અટકાવવા અને સપ્લાય ચેઇન પારદર્શક બનાવવા લેવાયેલો આ નિયમ 1 જુલાઈ 2-2027થી (એન્ટિમાઇક્રોબાયલ માટે 2028થી) અમલી બનશે. આ ફેરફારથી ઉત્પાદકથી લઈને રીટેલ મેડિકલ સ્ટોર્સ સુધી તમામ સ્તરે સોફ્ટવેર અને રેકોર્ડ સિસ્ટમ અપડેટ કરવી પડશે. ‘ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ના પ્રમુખ જશુભાઈ પટેલે રાજ્યના તમામ કેમિસ્ટોને અપીલ કરી છે કે, તેઓ અત્યારથી નવા નિયમોનો અભ્યાસ શરૂ કરે, જરૂરી રેકોર્ડ વ્યવસ્થા ઊભી કરે અને સમયસર પાલન માટે સ્ટાફને તાલીમ આપે. નાર્કોટિક દવાના કાળાબજારને રોકવા પગલું - એન્ટિબાયોટિક્સના બિનજરૂરી વપરાશથી વધતું એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અટકાવવા. - નાર્કોટિક દવાઓના કાળાબજાર અને દુરુપયોગ રોકવા દરેક વેચાણ ટ્રેસ કરવું જરૂરી હતું. - કેન્સરની મોંઘી દવાઓ-વેક્સિનમાં ગેરરીતિ અટકાવી મૂળ દર્દી સુધી પહોંચાડવા. - ડિજિટલ ટ્રેકિંગથી ડ્રગ્સ કંટ્રોલ વિભાગ માટે તપાસ સરળ બનશે અને પારદર્શિતા વધશે.
    Click here to Read More
    Previous Article
    ગરમી 5 ડિગ્રી ઘટી:4 દિવસમાં શહેરમાં દોઢથી 2 ઈંચ સુધી વરસાદની શક્યતા
    Next Article
    સિટી એન્કર:હવે AMTSના સ્માર્ટ બસ સ્ટેન્ડ પર ફોન મૂકો અને ચાર્જ થઈ જશે, મોદી સ્ટેડિયમ સહિત 6 સ્થળે ચાર્જિંગની સુવિધા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment