Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અયોધ્યામાં જે થયું તે અયોગ્ય લોકોને સોંપાયેલા કામનું પરિણામ':દાન ચોરી મામલે દ્વારકાના શંકરાચાર્યનો રોષ, કહ્યું- સરકાર, નેતાઓ રામ મંદિરને માને છે પર્યટન સ્થળ

    12 hours ago

    અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે ભક્તોમાં તો રોષ અને નારાજગી છે જ. હવે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આ મુદ્દે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પ્રભુ રામના ચરણોમાં ચઢાવાયેલા દાનમાં હેરાફેરી એ માત્ર આર્થિક ગુનો નથી પણ કરોડો ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. ધર્મ અને શાસ્ત્રોના જ્ઞાનથી વંચિત સરકારો ક્યારેય મંદિરોનું યોગ્ય સંચાલન ન કરી શકે. સરકારો મંદિરોને તપસ્યા ભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે, જે સ્વીકારી ન શકાય. નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવી મોટા માથાઓને બચાવવાના પ્રયાસો સામે તેમણે ચેતવણી આપી. શંકરાચાર્યએ સમગ્ર દાનનો હિસાબ આપતું શ્વેતપત્ર બહાર પાડવાની અને સરકારી દખલ રોકીને મંદિરોના સંચાલન માટે સનાતન બોર્ડની રચના કરવાની માગ કરી છે. વાંચો, શંકરાચાર્યનો ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ અને સરકારને અરીસો બતાવતો સનસનીખેજ ઇન્ટરવ્યૂ. સવાલ: રામ મંદિરમાં દાન ચોરીના આરોપ લાગ્યા છે. આ અંગે આપનું શું કહેવું છે? જવાબ: ભગવાનને આપેલું દાન દૈવી સંપત્તિ બની જાય છે. જો ખરેખર ચોરી થઇ હોય તો આ ફક્ત આર્થિક ગુનો નથી પણ ભગવાન શ્રી રામ અને લાખો ભક્તોની શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત છે. નિષ્પક્ષ અને નિર્ભયતાથી તપાસ થવી જોઇએ. અયોધ્યામાં જે થયું છે તેનાથી લોકો દુઃખી છે. આ ઘટનાનો અર્થ એ છે કે સરકાર પાસે ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે કે ન તો અનુભવી અધિકારીઓ છે. સરકારનું કામ લોકોને સુવિધાઓ પૂરી પાડવાનું છે, ધાર્મિક વિધિઓ કરવાનું નથી. લોકો અયોધ્યા, દ્વારકા, બદ્રીનાથ, તિરૂપતિ જેવા ધર્મસ્થળોને ઋષિ મુનિઓની તપોભૂમિ માને છે. સરકાર, નેતાઓ અને તંત્ર આને પર્યટન સ્થળ માને છે. જેથી તેમનામાં ધાર્મિક ભાવના જાગતી નથી. અયોગ્ય લોકોને કામ સોંપવાથી એ જ પરિણામ મળે છે જે અયોધ્યામાં મળ્યું, આ વાત સમજી લેવી જોઇએ. સરકાર પાસે મંદિર સંચાલનનો નૈતિક અધિકાર નથી. કોઇ મસ્જિદ, ચર્ચ કે ગુરૂદ્વારામાં સરકારનો હસ્તક્ષેપ નથી. ફક્ત હિન્દુઓના ધર્મસ્થાનોમાં જ સરકારનો હસ્તક્ષેપ છે. મંદિર આવા શાસનથી મુક્ત હોવા જોઇએ. સવાલ: રામ મંદિર જેવા રાષ્ટ્રવ્યાપી આસ્થાના કેન્દ્રમાંથી દાન ચોરી કરવામાં આવી છે. ધાર્મિક રીતે આ કેવા પ્રકારનું કૃત્ય છે? જવાબ: સનાતન ધર્મમાં મંદિરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના પર કોઈ વ્યક્તિનો કોઈ અધિકાર નથી. તેથી દેવ ધામમાં જે થયું તે ચોરી જ નહીં પણ એક ગંભીર ધાર્મિક ગુનો પણ છે. પ્રશ્ન એ ઊભો થાય છે અયોધ્યા જેવી ધાર્મિક નગરીમાં ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળે આવું કેવી રીતે શક્ય થયું? આ તો ચંદનના જંગલમાં રહેતા ઝેરી સાપ જેવું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ લોભથી દેવતાઓની સંપત્તિ ચોરી કરે છે તે ગંભીર પાપનો દોષી છે. તેથી જો ભગવાન રામના ચરણોમાં ચઢાવવામાં આવતા દાનમાં છેતરપિંડી કરવામાં આવી હોય તો તે લાખો ભક્તોની શ્રદ્ધા પર પણ હુમલો છે. સવાલ: શું તમને લાગે છે કે રામ મંદિરમાં નાના વ્યક્તિઓને ફસાવીને મોટો લોકોને બચાવવામાં આવી રહ્યા છે? જવાબ: કોઈ પણ વ્યક્તિ કે સંગઠન પર પુરાવા વિના આરોપ લગાવવો અયોગ્ય છે. જો કે ફક્ત નીચલા સ્તરના વ્યક્તિઓ સામે જ કાર્યવાહી થાય અને મોટા લોકોને સવાલ ન પૂછાય તો સ્વાભાવિક રીતે જ ન્યાય વ્યવસ્થામાં સમાજનો વિશ્વાસ ડગમગવા લાગે છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સત્ય નથી ત્યાં કોઈ ધર્મ નથી એટલે મારી એકમાત્ર અપેક્ષા એ છે કે આ મામલાની તપાસ કોઇ પદ, પ્રભાવ, પ્રતિષ્ઠા અથવા રાજકીય દબાણથી પ્રભાવિત ન હોવી જોઇએ. નિર્દોષનું રક્ષણ થવું જોઈએ અને દોષિત ભલે ગમે તેટલો પ્રભાવશાળી હોય તેને કોર્ટ સમક્ષ જવાબદાર ઠેરવવો જોઈએ. આ ભગવાન શ્રીરામની ગરિમાને અનુરૂપ પણ છે. સવાલ: આ વિવાદથી કરોડો રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. ભક્તોની શ્રદ્ધા અટલ રહે તે માટે તમે ટ્રસ્ટ અને સરકારને શું કહેશો? જવાબ: હું ટ્રસ્ટને કહીશ કે પારદર્શિતાને તમારી તાકાત બનાવો, બોજ નહીં. સત્યને છુપાવવાથી નહીં પરંતુ તેને જાહેર કરવાથી પ્રતિષ્ઠા વધે છે. હું સરકારને કહીશ કે આ ફક્ત કાયદાનો વિષય નથી, પરંતુ લાખો લોકો માટે શ્રદ્ધાનો વિષય પણ છે. તેથી ન્યાય સંપૂર્ણપણે નિષ્પક્ષ, ઝડપી અને નિર્ભય હોવો જોઈએ અને રામ ભક્તોને મારી વિનંતી છે કે ભગવાન શ્રી રામમાં શ્રદ્ધા રાખો, કોઈ વ્યક્તિમાં નહીં. વ્યક્તિઓ ભૂલ કરી શકે છે, પરંતુ ભગવાનનો મહિમા, રામ જન્મભૂમિની પવિત્રતા અને સનાતન ધર્મની ગરિમા ક્યારેય ઓછી થતી નથી. સવાલ: શું રામ મંદિર ટ્રસ્ટનું સમગ્ર માળખું બદલવાની જરૂર છે? જવાબ: મારી વિનંતી વ્યક્તિઓને બદલવાની નથી પરંતુ નિયમો બદલવાની અને સિસ્ટમને સુધારવાની છે. એટલે કે સક્ષમ વ્યક્તિઓને સંચાલન સોંપવું જોઈએ. દેશે અસમર્થ અને અયોગ્ય લોકોને સંચાલન સોંપવાના પરિણામો જોયા છે. કોઈપણ સંસ્થા વ્યક્તિઓથી નહીં પરંતુ તેના સિદ્ધાંતો અને પારદર્શક વ્યવસ્થાને કારણે મહાન બને છે. જો કોઈ વહીવટી કે સિસ્ટમમાં ખામીઓ હોય તો તેનો ઉકેલ હિંમતભેર લાવવો જોઈએ. એક એવી સિસ્ટમ બનવી જોઈએ જેમાં ધાર્મિક નેતાઓનું માર્ગદર્શન હોય, નાણાકીય પારદર્શિતા, નિયમિત ઓડિટ અને જવાબદારી કાયમ માટે નક્કી થાય. રામનું મંદિર સમગ્ર હિન્દુ સમુદાયનું છે; તેથી તેનું સંચાલન પણ આદર્શ રીતે થવું જોઈએ. સવાલ: હવે તમારી માંગ શું છે? જવાબ: કોઇ વ્યક્તિ કે પક્ષ સામે મારી કોઇ માંગ નથી. મારી માંગ ફક્ત ધર્મ અને સત્યના રક્ષણ કરવાની છે. સવાલ: દેશમાં રામ મંદિરના નામે આટલું બધું રાજકારણ રમાય છે, મત માંગવામાં આવે છે તો પછી જ્યારે ચોરી થાય છે ત્યારે રાજકારણીઓ કેમ ચૂપ રહે છે? જવાબ: આ આત્મનિરીક્ષણનો વિષય છે. ભગવાન શ્રી રામ કોઈ પક્ષના નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રના છે. જો રામના નામે જાહેર સમર્થન માગવામાં આવે તો રામ મંદિર સંબંધિત મુદ્દાઓ પર સમાન જવાબદારી અને સંવેદનશીલતા જરૂરી છે. હું કોઈ પક્ષનો સમર્થક નથી અને વિરોધી પણ નથી. હું તો ફક્ત ધાર્મિક સાધક છું. સનાતન ધર્મના આચાર્યો રાજકારણથી ઉપર છે. જો કે રાજકીય પક્ષોએ હિન્દુ સમાજને ઘણા ભાગમાં વહેંચ્યો છે. દરેક પક્ષમાં હિન્દુઓ છે તેથી જો કોઈ મહાત્મા કે આચાર્ય કોઈ રાજકીય પક્ષને ટેકો આપે તો તે અજાણતાં અન્ય હિન્દુઓ સાથે અન્યાય થશે. સવાલ: જો મંદિર ટ્રસ્ટ અથવા મેનેજમેન્ટ દ્વારા દાનના ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા થાય તો ટ્રસ્ટે કયા પગલાં લેવા જોઈએ? જવાબ: શંકાઓનો જવાબ મૌન નહીં પરંતુ પારદર્શિતા છે. ટ્રસ્ટે આગળ વધવું જોઈએ અને બધી વિગતો જાહેર કરવી જોઈએ. સ્વતંત્ર તપાસનું સ્વાગત કરવું જોઈએ અને જો કોઈ ભૂલો હોય તો તેને તાત્કાલિક સુધારવી જોઈએ. સવાલ: શું રામ જન્મભૂમિ ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં શંકરાચાર્યો અથવા દેશની ચાર પીઠોના અગ્રણી સંતોની બનેલી માર્ગદર્શક સમિતિ હોવી જોઈએ? આ બાબતે તમારા શું વિચારો છે? જવાબ: ભારતના મહાન ધાર્મિક સ્થાનો ફક્ત વહીવટી કેન્દ્રો નથી તેઓ લાખો ભક્તોની શ્રદ્ધા અને શાશ્વત પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી અહીંયાં સમયાંતરે ધર્મ, શાસ્ત્રો મુજબ માર્ગદર્શન આપવા માટે દેશની ચાર પીઠોના શંકરાચાર્ય, પાંચ અગ્રણી વૈષ્ણવાચાર્યો, અન્ય માન્ય પ્રતિષ્ઠિત આચાર્યો અને અગ્રણી સંતોની માર્ગદર્શક ધાર્મિક પરિષદ હોવી જોઈએ. સવાલ: શું તમને લાગે છે કે રામ મંદિરના દર્શનનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે? જવાબ: મંદિરો અને તીર્થસ્થાનો ધર્મ અને શ્રદ્ધાના કેન્દ્રો છે. તેમને પર્યટન સ્થળો તરીકે વિકસાવવા જોઈએ નહીં. ધર્મની આડમાં સંપત્તિ એકઠી કરવી અયોગ્ય છે. મંદિર સેવાનું કેન્દ્ર છે, વ્યવસાયનું નહીં. વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે પરંતુ તેનું સ્વરૂપ ધાર્મિક ધોરણો અનુસાર હોવું જોઈએ. સવાલ: મંદિરના દાનમાં પારદર્શિતા જાળવવા માટે કયા નિયમો હોવા જોઈએ? જવાબ: ધર્મમાં શ્રદ્ધા ગુપ્તતા પર નહીં પણ શુદ્ધતા અને પારદર્શિતા પર આધારિત છે. જ્યાં હિસાબ સ્પષ્ટ હોય છે ત્યાં શ્રદ્ધા વધુ મજબૂત બને છે. મારું માનવું છે કે દૈવી સંપત્તિના સંચાલન માટે 5 સિદ્ધાંતો ફરજિયાત હોવા જોઈએ: સવાલ: શાસ્ત્રો અનુસાર મંદિરના દાનનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ? જવાબ: દેવતાઓની પૂજા, વેદ, ગુરુકુળનું રક્ષણ, ગાયનું રક્ષણ, અન્નદાન, દવાખાનાઓ, ધાર્મિક પ્રચાર, સંસ્કૃત શિક્ષણ, વિદ્વાનોનું સન્માન અને જન કલ્યાણમાં ઉપયોગ થવો જોઈએ. મંદિરના ભંડોળનો ઉપયોગ ઘણીવાર બિન-ધાર્મિક પ્રવૃત્તિઓ અથવા અન્ય પ્રોજેક્ટ્સ પર થાય છે જે ભક્તોની શ્રદ્ધા અને શાસ્ત્રોના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય છે. સ્ટોરી ઇનપુટઃ કમલ પરમાર
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત-MPમાંથી 8 આતંકવાદી પકડાયા, રામમંદિર કેસ પર RSSનું પહેલું નિવેદન; વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ સામે સરકારની લાલ આંખ
    Next Article
    Nothing's First Smartphone Gets Its Final Software Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment