Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત-MPમાંથી 8 આતંકવાદી પકડાયા, રામમંદિર કેસ પર RSSનું પહેલું નિવેદન; વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ સામે સરકારની લાલ આંખ

    11 घंटे पहले

    નમસ્તે, ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી હતી. બીજી તરફ વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ સામે સરકારે લાલ આંખ કરી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રામ મંદિર દાન ચોરી કેસમાં RSSએ પહેલીવાર શું નિવેદન આપ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ ₹1 લાખ કરોડના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરશે. 2. દિલ્હીમાં નેશનલ ડ્રોન સમિટ 2026નું આયોજન થશે. તેમાં દેશની પ્રથમ ડ્રોન સહકારી સંસ્થા લોન્ચ કરવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામ મંદિર દાન ચોરી વિવાદમાં પહેલીવાર RSSનું નિવેદન:સંઘે કહ્યું- આ મહાપાપ, જે પણ દોષિત હોય તેને કડક સજા મળે, વિનય કટિયારે કહ્યું- ચંપત, અનિલ મિશ્રા જેલમાં જઈ શકે છે અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે એક નિવેદન આપ્યું હતું. મહાસચિવ દત્તાત્રેય હોસાબાલેએ જણાવ્યું હતું કે રામલલ્લા મંદિરના દાનમાંથી થયેલી રકમની ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આ ઘટનાએ રામ ભક્તોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું હતું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ દરમિયાન જે કોઈ પણ દોષિત જણાય, તેને સજા થવી જોઈએ. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ચાલતી ઇ-રિક્ષાને બંધ કરનારી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ:બદમાશો બ્લૂટૂથ દ્વારા બેટરી બંધ કરી દેતા હતા; જાણો વાઇરલ એપની હકીકત દિલ્હી સહિત ઘણા શહેરોમાં ઈ-રિક્ષા ચાલકો માટે મુશ્કેલી ઊભી કરનાર 'BAT-BMS' સહિતની બે મોબાઈલ એપ્સને કેન્દ્ર સરકારે એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. આઈટી મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી. જોકે, બંને એપ્સ પ્લેસ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં ફરિયાદો મળી હતી કે કેટલાક લોકો આ એપ્સની મદદથી બ્લૂટૂથ દ્વારા ઈ-રિક્ષાની બેટરી સાથે કનેક્ટ થઈ રહ્યા હતા. આ પછી ચાલતી ઈ-રિક્ષાને બંધ કરી દેતા હતા. જેના કારણે ઘણા વાહનો રસ્તાની વચ્ચે અટકી ગયા. આ ઘટનાઓના વીડિયો વાઇરલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર સરકારની લાલ આંખ:બાળ યૌન શોષણવાળી જાહેરાત પર METAને સમન પાઠવ્યું, કહ્યું- 'બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતોને લઈને સરકારે પેરેન્ટ કંપની મેટા (Meta)ને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલય મેટા પાસેથી આ સમગ્ર મામલે જવાબ માંગશે. સાથે જ એ પણ પૂછવામાં આવશે કે, બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતોની દેખરેખ અને રોકથામ માટે કંપનીની શું નીતિઓ અને સુરક્ષા વ્યવસ્થા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. પંજાબ કોંગ્રેસમાં ભંગાણ પડી શકે:ચન્નીની મીટિંગમાં 50 નેતાઓ પહોંચ્યા, બોલ્યા- હાઈકમાન્ડ અધ્યક્ષ વડિંગને હટાવે; એક સાંસદ દિલ્હીમાં શાહને મળ્યા બંગાળની તૃણમૂલ કોંગ્રેસ પછી હવે પંજાબ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ન બનાવવાથી નારાજ પૂર્વ સીએમ અને જલંધરના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ મોરચો ખોલી દીધો છે. તેમણે પોતાના ઘરે મોરિન્ડામાં કોંગ્રેસ નેતાઓ સાથે ઇમરજન્સી મીટિંગ કરી. આમાં 3 વર્તમાન ધારાસભ્યો સહિત 50 નેતાઓ સામેલ થયા. મીટિંગ પછી MLA તૃપ્ત રાજીન્દર બાજવાએ કહ્યું કે બધાએ ચન્નીને કહ્યું કે તેઓ હાઈકમાન્ડ સાથે વાત કરે. તેઓ ઈચ્છે છે કે પંજાબમાં કોંગ્રેસની સરકાર બને. હાઈકમાન્ડ સાથે કોઈ લડાઈ નથી. જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી નારાજગી છે. વડિંગ પ્રધાન મંજૂર નથી. હાઈકમાન્ડ આ નિર્ણય પર પુનર્વિચાર કરે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ:14 મહિનાની પૌત્રીનો તાબૂત પણ રાખવામાં આવ્યો; શ્રદ્ધાંજલિ આપવા આવેલા રાષ્ટ્રપતિ પજશકિયાન રડી પડ્યા ઈરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોની અંતિમ સંસ્કાર વિધિ શરૂ થઈ ગઈ છે. ઈરાની ન્યૂઝ એજન્સી ઈરના અનુસાર, આજે સાંજથી વિધિઓ શરૂ થવાની હતી, પરંતુ વિદેશી મહેમાનોએ વહેલા પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે. તેહરાનના મોસલ્લા પરિસરમાં અલી ખામેની અને તેમના પરિવારના ઘણા સભ્યોના તાબૂત રાખવામાં આવ્યા છે. ભારતીય ધર્મગુરુઓના એક પ્રતિનિધિમંડળે આયતુલ્લાહ અલી ખામેનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા:પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા, તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસી, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન રથયાત્રાના 13 દિવસ પહેલાં જ આજે 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ શખસો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી અને ATSની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATS દ્વારા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હતા અને તમામ બનાસકાંઠા અને પાટણના રહેવાસીઓ હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત રજૂઆતો મળી રહી હતી. સરકાર ખેડૂતોના હિત પ્રત્યે સંવેદનશીલ રહી છેલ્લા લગભગ 12 દિવસથી મેરેથોન બેઠકો યોજી હતી. કેટલીક બેઠકો તો રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી. નિર્ણયની આર્થિક અને વહીવટી અસરો અંગે પણ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આખરે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ અમરનાથ યાત્રા શરૂ; પ્રથમ દિવસે 9 હજાર યાત્રાળુઓ દર્શન કરશે:દર 2 કિલોમીટરે ઓક્સિજન બૂથ, બાલતાલ માર્ગ પર 12 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવાયા છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. બિઝનેસઃ સોનું આજે ₹3,104 વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું:ચાર દિવસમાં કિંમત ₹4,686 હજાર વધી, ચાંદી ₹4,504 મોંઘી થઈને ₹2.33 લાખ/10gm થઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. વિદેશઃ અમેરિકામાં UN હેડક્વાર્ટરની બહાર વ્યક્તિએ પોતાને આગ લગાડી, VIDEO:બૌદ્ધ ભિક્ષુના વેશમાં હતો શખસ, ઘટનાસ્થળેથી ‘ચાઇના આઉટ ઓફ તિબેટ’ લખેલી પત્રિકાઓ મળી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ બોમ્બે હાઈકોર્ટે કહ્યું-પોલીસ વડાપ્રધાન-મુખ્યમંત્રીની નોકર નથી, જનતાની સેવક છે:સરકારનો વિરોધ કરવા પર કેસ કેમ, લોકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ EPFમાં બેઝિકના 12% આપવા હવે જરૂરી નહીં:નવા નિયમમાં ₹1,800ની લિમિટ નક્કી; કર્મચારી-કંપની પોતાની ઈચ્છાથી 12% યોગદાન ચાલુ રાખી શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. વિદેશઃ 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા, VIDEO:તીર્થયાત્રા કરી રહેલાં 9 ભિક્ષુઓનાં કમકમાટીભર્યા મોત, માતા-પિતાની મંજૂરી વિના પિકઅપ ટ્રક લઈને નીકળ્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ આજ ચતુર્થીનું વ્રત:ભગવાન ગણેશ, મહાલક્ષ્મી સાથે કરો શુક્ર ગ્રહની પૂજા; શિવલિંગ પર જળ ચઢાવો, બિલ્વ પત્ર અને ચંદનનો લેપ કરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ AIએ પકડ્યું ₹2 કરોડનું કૌભાંડ છત્તીસગઢના બસ્તરમાં AIની મદદથી ₹2 કરોડનું પગાર કૌભાંડ પકડાયું. ત્રણ કોન્સ્ટેબલોએ સેલરી રેકોર્ડમાં હેરાફેરી કરીને અંદાજે ₹1.5 થી ₹2 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા. AI ઓડિટમાં ગડબડ સામે આવ્યા બાદ તપાસમાં આખો મામલો ખુલી ગયો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ખામેનીની દફનવિધિમાં મોદી નહીં જાય:બિહારના રાજ્યપાલ અને વિદેશ રાજ્યમંત્રીને મોકલવા પાછળનું લોજિક, ભારત પર શું અસર પડશે? ઈરાન સાથેના સંબંધો જળવાશે? 2. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પની પૌત્રી, મસ્કનો પુત્ર, ઝકરબર્ગની પુત્રી; બાળકોને ચાઈનીઝ કેમ શીખવી રહ્યા છે અબજોપતિઓ, ચાઈનીઝ શીખવાથી શું થશે? 3. હુમા કુરૈશીના ભાઈની નાની અમથી વાતમાં ઘાતકી હત્યા:એક્ટ્રેસે ઇરફાન ખાનના દીકરાને ફડાકા મારવાની વાત કરી, પ્રેમી સાથેનો કિસિંગ વીડિયો વાઇરલ થયો 4. સ્પીચ આપવામાં રીલ મેડમે ચીટિંગ કરી, પકડાઈ ગયાં:લીલાં નારિયેળની ટ્રક પલટતાં ગોધરાવાળા આઉટ ઓફ કન્ટ્રોલ, નડિયાદના નેતાઓએ સમોસાં ઝાપટવા જબરી ઉતાવળ કરી 5. અમદાવાદના યુવકને દુર્લભ બિમારી:માસીની દીકરી સાથે લગ્ન કર્યા, પરિણામ- દીકરાને જેનેટિક બીમારી; બધાં હાડકાં વાંકાં થયાં, સારવારમાં વર્ષે 4 કરોડનો ખર્ચ 6. કડીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાતથી સવાર સુધીમાં 9 ઈંચ વરસાદ:સોસાયટીઓમાં પાણી ભરાયા, ત્રણેય અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બન્યા; ન.પા પ્રમુખે કહ્યું - લોકોની બેદરકારીથી પાણી ભરાયા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ રાશિના લોકો માટે રોકાણ ફળદાયી રહેશે, વૃશ્ચિક સહિત પાંચ રાશિના જાતકોનો દિવસ ટનાટન (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Argentina vs Cape Verde Live Updates, FIFA World Cup 2026: Scores level at 1-1 after 80 mins
    Next Article
    'અયોધ્યામાં જે થયું તે અયોગ્ય લોકોને સોંપાયેલા કામનું પરિણામ':દાન ચોરી મામલે દ્વારકાના શંકરાચાર્યનો રોષ, કહ્યું- સરકાર, નેતાઓ રામ મંદિરને માને છે પર્યટન સ્થળ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment