Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી માહિતી કચેરીના બે કર્મચારીઓ નિવૃત્ત થયા:ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં સન્માન કરાયું

    एक दिन पहले

    અમરેલી જિલ્લા માહિતી કચેરીના બે કર્મચારીઓ ભૂપત પાથર અને મનસુખ રાઠોડનો વયનિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અમરેલીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો, જેમાં કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય સમારોહ પાથર અને રાઠોડ પરિવાર દ્વારા આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મહુવાના પૂ. સંત ગુણાતીત જીવન સ્વામીજી, અમરેલીના કોઠારી સંત સાધુચરિતદાસ સ્વામીજી અને સાંસદ ભરત સુતરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયાએ નિવૃત્ત થતા કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી. ભૂપત પાથરે માહિતી વિભાગમાં ફિલ્મ ઓપરેટર તરીકે 34 વર્ષ સુધી વિવિધ જિલ્લાઓમાં સેવા આપી હતી. મનસુખ રાઠોડે સેવક તરીકે 33 વર્ષ સુધી નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવી હતી. આ બંને કર્મચારીઓની લાંબી અને સમર્પિત સેવાને યાદ કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા ચાર વર્ષથી માહિતી વિભાગના કર્મચારીઓને નજીકથી કામ કરતા જોયા છે. તેમણે ઉમેર્યું કે, કોઈપણ સરકારી કાર્યક્રમમાં માહિતી વિભાગની ટીમ વહેલી સવારથી મોડી રાત સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કર્મચારીઓ માટે 'કર્મયોગી' શબ્દનો પ્રયોગ કર્યો છે. ભૂપત પાથર અને મનસુખ રાઠોડે પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પિત સેવાથી આ શબ્દની ગરિમા જાળવી રાખી છે. મંત્રી વેકરીયાએ વધુમાં કહ્યું કે, નિવૃત્તિ એ કાર્યનો અંત નથી, પરંતુ જીવનની નવી અને સુંદર શરૂઆત છે. તેમણે બંને નિવૃત્ત કર્મચારીઓને ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાંસદ ભરત સુતરીયાએ માહિતી વિભાગને સરકાર અને જનતા વચ્ચે સેતુરૂપ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આપત્તિની પરિસ્થિતિમાં કે સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં માહિતી વિભાગ સતત કાર્યરત રહે છે. સાંસદ સુતરીયાએ બંને કર્મચારીઓની લાંબી અને સમર્પિત સેવાઓને બિરદાવી તેમને નિવૃત્તિ બદલ શુભેચ્છાઓ આપી હતી. રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેષ મોડાસિયાએ બંને કર્મચારી કામગીરીને બિરદાવતાં જણાવ્યું વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન માહિતી વિભાગ અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી કરે છે. મોટા કાર્યક્રમોમા ભૂપતભાઈ પાથરને જ્યારે પણ જવાબદારી સોંપવામાં આવતી ત્યારે તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી સંભાળી લેતા અને કોઈપણ પડકારજનક પરિસ્થિતિમાં પોતાના અનુભવના આધારે યોગ્ય માર્ગ કાઢીને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરતા. તેમણે બંને કર્મચારીઓને વયનિવૃત્તિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારોહ દરમિયાન પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર, રાજકોટ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, પૂર્વ નાયબ માહિતી નિયામક નિરાલા જોષી તથા પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવે પણ ભૂપતભાઈ પાથર સાથેની કામગીરીના સંસ્મરણો વાગોળ્યાં હતા. તેમણે બંને કર્મચારીઓની નિષ્ઠા, સમયપાલન, કાર્યકુશળતા અને સહકારની ભાવનાને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    દમણ કોસ્ટલ હાઈવે પર કન્ટેનર ડ્રેનેજ ખાડામાં ફસાયું:પાતલિયા-ભેંસલોર માર્ગે ટ્રાફિક ખોરવાયો, સદનસીબે જાનહાનિ ટળી
    Next Article
    નોબેલ પ્રાઈઝ વિજેતા વેંકી વેંકટરામન કી નોટ સ્પીકર:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8થી 10 જુલાઈ આંતરરાષ્ટ્રીય 'રસાયણ-23' યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment