Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોબેલ પ્રાઈઝ વિજેતા વેંકી વેંકટરામન કી નોટ સ્પીકર:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8થી 10 જુલાઈ આંતરરાષ્ટ્રીય 'રસાયણ-23' યોજાશે

    1 day ago

    રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન અને ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે 8થી 10 જુલાઈ દરમિયાન "સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી" વિષય પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ 'રસાયણ-23'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાઇબોઝોમની રચના અને કાર્ય અંગેના સંશોધન માટે વર્ષ 2009 માં રસાયણશાસ્ત્ર માટેનું નોબલ પ્રાઈઝ મેળવી ચૂકેલા વેંકી વેંકટરામન કી નોટ સ્પીકર તરીકે માર્ગદર્શન આપશે. કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, હાઇબ્રિડ સ્વરૂપે યોજાનારા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિવિધ આધુનિક વૈજ્ઞાનિક વિષયો પર વ્યાખ્યાનો, સંશોધનપત્રો, પોસ્ટર પ્રેઝન્ટેશન અને યુવા સંશોધકો માટે ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ આ પરિસંવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતને વૈશ્વિક વૈજ્ઞાનિક ક્ષેત્રે નવી ઓળખ અપાવશે. સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ, ગેરહાજર કર્મચારી મુદ્દે તાકીદ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડૉ. મોનાલી માકડીયાએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ઇમરજન્સી વોર્ડમાં દર્દીને સ્ટ્રેચર માટે સર્વન્ટ કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવતા એજન્સીના એચઆરને તાત્કાલિક કર્મચારી ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ હતી. સાથે જ સ્વચ્છતા, સ્ટાફની હાજરી અને હોસ્પિટલની માળખાકીય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન હોસ્પિટલ બહાર સૂતા એક દર્દીને માનવતાના ધોરણે ફરી દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. રૂડાની 182મી બોર્ડ બેઠક મળી : આણંદપર - સોખડા TP બનાવવાનો ઇરાદો જાહેર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની 182મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં બેડી અને આણંદપર-સોખડા વિસ્તારની નગર રચના યોજનામાં સુધારા તેમજ નવી ટીપી સ્કીમ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત તરઘડીથી બાઘી ગામ સુધીના આશરે 2.50 કિમી રોડનું રૂ. 6.84 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. કોઠારીયા રોડ પર વિવાદિત જમીન પરથી ઝૂંપડાંના દબાણ દૂર રાજકોટના કોઠારીયા રોડ પર સિંદુરીયા ખાણ નજીક આવેલી કાનૂની વિવાદગ્રસ્ત જમીન પરથી કોર્ટના આદેશ મુજબ કોર્ટ કમિશ્નરની હાજરીમાં વહીવટી તંત્રએ આશરે 15થી 20 ઝૂંપડાંના દબાણ દૂર કર્યા હતા. કાર્યવાહી દરમિયાન દક્ષિણ મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જમીન અંગે સરકાર અને ખાનગી માલિક વચ્ચે લાંબા સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી માહિતી કચેરીના બે કર્મચારીઓ નિવૃત્ત થયા:ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં સન્માન કરાયું
    Next Article
    Murakami breaks his own mold with ‘The Tale of KAHO’ — his first novel with a female lead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment