Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારની જાહેરાત બાદ પણ જેતપર ખેડૂત આંદોલન યથાવત્:વીજપોલ-કોરિડોર વળતર મુદ્દે સરકાર તરફથી પરિપત્ર ન મળે ત્યાં સુધી પ્રતિક્રિયા આપવાનો આંદોલનકારીઓનો ઇનકાર

    3 days ago

    મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વીજપોલ અને કોરિડોરના વળતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સરકારની જાહેરાત બાદ પણ જેતપર ખેડૂત આંદોલન યથાવત્ રહેશે. સરકારની જાહેરાત બાબતે હાલમાં પ્રતિક્રિયા આપવાનો આંદોલનકારીઓ તથા તેની સમિતિએ ઇનકાર કર્યો છે. અત્રે ઉલ્લેખની સાથે મોરબી જેતપર ગામે આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનકારીઓ દ્વારા પોતાની 6 માંગણીઓ સરકારને લેખિતમાં 11 દિવસ પહેલા મોકલાવી દેવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી માંગણીઓ બાબતે સરકાર શું કરવા માંગે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને આજે પત્રકાર પરિષદ કરીને જે નવી વળતર માટેની નીતિ જાહેર કરવામાં આવી છે તે બાબતે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા આંદોલનકારીઓ કે તેઓની સમિતિ સાથે કરવામાં આવી નથી. જે જાહેરાતો કરવામાં આવી છે તે અંગેની પૂરતી માહિતી પણ મોરબીના જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતો કે તેઓની સમિતિ પાસે નથી જેથી તેમના દ્વારા સરકાર તરફથી વળતર બાબતની જે જાહેરાત કરવામાં આવી છે તેનો લેટર કે પરિપત્ર તેઓને ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની ના પાડવામાં આવી છે. જોકે, ખેડૂતોએ જે પ્રકારની માંગણી સરકાર પાસે કરી હતી તે મુજબનું જો વળતર આપવાની સરકારે જાહેરાત કરી નહીં હોય તો કદાચ આંદોલન આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી. સરકારે આજે નવી જાહેરાત કરી છે તે મુજબ, ખેડૂતોને પ્રતિ વીજપોલ દીઠ અગાઉ મળતા રૂ. 6.11 લાખના બદલે હવે રૂ. 27.02 લાખનું વળતર મળશે. તેવી જ રીતે, કોરિડોર માટે અગાઉ રૂ. 12.74 લાખ મળતા હતા, જે હવે વધીને રૂ. 37.25 લાખ થશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે, આ વળતર ટુકડે ટુકડે નહીં, પરંતુ કામ શરૂ કરતા પહેલા એકસાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણય મોરબીના જેતપર ગામે છેલ્લા 16 દિવસથી ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતા વળતર માટે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસરરૂપે લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને ખેડૂતોમાં વળતર બાબતે અસંતોષ હતો. આ અસંતોષને કારણે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં જેતપર ગામે 18 જૂનથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થયું હતું. જોકે, આ જાહેરાતથી આંદોલનકારી ખેડૂતો સંતુષ્ટ છે કે કેમ તે અંગે હજુ સુધી તેમની કે તેમની સમિતિ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે જો ખેડૂતોને આ જાહેરાતથી અસંતોષ હોય તો તેઓ કાયદાકીય રીતે કોર્ટમાં જઈ શકે છે. વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો, બજારભાવથી બમણા ભાવ ચૂકવાશે રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. આ મામલે ખેડૂતોમાં અસંતોષ વધતો જોઈને રાજ્ય સરકારે એક મોટો સુધારો કર્યો છે. હવે જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના માર્કેટ રેટના બમણા ભાવ ચૂકવવામાં આવશે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    વલસાડની નાની ખત્રીવાડમાં કમર સુધી પાણી ભરાયા:દુકાનોમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન, સ્લેબ હટાવવા રજૂઆત
    Next Article
    Man Takes Parents To Amazon Office In Bengaluru, Heartwarming Video Wins Hearts Online

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment