Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા:શહેરાના મંદિરે આગેવાનો સાથે પૂજા કરી, ભૂપેન્દ્ર પટેલના ખેડૂતલક્ષી નિર્ણયને આવકાર્યો

    1 day ago

    પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા ઐતિહાસિક મરડેશ્વર મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓએ દર્શન કર્યા હતા. તેમણે ભગવાન મહાદેવના દર્શન-પૂજન કરી રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વીજપોલ મુદ્દે જમીનના વળતરના નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ જો ત્યાં વીજ લાઇનનું કામ હજુ પ્રગતિમાં હોય, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો લાભ આપવામાં આવશે. રાજ્યના મંત્રી અને પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્માએ આ નિર્ણયને આવકારી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખેડૂતોના હિતમાં છે અને તેનાથી લાખો ખેડૂતોને આર્થિક ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    સગીર ભાણી પર દુષ્કર્મ આચરનાર મામાને આજીવન કેદ:પીડિતા 21 અઠવાડિયાની ગર્ભવતી હતી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ચુકાદો
    Next Article
    Europe's Deadly Heatwave: Why The World Is Warming At Different Speeds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment