Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય

    8 hours ago

    રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો તરફથી સતત રજૂઆતો મળી રહી હતી. સરકાર ખેડૂતોના હિત પ્રત્યે સંવેદનશીલ રહી છેલ્લા લગભગ 12 દિવસથી મેરેથોન બેઠકો યોજી હતી. કેટલીક બેઠકો તો રાત્રે 12 વાગ્યા સુધી ચાલી હતી. નિર્ણયની આર્થિક અને વહીવટી અસરો અંગે પણ વિસ્તૃત ચર્ચા કર્યા બાદ આખરે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઈન કે વીજ પોલ માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું. પરંતુ હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજારભાવ નક્કી કરવા માટે MRC (માર્કેટ રેટ કમિટી) ની રચના કરવામાં આવશે. આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટરનો સમાવેશ કરવામાં આવશે. સરકારે ખેડૂતોને વધુ લાભ મળે તે માટે પાયાના વિસ્તારની ગણતરીમાં વધારાનો એક મીટર વિસ્તાર પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અગાઉ 40-40-20ના હપ્તાવાર રેશિયોમાં આપવામાં આવતું વળતર હવે એકસાથે અગાઉથી જ ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને રાહ જોવી ન પડે. વળતરના નવા ધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બજારભાવના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા વળતર ચૂકવવામાં આવશે. સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે જેમને જૂના નિયમો મુજબ વળતર મળ્યું છે પરંતુ વીજ લાઈનનું કામ હજુ ચાલુ છે, તેઓને પણ નવા નિયમોનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યભરના હજારો અસરગ્રસ્ત ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે અને લાંબા સમયથી ચાલી રહેલી વળતરની માંગણીનો અંત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વળતર અંગે સરકારની સ્પષ્ટતા: બજારભાવ કેવી રીતે નક્કી થશે? પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે જમીનના બજારભાવનો અર્થ જમીનની વાસ્તવિક બજાર કિંમત છે. જો જમીન ખેતીલાયક હશે તો તે વિસ્તારની ખેતીલાયક જમીનના વર્તમાન બજારભાવને આધારે વળતર નક્કી કરવામાં આવશે. હેતુ ખેડૂતોને વાસ્તવિક મૂલ્ય મુજબ યોગ્ય વળતર આપવાનો છે. MRCમાં ભાવ નક્કી નહીં થાય તો અપીલ ક્યાં થશે? મંત્રીએ જણાવ્યું કે માર્કેટ રેટ કમિટી (MRC) જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાશે. તેમાં ભારત સરકારના ત્રણ રજિસ્ટર્ડ વેલ્યુઅર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. તમામ પક્ષો સામસામે ચર્ચા કરીને બજારભાવ નક્કી કરશે, જેથી વિવાદ અને અપીલની શક્યતા ખૂબ ઓછી રહેશે. જો તેમ છતાં કોઈ ખેડૂતને વળતર અપૂરતું લાગે તો તેને કોર્ટ અથવા સિવિલ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર રહેશે. જોકે સરકારનો વિશ્વાસ છે કે નવા માપદંડ હેઠળ નક્કી થતું વળતર ખેડૂતોને સંતોષકારક રહેશે. અન્ય રાજ્યો કરતાં વધુ લાભદાયી નિર્ણયનો દાવો જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતોના હિતમાં સૌથી વધુ લાભદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાનો છે. જૂના વિવાદોનું શું થશે? વીજ લાઈનના વળતર સંબંધિત અગાઉથી ચાલી રહેલા વિવાદો અંગે મંત્રીએ જણાવ્યું કે સરકાર આ મુદ્દે વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં વિગતવાર ગાઈડલાઈન તૈયાર કરીને સરકારના ઠરાવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે. મુદ્દો અને ખેડૂતોના વિરોધનું કારણ સમજો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના સીમ વિસ્તારમાંથી હાઇ ટેન્શન લાઇન પસાર થઇ રહી છે. જેના માટે ખેડૂતોની જમીનમાં મોટા વીજ પોલ નાખવા પડે તેમ છે. જેના વળતરરૂપે ખેડૂતોને દર ચોરસ મીટર દીઠ 382 રૂપિયા આપવાનું નક્કી થયું છે.
    Click here to Read More
    Previous Article
    7.7 ઇંચ વરસાદથી વલસાડ તાલુકામાં જનજીવન પ્રભાવિત:વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળા-કોલેજોમાં એક દિવસની રજા, NDRF-SDRF તૈનાત
    Next Article
    क्यों चुप हैं कार कंपनियाँ, E20 से कार डैमेज हो रहे हैं या नहीं? क्या लोग पैसे लेकर बोल रहे हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment