Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7.7 ઇંચ વરસાદથી વલસાડ તાલુકામાં જનજીવન પ્રભાવિત:વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની શાળા-કોલેજોમાં એક દિવસની રજા, NDRF-SDRF તૈનાત

    9 hours ago

    વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 6 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શુક્રવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 10 કલાકમાં જ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 196 મિમિ (આશરે 7.7 ઇંચ) વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. તાલુકાવાર વરસાદના આંકડા શાળા-કોલેજોમાં રજા અને NDRF-SDRF તૈનાત ડિઝાસ્ટર મામલતદાર હકુભા ફાકલોતકરના જણાવ્યા મુજબ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો છે. વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળા-કોલેજોમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા તકેદારીના ભાગરૂપે વલસાડ ખાતે NDRFની ટીમ તૈનાત કરાઈ છે.વાપી ખાતે SDRFની ટીમ એલર્ટ પર રાખવામાં આવી છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તમામ સંવેદનશીલ વિસ્તારો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 3 સ્ટેટ હાઈવે અને 36 ગ્રામ્ય રસ્તા બંધ ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાતાં અનેક માર્ગો પર ઓવરટોપિંગ (પાણી ફરી વળવાની) ની સમસ્યા સર્જાઈ છે. સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયેલા મુખ્ય માર્ગોમાં વલસાડ-ગુંદલાવ-ખેરગામ-આછવણી માર્ગ અને પારડી-વેલપરવા-આમલી-તરમાલિયા માર્ગ છે. ઉમરસાડી-દેસાઈવાડ માર્ગ આ 3 સ્ટેટ હાઈવે ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના અન્ય 36 રસ્તાઓ પણ બંધ કરી દેવાયા છે. પાણીમાં ડૂબી ગયેલા કોઝવે પર વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે અને અકસ્માત નિવારવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉમરગામમાં વીજ કરંટથી ભેંસનું મોત ઉમરગામ તાલુકાના પળગામ ગામે ઘાસ ચરવા ગયેલી એક ભેંસનું લાઈવ વીજ વાયરના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)એ શોર્ટ સર્કિટ કે વધુ હોનારત રોકવા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અન્ય વિસ્તારોમાં થયેલા નુકસાનના અહેવાલો મેળવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામને બાળ યૌન શોષણવાળી જાહેરાત પર સમન:META સામે સરકાર આકરા પાણીએ, કેન્દ્રીય IT મંત્રીએ કહ્યું- 'બાળકો વિરુદ્ધનું કન્ટેન્ટ સહન નહીં થાય'
    Next Article
    વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment