Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ-ઉકાઈમાં ભારે વરસાદ:કપડબંધ, શ્રાવણિયા-આમઠવા-સેલઝર માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ

    1 day ago

    દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે. સોનગઢ અને ઉકાઈ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સોનગઢમાં 11 મીમી અને ઉકાઈમાં 20 મીમી વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક નદીઓ અને કોતરોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સાર્વત્રિક વરસાદને કારણે ઉકાઈ જળાશયમાં પાણીની નવી આવક થઈ છે. ડેમની જળસપાટી 308 ફૂટને વટાવી ગઈ છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હાલમાં ડેમમાંથી 800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે. ભારે વરસાદને કારણે સોનગઢના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બે મુખ્ય એપ્રોચ રોડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કપડબંધ એપ્રોચ રોડ પર પાણી ફરી વળતા તેને બંધ કરાયો છે. આ ઉપરાંત, શ્રાવણિયા-આમઠવા-સેલઝરને જોડતો એપ્રોચ માર્ગ પણ પાણીમાં ગરકાવ થતાં ત્યાંથી વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. સોનગઢ માર્ગ અને મકાન વિભાગ તેમજ મામલતદાર કચેરી દ્વારા આ બંને પ્રભાવિત રસ્તાઓ પરથી પસાર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, પાણી ભરાયેલા નાળા, પુલ કે રસ્તાઓ ઓળંગવાનું જોખમ ન લેવું. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે વહીવટી સ્ટાફ પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય:વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં ઐતિહાસિક વધારો, હવે બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત
    Next Article
    જીલ્લા પંચાયતની જુદી-જુદી 9 કમિટીઓને નામો જાહેર:થોડા દિવસો પછી ચેરમેન તથા વાઈસ ચેરમેનના નામો જાહેર કરાશે, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment