Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 'વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા' શરૂ:સ્વચ્છતાના આધારે વોર્ડોને રેન્કિંગ મળશે, શ્રેષ્ઠ કામગીરી કરનાર સન્માનિત

    12 hours ago

    મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે 'વિઝીબલ ક્લિનનેસ સ્પર્ધા'નું આયોજન કર્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ શહેરના તમામ વોર્ડોમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. આ સ્પર્ધાના ભાગરૂપે, આજે વોર્ડ નંબર 9 અને 11ની મુલાકાત લેવામાં આવી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, સફાઈ વ્યવસ્થા, કચરાનો યોગ્ય નિકાલ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને એકંદર દૃશ્યમાન સ્વચ્છતાના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. મહાનગરપાલિકા શહેરના તમામ વોર્ડોમાં ફરજ બજાવતા SSI અને સફાઈ ટીમોને ઉત્તમ કામગીરી માટે પ્રોત્સાહિત કરવા દરેક વોર્ડને કામગીરીના આધારે રેન્કિંગ આપશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર વોર્ડોને સન્માનિત કરવામાં આવશે, જેથી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવના વધુ મજબૂત બને. મોરબી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પણ કચરાનું યોગ્ય વિભાજન કરવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અને શહેરને સ્વચ્છ તથા સુંદર રાખવાના અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોગસ તબીબ ઝડપાયો:સુરેન્દ્રનગર SOGએ નાની કઠેચીમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનારને પકડ્યો
    Next Article
    મોરબીમાં ફૂડ શાખાનું મેગા ચેકિંગ:56 પેઢી તપાસી, 43ને નોટિસ; વાસી ખાદ્ય પદાર્થોનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment