Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ ચતુર્થીનું વ્રત:ભગવાન ગણેશ, મહાલક્ષ્મી સાથે કરો અને શુક્ર ગ્રહની પૂજા; શિવલિંગ પર જળ ચઢાવો, બિલ્વ પત્ર અને ચંદનનો લેપ કરો

    3 days ago

    આજે જેઠ કૃષ્ણ પક્ષની ચતુર્થી છે, આ તિથિ પર ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે વ્રત કરવામાં આવે છે. શુક્રવારે ચતુર્થી તિથિ હોવાથી તેનું મહત્વ વધુ વધી ગયું છે. આજે ગણપતિની સાથે જ મહાલક્ષ્મી અને શુક્ર ગ્રહની પૂજાનો શુભ યોગ બની રહ્યો છે. શુક્ર ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર જળ-દૂધ ચઢાવો. ચંદનનો લેપ કરીને બિલ્વ પત્ર અને ફૂલોથી શૃંગાર કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, શુક્રવારનો કારક ગ્રહ શુક્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તેથી આજે ગણેશજીની સાથે મહાલક્ષ્મી અને શુક્ર ગ્રહની પૂજા કરવી જોઈએ. ગણેશજીના 12 નામ મંત્રોનો જાપ કરો ગણેશ પૂજનમાં ભગવાનના 12 નામવાળા મંત્રોનો જાપ કરશો તો પૂજા જલ્દી સફળ થઈ શકે છે. ૐ ગણાધિપતયૈ નમ:, ૐ ઉમાપુત્રાય નમ:, ૐ વિઘ્નવિનાશનાય નમ:, ૐ વિનાયકાય નમ:, ૐ ઈશપુત્રાય નમ:, ૐ સર્વસિદ્ધિપ્રદાય નમ:, ૐ એકદંતાય નમ:, ૐ ઇભવક્ત્રાય નમ:, ૐ મૂષકવાહનાય નમ:, ૐ કુમારગુરવે નમ:। મહાલક્ષ્મીની પૂજા વિધિ મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા એકસાથે કરવી જોઈએ. વિષ્ણુ-લક્ષ્મીની પ્રતિમાનો અભિષેક કરો. વસ્ત્રો અર્પણ કરો, હાર-ફૂલથી શૃંગાર કરો. તુલસી સાથે મીઠાઈનો ભોગ લગાવો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો. પૂજામાં વિષ્ણુજીના મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ મહાલક્ષ્મ્યૈ નમો નમ: મંત્રનો જાપ કરો. શુક્ર ગ્રહ માટે દૂધનું દાન કરો શુક્ર ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. તેથી શિવલિંગ પર જળ-દૂધ ચઢાવો. સફેદ ફૂલોથી શણગાર કરો. બિલ્વપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ પણ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો. શુક્ર ગ્રહના મંત્ર 'ૐ શુક્રાય નમ:' નો જાપ કરો. પૂજા પછી દૂધનું દાન કરો. પં. શર્માના મતે, જે લોકોની કુંડળીમાં શુક્ર સંબંધિત દોષ હોય, તેમણે દર શુક્રવારે શિવજીની પૂજા કરવી જોઈએ, આમ કરવાથી કુંડળીના દોષ શાંત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ICAI CA Foundation May Result 2026 LIVE: How to check results at caresults.icai.org?
    Next Article
    ગોત્રીમાં બે ફ્લેટમાં ફાયરિંગ, બંને ઘરમાંથી કારતૂસ મળ્યા:ગોળીબારથી પોલીસ દોડતી થઈ, જાળી-કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ ગોળી, VIDEO

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment