Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ:સિદ્ધિ સરોવરમાં યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકા

    15 hours ago

    પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવર ખાતે આજે સવારે એક ચકચારી ઘટના સામે આવી છે. સરોવરના કિનારે એક બિનવારસી એક્ટિવા અને તેની ડિકીમાંથી મોબાઈલ ફોન મળી આવતા, કોઈ યુવાને તળાવમાં ઝંપલાવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકો અને નગરપાલિકાની ટીમની પ્રાથમિક માહિતીના આધારે પાટણ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાટણ શહેરમાં રહેતા પટ્ટણી સમાજનો એક 35 વર્ષીય યુવાન સવારે પોતાના ઘરેથી નીકળ્યા બાદ સિદ્ધિ સરોવર ખાતે પહોંચ્યો હતો. તેણે સરોવર કિનારે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું અને મોબાઈલ ફોન ડિકીમાં મૂકીને તળાવમાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમે બોટ અને રીંગ સાથે સવારે 8 વાગ્યાથી જ તળાવમાં તરવૈયાઓ ઉતાર્યા હતા. બપોરના 12 વાગ્યા સુધી સતત 4 કલાક સુધી તળાવના ઊંડા પાણીમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી હતી, પરંતુ યુવાનનો કોઈ પત્તો નથી મળ્યો
    Click here to Read More
    Previous Article
    વાંચ ગામે ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો:બાઈક, એક્ટિવા પર આવેલા 4 શખસે પૈસાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો, પ્રતિકાર કરતા સોનાની ચેન લઈ ફરાર, કર્મચારી લોહીલુહાણ
    Next Article
    Bihar Board BSEB extends class 11 spot admission, apply at exam.biharboardonline.org

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment