Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની ડેલિગેશન પર ઇઝરાયલી હુમલાનો અમેરિકાને ભય:અમેરિકાએ ઈરાનને આપ્યું હુમલાનું એલર્ટ; પાકિસ્તાને ફાઈટર જેટની સુરક્ષા વચ્ચે ઈરાની ડેલિગેશનને રોડ માર્ગે તેહરાન પહોંચાડ્યાં

    1 day ago

    અમેરિકા-ઈરાન વચ્ચે એપ્રિલમાં શરૂ થયેલી વાતચીત દરમિયાન અમેરિકાને ડર હતો કે ઇઝરાયલ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફને ટાર્ગેટ કરી શકે છે. આ જ કારણોસર અમેરિકાએ મિડલ-ઈસ્ટના કેટલાક સહયોગી દેશો દ્વારા તેહરાનને એલર્ટ રહેવાનો મેસેજ મોકલ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકાને ડર હતો કે જો બંને વાર્તાકારોની હત્યા થઈ તો યુદ્ધવિરામ અને શાંતિ પ્રક્રિયા તૂટી જશે. તે સમયે ટ્રમ્પ પ્રશાસન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં યોજાનારી એક બેઠક પહેલા પણ ઈરાનને હુમલાનો ખતરો હતો. આ જ કારણે પાકિસ્તાને ઈરાની પ્રતિનિધિમંડળના વિમાનને ફાઈટર જેટની સુરક્ષામાં ઈસ્લામાબાદ સુધી પહોંચાડ્યું. પાછા ફરતી વખતે પણ સુરક્ષા એલર્ટ મળતા વિમાનનું મશહદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને ડેલિગેશન રોડ માર્ગે તેહરાન પહોંચ્યું. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. અમેરિકા-ઈરાન વચ્ચે આગામી વાટાઘાટો ખામેનીના અંતિમ સંસ્કાર પછી: દોહામાં થયેલી વાતચીત બાદ કતરે જણાવ્યું કે બંને પક્ષો પૂર્વ સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર પછી જલ્દી આગામી તબક્કાની વાટાઘાટો કરશે. 2. UN પહોંચ્યો ઈરાન-ઈઝરાયલ વિવાદ: ઈરાને ઈઝરાયલ પર સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને ધમકી આપવાનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી. 3. ઈરાન હાઈ એલર્ટ પર, 2 કરોડ લોકો પહોંચવાનો દાવો: ઈરાને ખામેનીના અંતિમ સંસ્કાર પહેલા સેનાની તૈનાતી વધારી. કાર્યક્રમમાં 30 દેશોના પ્રતિનિધિઓ અને લગભગ 2 કરોડ લોકો સામેલ થશે. 4. હોર્મુઝ પર ઈરાનની અમેરિકાને ચેતવણી: ઈરાને કહ્યું છે કે હોર્મુઝ અમારો વિસ્તાર છે, અમેરિકી દખલગીરી સહન નહીં કરીએ. તમામ જહાજોને નિર્ધારિત દરિયાઈ માર્ગ અપનાવવા જણાવ્યું. 5. ઈરાને IAEAને પરમાણુ ઠેકાણાઓની તપાસ કરતા રોક્યા: ઈરાને કહ્યું છે કે ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સાઇટ્સ પર IAEAના નિરીક્ષકોને પ્રવેશ મળશે નહીં. ઈરાન પીસ ડીલ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Ronaldo in tears, pays tribute to Diogo Jota after Portugal’s win over Croatia
    Next Article
    Editor's View: ટ્રમ્પના કબાડા અને કરોડોની કમાણી:વ્હાઇટ હાઉસમાં ક્રિપ્ટો ગેમ, રાષ્ટ્રપતિ માલામાલ, લાખો ભારતીયો માટે અમેરિકાથી ખુશખબર, ડોલરિયા સપના વચ્ચેનો અવરોધ દૂર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment