Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: હોર્મુઝમાં ભારતીય જહાજો પર અંધાધૂંધ ફાયરિંગ:મોદી સરકાર એક્શનમાં, અમેરિકાએ ઇરાનનાં શિપને કબજામાં લીધું, દુનિયામાં સપ્લાય ચેઇન ઠપ થવાનો ખતરો

    11 hours ago

    દુનિયાનું 20-22% ઓઇલ જ્યાંથી સપ્લાય થાય છે, એ હોર્મુઝનો દરિયો અત્યારે ઉકળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, હવે ભારત પણ એની રડારમાં આવી ગયું છે. બે દિવસમાં ઈરાની ગનબોટ્સે બે ભારતીય જહાજ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તરફ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા જહાજ ટોસ્કાના એન્જિન રૂમ પર ગોળીઓ વરસાવીને દરિયામાં ઊભું રાખી દીધું છે. ચીનથી આવતાં આ જહાજને અમેરિકન નેવીએ મધદરિયે રોકી દીધું છે. આ સ્થિતિમાં આવતીકાલની ઇસ્લામાબાદ શાંતિમંત્રણા પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. અને ઈઝરાયેલ લેબનોનનાં 55 ગામ ગળી ગયું છે. એવામાં ઈરાને ઘાતક ખૈબર-શેકન મિસાઈલો તેલ અવીવ તરફ તાકી દીધી. આજે આપણે યુદ્ધમાં ગ્લોબલ ગેમના ગેમ્બલની વાત કરીએ... નમસ્કાર... દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી હવે માત્ર ઓપરેશન નથી રહી, પણ તે એક કાયમી જીઓગ્રાફિકલ ચેન્જ બાજુ આગળ વધી રહી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDFએ 20 એપ્રિલની સવાર સુધીમાં જે ડેટા જાહેર કર્યો છે તે ચોંકાવનારા છે. ઈઝરાયેલ હવે લેબનોનની સરહદની અંદર 5 થી 10 કિલોમીટરની એક ફોરવર્ડ ડિફેન્સ લાઈન નામની સિક્યોરિટી લાઈન બનાવી કરી રહ્યું છે. આ લાઈનનો મતલબ એ છે કે ઈઝરાયેલ હવે માત્ર સરહદની રક્ષા નથી કરી રહ્યું, પણ લેબનોનની જમીન પર પોતાનો દાવો ઠોકીને પોતાનું ડોમિનન્સ વધારીને બફર ઝોન બનાવી રહ્યું છે. ઈઝરાયલનો લેબનોનના ગામો પર કબજો પણ સવાલ થાય કે ઈઝરાયલ આવું કેમ કરી રહ્યું છે? તો જવાબ છે હિઝબુલ્લાહનો ખાત્મો... હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરના ભાગો પર સતત ડ્રોન અને રોકેટના મારા ચલાવી રહ્યું છે. જેના કારણે તે વધુ આક્રામક થયું છે. ઈઝરાયેલની 5 બ્રિગેડે નેવીની મદદથી લેબનોનના 55 ગામો પર કબજો કરી લીધો છે. આ જ વાત હિઝબુલ્લાહ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના 1,800થી વધુ લડવૈયાઓને પતાવી દીધા છે અને પ્રોક્સી ગ્રુપને પતાવવા મેદાને છે. હિઝબુલ્લાહની હથિયાર સપ્લાય પર ફટકો આમાં સૌથી મોટી વાત એ છે કે ઈઝરાયેલનો ટાર્ગેટ ખાલી હિઝબુલ્લાહના લડવૈયાઓ નથી, પણ સ્મગલિંગ પણ રૂટ છે. હિઝબુલ્લાહના સીરિયાથી લેબનોન આવતા હથિયારોના જથ્થાને રોકવા માટે લેબનોનના લિતાની નદી પરના પુલને ઈઝરાયલે નિશાન બનાવ્યું છે અને તોડી પાડ્યું છે. જોકે અપડેટ એવી છે કે લિતાનીના ઓપ્શનમાં લેબનોનની નાબાતીહ અને ટાયરના કેટલાક પુલો ફરી ખુલ્યા છે, જે સ્થાનિક વસ્તી માટે પણ રાહત હોઈ શકે, પણ સૈન્ય દ્રષ્ટિએ તે હજુ પણ જોખમી વિસ્તાર છે. ઈઝરાયલને ઈરાનનો વળતો પ્રહાર ઈઝરાયલની એગ્રેસિવનેસ દેખાડે અને ઈરાન ચૂપ બેસે તેવું બને? ગઈ રવિવારે રાત્રે ઈરાને તેની સૌથી એડવાન્સ ગણાતી ખૈબર-શેકન મિસાઈલોની તૈનાતી કરી છે. આ મિસાઈલો ઈઝરાયલના આયર્ન ડોમ નામની એર ડિફેન્સને નબળી પાડી શકે છે. સોલિડ-ફ્યુઅલ પર ચાલતી આ મિસાઈલો ખૂબ જ ઝડપી છે અને હુમલાના એન્ડ પોઈન્ટ સુધી પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આવું કરીને ઈરાન ઈઝરાયલને મેસેજ આપવા માગતું હશે કે, "જો ઈઝરાયેલ ઈરાનના પ્રોક્સી ઠેકાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તેહરાન સીધું તેલ અવીવ કે હાઈફા ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવતા અચકાશે નહીં." ઈરાન પાસે હજુ કેટલો દારૂગોળો? અમેરિકાની ઈન્ટેલિજેન્સ એજન્સીના મતે, ઈરાન પાસે હજુ પણ 70% મિસાઈલ સ્ટોક પડેલો છે. ઈરાન અત્યારે તેની અંડર ગ્રાઉન્ડ ટનલો અને પર્વતોની વચ્ચે છુપાયેલા લોન્ચ પેડ્સને એક્ટિવ કરી રહ્યું છે. આ એશિયાના એનર્જી માર્કેટ અને વર્લ્ડ પીસ માટે ખતરાની ઘંટડી છે. અમેરિકાએ ઈરાની જહાજને પકડી પાડ્યું જ્યારે જમીન પર આટલું ટેન્શન હોય, ત્યારે દરિયો કેવી રીતે શાંત રહી શકે? 19 એપ્રિલ 2026ની રાતે નોર્થ અરબ સાગરમાં જે ઘટના બની, તેણે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાનનું 900 ફૂટ લાંબુ મહાકાય માલવાહક જહાજ M/V ટોસ્કા, ચીની બંદરથી ઈરાન તરફ જઈ રહ્યું હતું, તેને અમેરિકી નેવીના મહાકાય યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સે ઉત્તર અરબ સાગરમાં અટકાવ્યું. US નેવીએ ચીનથી આવતું ઈરાની જહાજ મધદરિયે અટકાવ્યું અમેરિકાનો દાવો છે કે આ જહાજમાં કેમિકલ કાર્ગોના નામે પ્રિસિઝન મિસાઈલ બનાવવા માટેનો કાચો માલ, એટલે કે સોડિયમ પરક્લોરેટ લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે જહાજે ચેતવણીઓને ધ્યાનમાં ન લીધી, તો અમેરિકી નેવીએ ટોક્સાના એન્જિન રૂમમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને જહાજને દરિયાની વચ્ચે જ લાચાર કરી દીધું. આ કોઈ સામાન્ય જપ્તી નહોતી, પણ દરિયાઈ કાયદાઓ અને સોવેર્નિટીને સીધી ચેલેન્જ હતી. ઈરાને તેને સશસ્ત્ર દરિયાઈ ચાંચિયાગીરી ગણાવી છે, જ્યારે અમેરિકા તેને આતંકવાદ વિરોધી કાર્યવાહી તરીકે જોઈ રહ્યું છે. ઈરાન-અમેરિકાના ઈગોએ યુદ્ધ ભડકાવ્યું હવે તમે આ ઘટનાને બીજી રીતે પણ સમજો. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાનની યુદ્ધ રોકવા મીટિંગ થવાની હતી. પણ અમેરિકાએ ઈરાની જહાજ પર ફાયરિંગ કરી અને અધવચ્ચે રોકી દીધું અટલે ઈસ્લામાબાદ ટોક્સ પર પાણી ફરી ગયું છે. આ હુમલા પછી ઈરાને શાંતિ મંત્રણાના ટેબલ પર આવવાની ઘસીને ના પાડી દીધી છે. આનાથી એ સાબિત થાય છે કે મિડલ ઈસ્ટના દરિયામાં હવે વેપાર નહીં, પણ શક્તિ પ્રદર્શન સર્વોપરી બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટઃ દુનિયાની ડોક ને ઈરાનની તલવાર દુનિયાના કુલ તેલ વેપારનો 20-22% હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું સેન્ટર પોઈન્ટ બની ગયું છે. ઈરાને આ જળમાર્ગને પોતાની જાગીરની જેમ વાપરવાનું શરૂ કર્યું છે. 17 એપ્રિલે જ્યારે ઈરાને કોમર્શિયલ જહાજો માટે હોર્મુઝ ખોલ્યું, ત્યારે લાગ્યું કે તણાવ ઘટશે. પણ ઈરાનની શરતો અને અમેરિકાના ઈગોએ આખી વાત પર પાણી ફેરવી દીધું. હોર્મુઝની હઠઃ ઈરાન-અમેરિકા નમતું નથી જોખતા હવે ઈરાને માગ કરી છે કે અમે હોર્મુઝ ફરી ત્યારે જ ખોલીશું જ્યારે હોર્મુઝથી નીકળતું દરેક જહાજ ઈરાનને દરિયાઈ ટોલ ટેક્સ (ટ્રાન્ઝીટ) એટલે કે રૂપિયા ચૂકવે. એક શરત એવી પણ છે કે હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજો નહીં નીકળી શકે. ત્રીજી શરત એવી છે કે જે રૂટ પરથી ઈરાન કહે તે રૂટ પરથી જ જે-તે દેશના જહાજોને નીકળવું પડશે. હોર્મુઝમાં ફરી સન્નાટો છવાયો અમેરિકાએ આને બ્લેકમેલિંગ કહી અને ઈરાન સામે ઝૂકવાની ઘસીને ના પાડી દીધી. છેલ્લે થયું એવું કે હોર્મુઝ ફરીથી બંધ થઈ ગઈ. આની અસર ખાલી અમેરિકા અને ઈરાનને જ નહીં પણ આખી દુનિયાને ખરાબ રીતે થઈ. જે હોર્મુઝમાંથી રોજ કરોડો બેરલનું તેલ નીકળવાનું હતું તે ફરી બંધ થઈ ગયું છે અને અત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. જો કે યુદ્ધ જહાજોની ગર્જના તો છે જ છે. ઈરાને ભારતને પણ લપેટે લીધું પશ્ચિમ એશિયાનો આ જંગ હવે ખાલી ઈઝરાયેલ કે ઈરાન પૂરતો નથી રહ્યો, તેની લપેટમાં ભારત પણ આવી ગયું છે. 2026ના એપ્રિલ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું ભારતીય વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા માટે કસોટીની ક્ષણ સાબિત થઈ રહ્યું છે. 18 એપ્રિલ 2026ની સાંજ ભારતીય નેવીના ઇતિહાસમાં એક કાળી ઘટના તરીકે નોંધાશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય રાષ્ટ્ર ધ્વજવાળા જહાજો પર ઈરાને ફાયરિંગ કર્યું છે. ભારતીય જહાજ જગ અર્નવ અને સન્માર હેરાલ્ડ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની ગનબોટ્સે અચાનક ગોળીઓનો મારો ચલાવ્યો. ભારતીય જહાજના કેપ્ટને ઈરાનને રડારમાં કહ્યું કે, "તમે જ નીકળવાની પરમિશન આપી છે. તો ફરી કેમ ગોળીઓ ચલાવી રહ્યા છો? અમને પાછા જવા દો" આ ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બનાવમાં સન્માર હેરાલ્ડ જહાજની બારીઓના કાચ તૂટી ગયા હતા. હોર્મુઝમાં હુમલો ને દિલ્લીમાં દંગલ આ ઘટના પછી નવી દિલ્હીમાં હલચલ મચી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક અસરથી ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલીને સમન્સ પાઠવ્યા હતા. ભારતે ચોખ્ખાં શબ્દોમાં ઈરાનને વોર્નિંગ આપી કે, "ભારતીય ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં." જો કે સામેની બાજુ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સની માનીએ તો અત્યારે પણ 22 જેટલા ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ જહાજોની સિક્યોરિટી ઈન્ડિયન નેવીના હાથમાં છે અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ છમકલું ન થાય. ભારતની ચિંતા તેના જહાજો અને લોકો ભારત માટે સૌથી મોટી ચિંતા આપણા ફસાયેલા 22 જહાજો અને તેમાં રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે, પરંતુ પર્શિયન ગલ્ફમાં વધતો તણાવ તેમને જોખમમાં મૂકી રહ્યો છે. દેશ ગરિમા નામના ભારતીય જહાજે હિંમત બતાવીને હોર્મુઝ ઓળંગ્યું છે, પણ BW લોયલ્ટી જેવા જહાજો હજુ પણ ત્યાં જ અટવાયેલા છે. ગ્લોબલ ઈકોનોમી પર વજ્રાઘાત જ્યારે હોર્મુઝ બંધ થાય છે, ત્યારે તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આજ સવારથી જ ગ્લોબલ માર્કેટમાં ગભરાટનું વાતાવરણ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 17 એપ્રિલે 90 ડોલર પ્રતિ બેરલ હતા તે આજે ઉછળીને 96 ડોલરને પાર પહોંચ્યા છે. જો આવું આમને આમ ચાલું રહેશે તો, તેલના ભાવ આભ આંબશે તે નક્કી છે. આનાથી વૈશ્વિક મોંઘવારી પણ આવી શકે તેમ છે. ક્રુડ ઓઈલ જ નહીં શેર બજારમાં પણ આની માઠી અસર થઈ છે. ભારતીય શેર બજાર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે. ઈન્વેસ્ટર્સ ડરી રહ્યા છે કે જો તેલ મોંઘું થશે તો ફૂગાવો વધી શકે તેમ છે અને જો આવું થાય તો વ્યાજ દરોમાં પણ વધારો આવી શકે. ઈસ્લામાબાદ મંત્રણા પર સંકટનાં વાદળ પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં 21 એપ્રિલ એટલે કે આવતીકાલનો દિવસ આખા વિશ્વ માટે આશાનું કિરણ બનીને આવવાનો હતો. પણ આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે હવે શું થાય છે તેના પર દુનિયાની નજર મંડાયેલી છે. એવા ચાર કારણ છે જેનાથી મંત્રણા પર પાણી ફરી શકે છે. 1. ટોસ્કા જહાજની જપ્તી ઈરાન માટે આ સૌથી મોટો આઘાત હતો. મંત્રણાના 24 કલાક પહેલા જ અમેરિકાએ ઈરાનના મહાકાય જહાજ ટોસ્કા પર ફાયરિંગ કરીને તેને જપ્ત કરી લીધું. ઈરાને તેને પીઠમાં છરો ભોંકવા જેવી ઘટના ગણાવી. તેહરાનનું માનવું છે કે એક તરફ અમેરિકા શાંતિની વાત કરે છે અને બીજી બાજુ ઈરાનના જહાજો પર હુમલા કરે છે. 2. અમેરિકાની કડક શરતો અમેરિકાએ મીટિંગ ટેબલ પર આવવા માટે એવી શરત મૂકી હતી કે ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામને હંમેશા માટે ભૂલવો પડશે અને હોર્મુઝ પરની પકડ છોડવી પડશે. સામેની બાજુ ઈરાનને આ બિલકુલ બરદાશ્ત ન હતું કે તેમના દેશની અંદરની વાતમાં બીજો કોઈ દેશ આવીને દખલ કરે. 3. સુરક્ષાની ચિંતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આવતીકાલની ઈસ્લામાબાદની મીટિંગમાં આવવાના હતા, પણ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાની ગનબોટ્સની એક્ટિવિટીને કારણે સુરક્ષા એજન્સીઓએ આ મુલાકાતને જોખમી ગણાવી હતી. 4. બ્લોકેજની મડાગાંઠ ઈરાન ઈચ્છતું હતું કે પહેલા અમેરિકા તેના બંદરો પરથી નૌકાબંધી હટાવે, જ્યારે અમેરિકાની શરત હતી કે પહેલા ઈરાન હોર્મુઝના જલડમરુંમાંથી આંતરરાષ્ટ્રીય જહાજોને ફ્રી કરે. શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ? આ આખી ઘટનાનાના બધા ડોટ્સને જોડવામાં આવે તો એક મોટું ચિત્ર સામે આવે છે કે હવેનો સમય વધુ બદતર અને ભયાનક હોઈ શકે છે. ઈઝરાયલ અત્યારે દક્ષિણ લેબનોનમાં બફર ઝોન બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેનાથી સમજ પડે છે કે યુદ્ધ વધુ લંબાઈ શકે તેમ છે. ઈઝરાયલી ડિફેન્સ મિનિસ્ટર કાત્ઝના સ્ટેટમેન્ટ જણાવે છે કે તે હિઝબુલ્લાહને જ નહીં પણ લેબનોનને પણ નબળું પાડીને ત્યાં પોતાનું ડોમિનેન્સ વધારવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી આ મુદ્દો ક્યારેય સામે ફેણ ચઢાવીને ઉભો ન રહે. બીજી બાજુ, ઈરાને તેનું ટ્રુ પ્રોમિસ-4 ઓપરેશન ચલાવીની મિસાઈલ્સ તહેનાત કરી છે તે કહી જાય છે કે ઈરાન વહે વધુ આક્રામક બન્યું છે. આથી હોર્મુઝમાં પણ ટેન્શન વધી શકે છે અને સામેની બાજુ અમેરિકા પણ ઈરાન પર હવાઈ હુમલા કરવા બેતાબ બન્યું છે. આ યુદ્ધ મીડલ ઈસ્ટથી બહાર નીકળીને આખી દુનિયાને લપેટામાં લઈ લેશે. અને છેલ્લે... ટ્રમ્પે જ્યારે દુનિયાને ભરડામાં લીધી હતી ત્યારે યુરોપ ભારતની શક્તિ જાણીને સામે ચાલીને ફ્રી ટ્રેડ ડિલ કરવા પહોંચ્યું હતું. જો કે અમેરિકા કહે અમે કેમ બાકી રહીએ? તેણે પણ ફેબ્રુઆરીમાં ભારત સાથે ડિલ પાર પાડી હતી. આ વાત ફરી આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજથી ત્રણ દિવસ સુધી આ જ ડિલ મામલે વોશિંગ્ટનમાં ચર્ચા ચાલશે. યુદ્ધની મિસાઈલ્સ વચ્ચે મીટિંગ શું બદલાવો લઈને આવશે તેના પર નજર રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026 Live Updates: Rahul Gandhi calls Nitish ‘compromised’, says BJP wants similar game in Tamil Nadu through AIADMK
    Next Article
    સુરત ભાજપમાં 'શૈક્ષણિક વિવાદ'નો પાર્ટ-2:સુધા પાંડે બાદ હવે ભાઈદાસ પાટીલના સોગંદનામા પર સવાલો, 5 વર્ષમાં ભણતર ઘટ્યું? ભણતર 5 વર્ષમાં 'પાસ'માંથી 'નાપાસ' થઈ ગયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment