Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં આગ:ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં આગ બુઝાવવાના સાધનો ન હોવાનો ખૂલાસો, ગત મહિને નોટિસ ફટકારી છતાં કાર્યવાહી ન કરી

    21 hours ago

    રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી હતી. ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટમાં આગ બુઝાવવાના સાધનો જ ન હોવાનું સામે આવ્યુ હતુ. ગત મહિને નોટિસ આપવામાં આવી હોવા છતા પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઇન્દિરા સર્કલ નજીક આવેલા ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રૂમમાં બુધવારે વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમે તાત્કાલિક કામગીરી કરીને 30 મિનિટમાં આગ કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો ન હોવાનું સામે આવ્યું છે. મે મહિનામાં ફાયર વિભાગે નોટિસ આપી હોવા છતાં સુવિધાઓ ઉભી કરવામાં આવી ન હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઇનાન્સિયલ લિટરસી સર્ટિફિકેટ કોર્સ શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (એમબીએ ભવન) ખાતે ત્રણ માસનો સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્સિયલ લિટરસી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. કોર્સમાં વ્યક્તિગત નાણાકીય આયોજન, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર, ઇન્સ્યોરન્સ અને બેન્કિંગ સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે. પીડીયુ મેડિકલ કોલેજના નવા ડીન તરીકે ડો. પંકજ બુચે ચાર્જ સંભાળ્યો રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ કોલેજના નવા ડીન તરીકે ડો.પંકજ બુચે ચાર્જ સંભાળી લીધો છે. ડો. ભારતી પટેલે અંગત કારણોસર વધારાના ચાર્જમાંથી મુક્તિ માંગતા આરોગ્ય વિભાગે ડો. બુચને જવાબદારી સોંપી છે. ડો. બુચ અગાઉ જામનગર જી.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન રહી ચૂક્યા છે. દ્વારકા જતી ટ્રેનોમાં પૂનમ દરમિયાન વધારાના કોચ જોડવાની માંગ આગામી અષાઢી, શ્રાવણી, ભાદરવી અને શરદ પૂનમ સહિતની મહત્વની પૂનમોને ધ્યાનમાં રાખી રાજકોટથી દ્વારકા જતી તમામ રનિંગ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાની માંગ કરવામાં આવી છે. રેલવે પ્રશાસનને પાઠવાયેલા પત્રમાં પૂનમના આગલા દિવસ અને પૂનમના દિવસે 8થી 10 વધારાના કોચ જોડવાની રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ઇસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર તરીકે ગામેતીની નિયુક્તિ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી ફેરબદલ હેઠળ ડો.રૂપારેલિયાને ફરી સેક્રેટરી પદ પર મૂકવામાં આવ્યા છે. ઈસ્ટ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર તરીકે રાજીવ ગામેતીને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વત્સલ પટેલ અને ભૂમિ પરમારને વધારાની કામગીરી આપવામાં આવી છે. જ્યારે નિવૃત્ત થયેલા શ્રીવાસ્તવના સ્થાને પરેશ અઢીયાને ઈસ્ટ ઝોનના સિટી ઈજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નાસ્તા ફરતા 46 આરોપીને ઝડપી જેલહવાલે કરાયા:સરકારી અને ખાનગી બેંકોના ATMમાં લોડ કરવાની રકમમાંથી કસ્‍ટોડીયનની 5 લાખની ઉચાપત
    Next Article
    Who Was Jade Benning? Murder Victim In Ex-Titans Scout Blaise Taylor Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment