Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસ્તા ફરતા 46 આરોપીને ઝડપી જેલહવાલે કરાયા:સરકારી અને ખાનગી બેંકોના ATMમાં લોડ કરવાની રકમમાંથી કસ્‍ટોડીયનની 5 લાખની ઉચાપત

    21 hours ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો અને AHTUની અલગ અલગ ટિમ દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન 46 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં 3 આરોપીઓ દ્વારા પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હોવાથી તેમને પણ પકડી જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે પકડેલા 46 આરોપીઓમાં ગુજસીટોકના ગુનામાં નાસ્તા ફરતા 1, GPIDના 2, દુષ્કર્મના 2, ઘરેલુ હિંસાના 3, ઠગાઈના 12, ચોરીના 4, ઇજાના 1, પ્રોહિબિશનના 17, અને જુગારના ગુનાના 1 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે પકડાયેલ આરોપીઓ ત્રણ માસથી લઇ 10 વર્ષ સુધી અલગ અલગ સમયથી નાસ્તા ફરતા હતા જેને ઝડપી પાડી પોલીસે જેલ હવાલે કર્યા છે. ATMમાં કેશ લોડ કરનારે આચરી છેતરપિંડી એરપોર્ટ ફાટક નજીક CMS ઇન્‍ફો સિસ્‍ટમ્‍સ લિમિટેડ કંપનીમાં બ્રાન્‍ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં લક્ષ્મણપ્રસાદ શર્માની ફરિયાદ પરથી જામનગરમાં રહેતાં મુળ કોડીનારના કાર્તિક વ્‍યાસ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, કંપની દ્વારા સરકારી અને પ્રાઇવેટ બેંકોમાંથી રોકડા રૂપિયા મેળવીને શહેરના અલગ-અલગ ATM મશીનોમાં કેશ લોડ કરવાનું કામ કરવામાં આવે છે. કંપનીમાં કસ્‍ટોડિયન તરીકે ફરજ બજાવતા કાર્તિક પ્રદિપભાઈ વ્‍યાસને પૈસા જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગત 8 તારીખના રોજ કાર્તિક સવારના સમયે ATM લોડિંગ માટે ગાડીના સ્‍ટાફ સાથે નીકળ્‍યો હતો. બપોરે 1.30 વાગ્‍યાની આસપાસ કંપનીના અન્‍ય કર્મચારીઓ દ્વારા ઓડિટ ચેક કરવામાં આવતા માલુમ પડ્‍યું હતું કે બજરંગવાડી મેઈન રોડ પર આવેલ SBIના ATMમાં કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ મુજબ રૂ.20 લાખ લોડ થયેલા હતા. પરંતુ વાસ્‍તવિક ઓડિટ રિપોર્ટમાં રૂ.5 લાખની ઘટ સામે આવી હતી. રૂ.3.60 લાખ ઓળવી વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાઈ ATMમાં રકમની ઘટ જણાતા બ્રાન્‍ચ મેનેજર અને અન્‍ય સ્‍ટાફ દ્વારા તાત્‍કાલિક કસ્‍ટોડિયન કાર્તિક વ્‍યાસનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. મશીનમાં પૈસા કેમ ઓછા નાખ્‍યા તે અંગે પૂછતા કાર્તિકે પહેલા ગોળ-ગોળ જવાબ આપ્‍યો હતો કે ભુલથી બીજા ATMમાં વધારે પૈસા નખાઈ ગયા હશે. પણ, કંપનીએ તાત્‍કાલિક તેના રૂટ પરના તમામ ATMનું ઓડિટ કરાવતા અન્‍ય કોઈ મશીનમાં વધારે પૈસા જમા થયા ન હતા. ત્‍યારબાદ કાર્તિકે પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી દીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આ પછી કાર્તિક વ્‍યાસે ગત તારીખ 23ના રોજ રૂ.1.40 લાખ કંપનીમાં પરત જમા કરાવી દીધા હતા પરંતુ બાકી રહેતા રૂ.3.60 લાખ પોતાના અંગત ફાયદા માટે ઓળવી જઈ કંપની સાથે વિશ્વાસઘાત કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોની બજારમાં દાગીના પોલીશનું કામ કરતા બંગાળી યુવાનનું હાર્ટએટેકથી મોત ભગવતીપરા સુખ સાગર સોસાયટીમાં રહેતો અનારૂલ અબ્‍દુલરહેમાન શેખ (ઉ.વ.36) નામનો યુવાન સોની બજાર જુની ગધીવાડમાં પોતાની સોનાના દાગીનાને પોલીશ કામ કરવાની દુકાને હતો ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસ તપાસમાં યુવક મુળ પશ્ચિમ બંગાળના કોલકત્તાનો વતની હોવાનું અને તેને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું સામે આવ્યું છે. પોતે એક બહેનથી નાનો અને પરિવારનો આધારસ્‍તંભ હતો. તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ત્રણ ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારર કલ્પાંત છવાયો છે. વેણુ-2 ડેમ 90% ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું રાજકોટ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના પરિણામે ઉપલેટા તાલુકામાં આવેલો વેણુ-2 ડેમ 90% ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેમમાં પાણીની સતત થઈ રહેલી ધરખમ આવકને જોતા જળસપાટી જાળવી રાખવા માટે ગમે ત્યારે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી શકે છે, જેને પગલે નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં નાગરિકોને અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની સત્તાવાર યાદી અનુસાર, વેણુ-2 ડેમની પૂર્ણ સપાટી 55 મીટર છે, જેની સામે ડેમ હાલ 53.61 મીટર સુધી ભરાઈ ગયો છે. હાલમાં ડેમમાં કુલ જળ જથ્થો 15.11 મિલિયન ઘનમીટર છે અને ડેમમાં પાણીની લાઈવ આવક 34,444 ક્યુસેક નોંધાઈ છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વેણુ નદીના નીચાણવાળા પટમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા સહિતના તમામ અસરગ્રસ્ત ગામોના લોકોને સુરક્ષિત અને સાવધ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    IGI Airport:IGI एयरपोर्ट पर सुरक्षा को लेकर मॉक ड्रिल | Indira Gandhi
    Next Article
    ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં આગ:ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં આગ બુઝાવવાના સાધનો ન હોવાનો ખૂલાસો, ગત મહિને નોટિસ ફટકારી છતાં કાર્યવાહી ન કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment