Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન:પાલનપુર, ઈકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, ઉકળાટથી રાહત

    3 days ago

    બનાસકાંઠા જિલ્લામાં દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થયું છે. પાલનપુર, ઈકબાલગઢ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના પ્રથમ ઝાપટાં પડતાં જ લોકોએ રાહત અનુભવી હતી. રસ્તાઓ પર લોકો વરસાદનો અનુભવ કરવા બહાર નીકળ્યા હતા. ઈકબાલગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ ખેતીની વિવિધ કામગીરી માટે જરૂરી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે અને ખેડૂતોને લાભ થશે. હાલ વરસાદની શરૂઆતથી સમગ્ર વિસ્તારમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Taylor Swift and Travis Kelce’s fairytale love story before they say ‘I Do’
    Next Article
    ઘોઘાગેટ વિસ્તારમાં GEBની ઘોર બેદરકારી:લાઈટ બિલમાં વિલંબ થાય તો વીજ જોડાણ કાપી નાખતું તંત્ર લોકોના જીવ જોખમમાં હોય તેવી ફરિયાદો પ્રત્યે ઉદાસીન: એડવોકેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment