Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપત્તિ કોર્ટનું સીલ તોડી ફરી ઘરમાં ઘૂસી ગયું:વડોદરામાં આદિત્ય બિરલા કેપિટલના કબજાવાળી મિલ્કતમાં તાળા-સીલ તોડીને પ્રવેશ કર્યો, કોર્ટની કાર્યવાહીનો અનાદર કરનાર દંપત્તિ સામે ફરિયાદ

    1 day ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્ટના આદેશથી કબજામાં લેવાયેલી મોર્ગેજ મિલ્કતમાં લોનધારક દંપતી દ્વારા સીલ અને તાળા તોડી ફરી પ્રવેશ કર્યાનો આક્ષેપ કરાયો છે. કોર્ટ કમિશ્નરની હાજરીમાં કંપનીને સોંપાયેલી મિલ્કતમાં ગેરકાયદે ઘૂસણખોરીના કરનાર દંપતી સામે ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી મોર્ગેજ મિલ્કત કોર્ટના આદેશ બાદ સીલ કરાઈ હતી. આ મકાનના તાળા તોડી ફરી પ્રવેશ કરવાના આરોપસર લોનધારક દંપતી સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી વિસ્તારમાં દર્શન ફ્લેટમાં રહેતા અને આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડમાં કલેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ રાજુભાઈ ઠક્કરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજુ મશીલકર અને તેમની પત્ની સુનીતા રાજુ મશીલકરે વર્ષ 2020થી 2022 દરમિયાન ગોત્રી રોડ પર આવેલી પુષ્પમ ટેનામેન્ટની પોતાની મિલ્કત સામે ત્રણ મોર્ગેજ તથા ટોપ-અપ લોન લીધી હતી. બાદમાં લોનના હપ્તાની નિયમિત ચુકવણી નહીં થતાં એકાઉન્ટ એનપીએ જાહેર કરાયું હતું. ત્યારબાદ આદિત્ય બિરલા કેપિટલે સરફેસી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર 29 માર્ચ, 2026ના રોજ કોર્ટ કમિશ્નર અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં મિલ્કતનો કબ્જો લેવામાં આવ્યો હતો. તે સમયે મકાનમાં રહેલા સામાનનું પંચનામું તૈયાર કરી મિલ્કતને સીલ મારી કંપનીને કાયદેસર કબજો સોંપવામાં આવ્યો હતો. મિલ્કતની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ મુકવામાં આવ્યો હતો. 10 જૂનની રાત્રે સિક્યુરિટી ગાર્ડ રજા પર ગયો હતો. બીજા દિવસે સવારે પરત ફરતાં મકાનના સીલ અને તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતાં રાજુ મશીલકર અને તેમનો પરિવાર ફરી મકાનમાં રહેવા આવી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપીઓ પાસે કોર્ટનો કોઈ નવો હુકમ કે મંજૂરી અંગે પૂછપરછ કરી હતી. જોકે, આરોપીઓએ કોઈ દસ્તાવેજ રજૂ કર્યો નહોતો અને "જે કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરો" તેમ કહી દીધું હતુ. આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે રાજુ મશીલકર, સુનીતા રાજુ મશીલકર તેમજ તપાસ દરમિયાન સંડોવણી બહાર આવે તેવા અન્ય વ્યક્તિઓ સામે કોર્ટ દ્વારા સીલ કરાયેલી મિલ્કતમાં તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરવા સહિતના ગુનાઓ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરકંકાસમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો:છોકરા રાખવાની ના પાડતા પતિને માથામાં લાકડાનો ધોકો માર્યો, પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ
    Next Article
    કેશોદ-માંગરોળ પંથકમાં આભ ફાટ્યું, VIDEO:જળબંબાકાર વચ્ચે વહીવટી તંત્ર તેમજ NDRF એલર્ટ, છેલ્લા 12 કલાકમાં 9.8 ઇંચ વરસાદથી સ્ટેટ હાઇ-વે બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment