Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરકંકાસમાં પત્નીએ પતિ પર કર્યો હુમલો:છોકરા રાખવાની ના પાડતા પતિને માથામાં લાકડાનો ધોકો માર્યો, પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ

    1 day ago

    ભાવનગરના સીદસર વિસ્તારમાં રહેતા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક યુવાન પર તેમના પત્નીએ જ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં નાના બાળકને સાચવવા બાબતે થયેલા સામાન્ય બોલાચાલી બાદ પત્નીએ આવેશમાં આવી પતિના માથામાં લાકડાનો ધોકો ફટકારી ઈજા પહોંચાડી હતી. આ મામલે ઈજાગ્રસ્ત યુવાને પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ વર્ષ પહેલાં પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સીદસર દરબાર ગઢની સામે રહેતા 30 વર્ષીય બકુલ કલ્યાણભાઈ મકવાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હીરા ઘસવાનું કામ કરે છે અને ત્રણ વર્ષ પહેલાં પૂજા પ્રવિણભાઈ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને 10 માસનો એક પુત્ર પણ છે, તા. 29 જૂનના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં બકુલ ઘરે આરામ કરી રહ્યા હતા. બકુલના પિતાનું હૃદયનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ હોસ્પિટલમાં તેમની સાથે હતા, જેના કારણે તેઓ ખૂબ થાકેલા હતા. પત્નીએ ઉશ્કેરાઈ પતિના માથામાં લાકડાનો ધોકો માર્યો આ સમયે તેમના પત્નીએ તેમને બાળક રડતું હોવાથી તેને સાચવવાનું કહેતા બકુલએ થાકેલા હોવાનું જણાવી ના પાડી હતી. બકુલભાઈનો ઇનકાર સાંભળી પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને અપશબ્દો બોલવા લાગી હતી. વાતચીત દરમિયાન પત્નીએ ઘરમાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવી સૂતેલા બકુલના માથામાં મારી દેતા તેમને ગંભીર મુંઢ ઈજા થઈ હતી. બનાવ બાદ પત્ની પોતાના પિયર જતી રહી હતી અને જતી વખતે બકુલને ફરીથી ક્યારેય પોતાની વાત ન માનવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ ઘટના સમયે ઈજા સામાન્ય લાગતા બકુલએ તરત સારવાર ન લીધી હતી, પરંતુ બીજા દિવસે સવારે ઉલટીઓ થવા લાગતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના વોર્ડમાં સારવાર હેઠળ છે, જ્યાં બકુલે તેની પત્ની પૂજા વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે યુવાનની ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    સોરઠમાં મેઘરાજા ધુરંધર, માંગરોળ-કેશોદમાં 10 ઈંચ વરસાદ:NDRF તૈનાત, કાલાવડનું ટોડા ગામ સંપર્ક વિહોણું; અમદાવાદ છુટાછવાયા સ્થળે ધીમીધારે વરસાદ
    Next Article
    દંપત્તિ કોર્ટનું સીલ તોડી ફરી ઘરમાં ઘૂસી ગયું:વડોદરામાં આદિત્ય બિરલા કેપિટલના કબજાવાળી મિલ્કતમાં તાળા-સીલ તોડીને પ્રવેશ કર્યો, કોર્ટની કાર્યવાહીનો અનાદર કરનાર દંપત્તિ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment