Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ કોલેજમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:પોલીસ વિભાગે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું

    2 days ago

    સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજના NSS યુનિટ અને હારીજ પોલીસ વિભાગના સહયોગથી સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં પોલીસ વિભાગના PI એમ.બી. મહેરિયાએ સાયબર ગુનાઓના વધતા બનાવો, ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, OTP અને બેંકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા સુરક્ષા તેમજ ડિજિટલ વ્યવહારો દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અજાણી લિંક પર ક્લિક ન કરવા, પોતાની વ્યક્તિગત અને બેંકિંગ માહિતી કોઈ સાથે શેર ન કરવા તેમજ સાયબર ગુનાનો ભોગ બને તો તાત્કાલિક પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો હતો. ASI વિરેન્દ્રસિંહે પીલોસ સેવાઓ વિશે માહિતી આપી હતી. IT નિષ્ણાત અજય ગોસાઈએ મોબાઈલ હેક થયા બાદ તેમાંથી મુક્તિ મેળવવા માટે લેવાના પગલાં વિશે જાણકારી આપી હતી. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાયબર સુરક્ષા સંબંધિત વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત માહિતીસભર અને ઉપયોગી સાબિત થયો. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિગ્નેશ પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ડૉ. નરેન્દ્ર રાવળેએ આભારવિધિ કરી હતી. તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સાવચેતીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો. સમગ્ર કાર્યક્રમ કોલેજના સ્ટાફ અને પોલીસ વિભાગના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    આચાર્ય સામેની ફરિયાદમાંથી એટ્રોસિટી કલમ હટાવવા શિક્ષક સંઘની માંગ:જામનગરમાં આચાર્ય સામે વિદ્યાર્થીને માર મારવા બદલ ગુનો નોંધાયો
    Next Article
    સમી કોલેજમાં GST પરિચય સેમિનાર યોજાયો:વિદ્યાર્થીઓને કરવેરાનું જ્ઞાન આપવા વિશેષ વ્યાખ્યાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment