Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન પર કડક કાર્યવાહી:નાયબ કલેક્ટરે બંધ કરાયેલા તમામ કોલસાના કૂવાઓની સ્થળ ચકાસણી કરી, ઝીરો ટોલરન્સ નીતિ યથાવત્

    3 days ago

    ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર કોલસા ખનન સામે કડક કાર્યવાહી ચાલુ છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં સતત રાત્રિ ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી રહી છે. અગાઉ, ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી અને થાનગઢ તાલુકાના રાણીપાટ, ભેટ, જામવાળી, વેલાળા, નળખંભા, અસુંદરાળી, ખમપાળીયા, ઉમરાડા, ભાડુલો, થાન, ગુગલિયાણા, શેખરડી, ખારાવાળી, ખાખરાથલ સહિતના વિસ્તારોમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવ્યા હતા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફરીથી શરૂ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 29 જૂનથી 2 જુલાઈ, 2026 દરમિયાન સતત ત્રણ દિવસ સુધી દરરોજ રાત્રિના સમયે સંબંધિત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બંધ કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓની સ્થળ પર ચકાસણી કરી હતી. આ ઉપરાંત, થાનગઢ અને મૂળી તાલુકાઓમાં ગેરકાયદેસર કોલસા ખનન અટકાવવા માટે 24 કલાકની ડ્યૂટી માટે નિયુક્ત કરાયેલી ત્રણ અલગ-અલગ નાઇટ પેટ્રોલિંગ ટીમોની કામગીરીનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમો નિયમિત અને સતર્કતાપૂર્વક ફરજ બજાવે છે તેની ખાતરી કરાઈ હતી. ચકાસણી દરમિયાન, અસુંદરાળી ગામે એક ખાનગી સર્વે નંબર ખાતે આવેલા કૂવામાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ ધ્યાને આવી હતી. સ્થળ પર પહોંચીને પાણી ઉલેચવા માટે ઉપયોગમાં લેવાતી તમામ સાધન-સામગ્રીનો નાશ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિને તાત્કાલિક અટકાવવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કોલસા ખનન સામે જિલ્લા તંત્રની શૂન્ય સહનશીલતા (Zero Tolerance)ની નીતિ યથાવત્ રહેશે. ગેરકાયદેસર ખનન, પરિવહન અથવા તે માટેની કોઈપણ પ્રકારની તૈયારી અંગે માહિતી મળતા જ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં સતત રાત્રિ પેટ્રોલિંગ અને મોનીટરીંગ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય, ગોંડલ-નર્મદામાં ધોધમાર:અનરાધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ, 61 તાલુકામાં સૌથી વધુ માંગરોળમાં 4 ઇંચ વરસાદ
    Next Article
    નકુમ સહિત રાજ્યના 6 પોલીસ અધિકારીને IPS તરીકે પ્રમોશન:હાઇકોર્ટે સવાલ પૂછ્યો નાસીરનગર ડિમોલિશનમાં DCP નકુમ કેમ હાજર હતા, 7 દિવસમાં તો સરકારે પ્રમોશન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment