Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસિરનગર ડિમોલિશનમાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી? હાઈકોર્ટ:તપાસ કમિટીનો રિપોર્ટ ભીનું સંકેલવાનો પ્રયાસ, એક મહિના પછી પણ પોલીસ ફરિયાદ કેમ નથી લેતી? ગંભીરતા ક્યાં?

    16 hours ago

    સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલીશનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે આજે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસને આકરા સવાલો કર્યા હતા. ડિમોલીશનની તપાસ માટે ડેપ્યુટી કમિશરના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીને લઈ પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું કે, આમાં રાજ્ય કેમ એક્ટિવ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ લોકલ અધિકારીનું કામ નથી, કોઈને ટેકો હોવો જોઈએ. ડિમોલીશન સમયે પોલીસની કથિત હાજરીને લઈ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે. સાથે કહ્યું છે કે, એક મહિનો કરતા વધુ સમય વિત્યો પણ પોલીસ ફરિયાદ નથી થઈ. તમે હજું તપાસ જ કરો છો. ગંભીરતા ક્યાં છે. સાથે સવાલ કરતા કહ્યું કે, લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુનો નથી? આ પ્રથમદર્શી ગેરકાયદે ડિમોલીશન- HC સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, આ પ્રથમદર્શી ગેરકાયદે ડિમોલીશન છે. અરજદારોને દબાણકર્તા કહેવા યોગ્ય નથી. અસરકર્તાઓને મૂળ સ્થળે અથવા બીજે વસાવવાનો પ્લાન રજૂ કરો. હાઈકોર્ટમાં કોણે અરજી કરી અને કોની સામે? સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમિશ્નર, SOGના DCP રાજદીપસિંહ નકુમ, બિલ્ડર, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.29 જૂનની સુનવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ સમક્ષ રજૂઆત 1 જૂને નહીં પરંતુ 10 જૂને આવી છે. વળી આ અરજી સુરત પોલીસ જનરલ રજિસ્ટ્રીને અપાઈ હતી. તેને 16 જૂને DCP ઝોન 3 અને છેલ્લે 19 જૂને PI ચોક્બઝારને મોકલાઈ હતી. આ કેસમાં તપાસ ચાલુ છે અને 10થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની માંજલપુર વિધાનસભા સીટની પેટાચૂંટણી જાહેર:30મીએ વોટિંગ અને 3 ઓગસ્ટે રિઝલ્ટ; યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે સીટ
    Next Article
    Man confessed ‘funding’ Punjab checkpost shooters; police want him discharged

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment