Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખેડૂતો સાથે સરકાર જ રાજકારણ કરી રહી છે':પહેલા પોલિસી બનાવો, પછી કામ શરૂ કરો; વીજ લાઈન પોલિસી મુદ્દે પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર

    2 days ago

    રાજ્યમાં વીજ લાઈનો અને વીજ પોલના વળતર મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો જવાબ આપતાં પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો સરકાર સમક્ષ ઉઠાવવા અને તેમના હિતની વાત કરવી એ વિરોધ પક્ષનો ધર્મ છે, જ્યારે ખેડૂતો સાથે રાજકારણ તો સરકાર જ છેલ્લા છ મહિનાથી કરી રહી છે. માર્ચ-2026માં ઊર્જા મંત્રીએ ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરવાની ખાતરી આપી હતી પાલ આંબલિયાએ જણાવ્યું કે સરકાર ડિસેમ્બર-2025થી વીજ લાઈન મુદ્દે લાંબા ગાળાની પોલિસી તૈયાર કરવાની વાત કરી રહી છે, પરંતુ આજે પણ પોલિસી જાહેર થઈ નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોઈપણ કાયદો કે પોલિસી લાંબા ગાળાની જ હોય છે, તો આ બાબત જીતુ વાઘાણીને પણ ખબર હોવી જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે માર્ચ-2026માં ઊર્જા મંત્રીએ પણ ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરવાની ખાતરી આપી હતી, છ મહિના વીતી ગયા હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. ‘વીજ લાઈનના તમામ કામો તાત્કાલિક બંધ કરાવવાના આદેશ આપે’ કિસાન કોંગ્રેસના નેતાએ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જો સરકાર ખરેખર ખેડૂતો સાથે રાજકારણ કરતી ન હોય તો રાજ્યભરમાં વીજ કંપનીઓ દ્વારા ચાલી રહેલા વીજ લાઈનના તમામ કામો તાત્કાલિક બંધ કરાવવાના આદેશ આપે. ખેડૂતોની માગ મુજબ નવી પોલિસી ઘડાય અને ત્યારબાદ જ વીજ લાઈનના કામો શરૂ કરવામાં આવે તેવી તેમની માગ છે. ‘સરકાર ઉદ્યોગકારો માટેની પોલિસી રાતોરાત બનાવી શક છે’ પાલ આંબલિયાએ વધુમાં આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગકારો માટેની પોલિસી રાતોરાત બનાવી શકે છે, પરંતુ ખેડૂતો માટે છ મહિના બાદ પણ નિર્ણય લઈ શકતી નથી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના હિત મુજબ પોલિસી બનાવવા તૈયાર નથી અને આ કારણે સમગ્ર વિવાદ વધુ ગાઢ બન્યો છે. હવે સરકાર ખેડૂતોની માગ સ્વીકારી નવી પોલિસી જાહેર કરે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    લોકલસર્કલ્સ સર્વે- OTTના 80% યુઝર્સ ડિજિટલ છેતરપિંડીનો ભોગ બન્યા:61% પુરુષો અને 39% મહિલાઓ સામેલ, કાર્યવાહીની માગ
    Next Article
    બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું, ભયાનક CCTV:રોડ સાથે માથું અથડાતા પતિ ગોથા ખાવા લાગ્યો, જૂનાગઢમાં એક જ દિવસમાં ખાડામાં પાંચ વ્યક્તિ પડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment