Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ અને દીકરાની માંગે યુવતીનું જીવન બનાવ્યું નર્ક:આસપાસના લોકોને જાણ ન થાય તે માટે પતિ ડોક્ટર પત્નીને મોઢે કપડું બાંધી માર મારતો, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    12 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી એક મહિલા ડોક્ટરે પતિ સહિત છ સાસરિયાઓ સામે ઘરેલુ હિંસા અને દહેજની માંગણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લગ્નના થોડા દિવસો બાદથી જ પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોઢું કપડાથી બાંધી પતિએ માર માર્યો ફરિયાદ મુજબ યુવતીના લગ્ન વર્ષ 2016માં અહેમદ ( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના દસ દિવસ બાદથી જ પતિએ મારઝૂડ શરૂ કરી દીધી હતી. પડોશીઓ સુધી અવાજ ન પહોંચે તે માટે તે યુવતીનું મોઢું કપડાથી બાંધીને માર મારતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીએ બે દીકરીઓને જન્મ આપ્યા બાદ સાસરિયાઓ દ્વારા મેણાટોણા મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 'બીજા લગ્ન કરવા પડશે' કહી ત્રાસ આપ્યો "તું વંશને આગળ વધારી નહીં શકે, મારે બીજા લગ્ન કરવા પડશે" કહીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ દહેજની માંગણી પણ કરવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાસરિયાઓનો ત્રાસ સહન કર્યા બાદ યુવતી પતિથી અલગ રહેવા લાગી હતી અને ફતેવાડી વિસ્તારમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. આ દરમિયાન અહેમદ ( નામ બદલ્યું છે) પોતાની બીજી પત્નીને લઈને યુવતીના ક્લિનિક બહાર પહોંચ્યો હતો. ત્યારે યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અહેમદ ( નામ બદલ્યું છે) ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પતિ, સસરા સહિતના શખસો સામે ફરિયાદ ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે બંને દીકરીને ગેરકાયદે રીતે લઈ જવાના ઈરાદે સોસાયટીની આસપાસ પતિ આંટાફેરા કરતો હતો. વધુમાં તેણે ત્રણ વખત તલાકની નોટિસ મોકલી હતી, જેમાં યુવતીએ માત્ર એક વખત સ્વીકાર કર્યો હતો.લાંબા સમયથી ચાલતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પતિ, સસરા અને અન્ય 4 સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અતુલ ક્લબમાં અંડર-19 બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ:રાજ્યભરના યુવા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જામશે
    Next Article
    જેતપર ખેડૂતોની ઉપવાસ છાવણી રામવનવાડી ખસેડાઈ:વોટરપ્રૂફ ડોમ બનતા સુધી એક દિવસ માટે સ્થળાંતર, ઉપવાસ યથાવત્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment