Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાવીરનગર ચાર રસ્તે પાણીની લાઈન તૂટી:સ્ટોર્મ વોટર લાઈનના કામથી કાદવ કીચડ, વાહનચાલકો પરેશાન

    3 days ago

    હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે સ્ટોર્મ વોટર લાઈનના કામ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે રોડ પર કાદવ-કીચડ ફેલાઈ ગયો હતો, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંમતનગર નગરપાલિકા દ્વારા ત્રણ મહિના પહેલા બેરણા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી શરૂ થયેલું આ કામ હાલ અંતિમ તબક્કામાં છે અને પાઈપલાઈન મહાવીરનગર ચાર રસ્તા સુધી પહોંચી ગઈ છે. આજે સવારે મહાવીરનગર ચાર રસ્તે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે પાણીની પાઈપલાઈન તૂટતા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. બાદમાં જેસીબી દ્વારા માટી મિશ્રિત પાણી રોડ પર નાખવામાં આવ્યું હતું. રોડની બંને તરફ ખોદકામને કારણે માટીના ઢગલા અને પાણીના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ખોદકામને લીધે રસ્તો સાંકડો બન્યો છે. ચાર રસ્તા પર વાહનોની સતત અવરજવર અને પીકઅપ ટાઈમ દરમિયાન વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સુવિધા માટે ચાલી રહેલું આ કામ હાલ અગવડતાનું કારણ બન્યું છે. સ્ટોર્મ વોટર પાઈપલાઈન કેનાલમાં નાખવામાં આવશે. કામગીરી ચાલુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ કાદવ-કીચડ વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    He gave up salt but still had high BP: What was the hidden sodium trap?
    Next Article
    હિરણ-2 ડેમમાં નવા નીરની આવક શરૂ:વેરાવળ-પાટણ નગરપાલિકાએ જળપૂજન કર્યું, પાણી પુરવઠાની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment