Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલાટી કાયમ મોડા આવતાની ઉપસરપંચની ફરિયાદ:પાંચ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા પાંચોટ તલાટીને બદલો

    2 days ago

    મહેસાણા નજીક આવેલા પાંચોટ ગામે તલાટી મોડા આવતા હોવાથી તેમની બદલી કરવા માટે ગ્રામ પંચાયતના ઉપસરપંચે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં માંગણી કરી છે. પાંચોટ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને રામજી પરામાં રહેતાં ઠાકોર શારદાબેન શંભુજીએ કરેલી લેખિત રજૂઆત મુજબ, પાંચોટ ગામે બીપીનભાઈ ચૌધરી છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. તેમનો ગ્રામ પંચાયતનો સમય સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધીનો છે. પરંતુ એક પણ દિવસ સમયે આવ્યા હોય અને છ વાગ્યા સુધી રોકાયા હોય એવું બન્યું નથી. તેઓ મરજી પ્રમાણે આવે છે. આ અંગે તાલુકા પંચાયત સદસ્ય મુકેશ પટેલ દ્વારા પણ સામાન્ય સભામાં તલાટી 11:30 થી 12 વાગ્યા પછી જ ગ્રામ પંચાયતમાં આવતા હોવાની રજૂઆત કરેલી છે. તેમ છતાં તલાટીને કોઈપણ પ્રકારનો ડર નથી અને પોતાની મરજી પ્રમાણે આવે અને જાય છે. જેથી તલાટીની તાત્કાલિક બદલી કરી સમયસર આવી અને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે તેવા તલાટીની નિમણૂંક કરવા માંગણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    અવકાશમાં માનવીનું અદમ્ય સાહસ:50 વર્ષથી માઈનસ ડિગ્રી તાપમાનમાં દોડતું વોયેજર-1, એલિયન્સ માટે ગોલ્ડન ડિસ્ક લઈને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચ્યું
    Next Article
    Cristiano Ronaldo vs Luka Modric: Eight years after the Ballon d’Or duel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment