Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા બંને બોયફ્રેન્ડ ટોક્સિક હતા':'હું આવા લોકો તરફ જ કેમ આકર્ષિત થાઉં છું, સાચો પ્રેમ કેવી રીતે મળશે?' સાઇકોલોજિસ્ટ પાસેથી જાણો ઉકેલ

    10 hours ago

    પ્રશ્ન- મારી ઉંમર 28 વર્ષ છે. હું અત્યાર સુધી 2 રિલેશનશિપમાં રહી છું, પરંતુ બંને રિલેશનશિપ ખૂબ જ ટોક્સિક હતા. પાર્ટનર્સ ભાવનાત્મક રીતે ગેરહાજર હતા. હું સંબંધ જાળવી રાખવા માટે એકતરફી પ્રયાસ કરતી હતી. પછી છેવટે જ્યારે વાત સહનશક્તિ બહાર થઈ ગઈ, ત્યારે મેં બ્રેકઅપ કરી લીધું. એક પછી એક બે ખરાબ અનુભવો પછી હવે મને સંબંધોથી જ ડર લાગવા માંડ્યો છે. મારી ફ્રેન્ડ કહે છે કે, હું ટોક્સિક લોકો પ્રત્યે આકર્ષિત થાઉં છું. મારે થેરાપી લેવી જોઈએ. શું આ સાચું છે? શું આ સાચું છે કે મને ટોક્સિક લોકો જ પસંદ આવે છે. હું એક હેલ્ધી, હેપ્પી સંબંધ ઈચ્છું છું. હું શું કરું? નિષ્ણાત: ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, નોઈડા જવાબ- પ્રશ્ન પૂછવા બદલ તમારો આભાર. સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે, આમાં તમારી કોઈ ભૂલ નથી. સાયકોલોજી મુજબ, જો કોઈ જીવનમાં વારંવાર એક સરખી પેટર્ન રિપીટ કરી રહ્યું હોય, તો તેની પાછળનું સાચું કારણ ઓળખવાની જરૂર છે. ચાલો તમારી સમસ્યા સમજીએ અને સોલ્યુશન પર વાત કરીએ. વારંવાર ટોક્સિક પાર્ટનર પસંદ કરવાનો શું અર્થ છે? જો કોઈ એક જ પેટર્નના લૂપમાં ફસાયેલું હોય, તો તેને સાયકોલોજીમાં 'રિપિટિશન કમ્પલ્શન' કહેવાય છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે- આ ત્રણેય કારણોને વિગતવાર સમજીએ- તમારી અટેચમેન્ટ સ્ટાઇલ શું છે? બાળપણના અનુભવો અથવા માતા-પિતા સાથેનો આપણો સંબંધ નક્કી કરે છે કે, આપણે મોટા થઈને પ્રેમ અને સંબંધોને કેવી રીતે જોઈશું. આને 'અટેચમેન્ટ સ્ટાઇલ' કહેવાય છે, જે મુખ્યત્વે બે પ્રકારની હોય છે- સેફ અટેચમેન્ટ- જે બાળકોનો પોતાના માતા-પિતા સાથે સુરક્ષિત અને ભરોસાપાત્ર સંબંધ હોય છે, તેઓ ખુલીને હસે છે, રમે છે અને ખુશ રહે છે. તેઓ અંદરથી સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવે છે. મોટા થઈને આવા લોકો સંબંધોમાં મજબૂત સીમાઓ નક્કી કરી શકે છે. અનસેફ અટેચમેન્ટ- જો બાળપણમાં કોઈ પણ કારણસર બાળકના મનમાં એક અજાણ્યો ડર કે અસુરક્ષા ઘર કરી જાય, તો તે મોટો થઈને 'અસુરક્ષિત' રહે છે. તેનું મગજ અસુરક્ષાને સામાન્ય બનાવે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે, ટોક્સિક લોકોની આસપાસ રહેતા તેને આ વાતનો અહેસાસ ન થાય કે, આ તેના માટે યોગ્ય નથી કારણ કે તેણે બાળપણથી આ જ જોયું છે. શું તમે પીપલ પ્લીઝર છો? તમે જણાવ્યું કે, તમે સંબંધને બચાવવા માટે હંમેશા 'એકતરફી પ્રયાસ' કરતા હતા. સાયકોલોજીમાં તેને 'પીપલ પ્લીઝિંગ' કહેવાય છે. 'પીપલ પ્લીઝિંગ'માં વ્યક્તિને લાગે છે કે તે પોતાના પ્રયાસ અને પ્રેમથી સામેવાળાને બદલી દેશે અથવા તૂટેલા સંબંધને ઠીક કરી દેશે. આ પણ એક પ્રકારનું અનસેફ અટેચમેન્ટ જ છે. તેને એક ઉદાહરણથી સમજીએ- માની લો કે તમારી ઓફિસની ટીમમાં કોઈ એવી વ્યક્તિ છે, જે કોઈ કામ કરતી નથી અને બધો બોજ કોઈ સીધા વ્યક્તિ પર નાખી દે છે અને સીધો વ્યક્તિ ચૂપચાપ કામ કરતો રહે છે. એક સેફ વ્યક્તિ તરત બાઉન્ડ્રી લાઇન ખેંચશે કે, 'તારું કામ હું શા માટે કરું? તારું કામ જાતે કર.' પરંતુ એક અનસેફ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકતી નથી. તમારા ઘરનું વાતાવરણ કેવું હતું? જો આપણા બાળપણમાં ઇમોશનલ ઇનસિક્યોરિટી (ભાવનાત્મક અસુરક્ષા) રહી હોય, તો મોટા થઈને પણ આપણે એવા લોકો તરફ આકર્ષિત થઈએ છીએ, જે ઇમોશનલી એબસન્ટ હોય છે. કારણ કે આપણું સબકોન્શસ માઇન્ડ આ જ વાતાવરણને નોર્મલ સમજવા લાગે છે. શું તમારી સાથે પણ આવું થાય છે, ગ્રાફિકની મદદથી સમજીએ- શું તમારે 'થેરાપી' લેવી જોઈએ? હા, તમારે થેરાપી ચોક્કસ લેવી જોઈએ. તમારી મિત્રની આ સલાહ 100% સાચી છે. પરંતુ થેરાપી એટલા માટે નથી લેવાની કે તમારામાં કોઈ ખામી કે ખરાબી છે અથવા તમને જાણી જોઈને ટોક્સિક લોકો પસંદ છે. થેરાપીની જરૂર એટલા માટે છે કારણ કે, તેનાથી તમને જીવન પ્રત્યે વિસ્તૃત દૃષ્ટિકોણ મળશે. થેરાપી તમને આ બાબતોમાં મદદ કરશે- થેરાપી કેવી રીતે મદદ કરે છે, તે સમજવા માટે ગ્રાફિક જોઈએ- હેલ્ધી અને અનહેલ્ધી રિલેશનશિપમાં શું અંતર છે? લાંબા સમય સુધી ટોક્સિક વાતાવરણમાં રહેવાને કારણે ઘણી વાર આપણું સબકોન્શિયસ માઇન્ડ પીડા અને અસુરક્ષાને જ 'નોર્મલ પ્રેમ' સમજવા લાગે છે. પરંતુ એક સેફ અને અનસેફ સંબંધમાં ઘણો ફરક હોય છે. હેલ્ધી રિલેશનશિપ તમને શાંતિ અને આગળ વધવાનો ઉત્સાહ આપે છે, જ્યારે અનહેલ્ધી સંબંધ તમારી સેલ્ફ-વર્થ અને માનસિક શાંતિ છીનવી લે છે. નીચેના ગ્રાફિકમાં બંને વચ્ચેના મૂળભૂત તફાવતને સમજીએ- હેલ્ધી સંબંધ કેવી રીતે બનાવશો? જો તમે ભવિષ્યમાં એક સુરક્ષિત અને ખુશહાલ સંબંધ ઈચ્છો છો, તો આ 4 પ્રેક્ટિકલ સ્ટેપ્સથી શરૂઆત કરો- 1. સંબંધોમાંથી થોડો બ્રેક લો- હાલ તરત જ કોઈ નવા સંબંધમાં જવાની ઉતાવળ ન કરો. ડરની આ લાગણીને સ્વીકારો. આ સમયનો ઉપયોગ પોતાને સાજા કરવા અને એ સમજવામાં કરો કે તમને સંબંધમાંથી શું જોઈએ છે. 2. પોતાની જાત સાથે સારો સંબંધ કેળવો- જ્યારે તમે પોતાની સાથે એક 'સેફ અટેચમેન્ટ' બનાવી લેશો, પોતાની ખુશીઓ માટે બીજાઓ પર નિર્ભર રહેવાનું બંધ કરી દેશો, ત્યારે તમે એક હેલ્ધી સંબંધ માટે તૈયાર હશો. હવે તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછીને નક્કી કરો કે, આ પેરામીટર્સ પર તમારો પોતાની સાથેનો સંબંધ કેવો છે? 3. 'ના' કહેવાની ટેવ પાડો- શરૂઆતથી જ તમારી પસંદ-નાપસંદ વિશે સ્પષ્ટ રહો. જો કોઈ વ્યક્તિ શરૂઆતમાં જ તમારા કૉલ કે મેસેજને સતત અવગણે છે અથવા ભાવનાત્મક રીતે ઉપલબ્ધ નથી દેખાતો, તો તેને બદલવાનો પ્રયાસ ન કરો, ત્યાં જ અટકી જાઓ. 4. થેરાપી લો- ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ સાથે સેશન કરવાથી તમને તમારા અંતરમનના તે બધા બ્લોકેજ દૂર કરવામાં મદદ મળશે, જે તમને અજાણતા ખોટા લોકો તરફ દોરી જાય છે. અંતિમ વાત વારંવાર ટોક્સિક પાર્ટનર પસંદ કરવો એ તમારી ખામી નથી, પરંતુ સબકોન્શિયસ માઇન્ડની એક જૂની પેટર્ન છે. પોતાને લાચાર બાળક સમજવાને બદલે હવે તમારા જીવનની જવાબદારી લો. હીલિંગ માટે થોડો બ્રેક લો, થેરાપીની મદદથી બાઉન્ડ્રીઝ સેટ કરવાનું શીખો અને પોતાની સાથે એક મજબૂત, સુરક્ષિત સંબંધ બનાવો.
    Click here to Read More
    Previous Article
    મોઢાના ચાંદા હોઈ શકે છે ઓરલ કેન્સરની શરૂઆત!:તમાકુ-ગુટખા નથી ખાતા તો પણ થઈ શકે; જાણો ક્યારે ડોક્ટરને બતાવવું જરૂરી, કોને જોખમ વધુ
    Next Article
    FSSAIની મોનસૂન સેફ્ટી ગાઈટલાઈન્સ:રસોડું, રસોઈ અને સ્વચ્છતાથી લઈને બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટેની જરૂરી ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment