Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનોરી ગામે રહેણાંક‎વિસ્તારમાં ભર દિવસે તસ્કરોનો હાથફેરો‎:મહિલા ઘર બંધ કરી નવસારી મંદિરે દર્શન કરવા આવ્યા અને...

    4 days ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધનોરી ગામે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 71 હજારની મતાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શીલાબેન ભરતભાઈ પટેલ ગત તારીખ 29 જૂનના રોજ પરિવાર સાથે સવારે 9 કલાકે નવસારીમાં આવેલ સ્વામી નારાયણ મંદિર દર્શને ગયા હતા. ત્યાંથી તેઓ સામાજિક મુલાકાત માટે ગયા હતા સાંજે ચાર વાગ્યે ઘરે આવ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના ટેરેસ પર આવેલ ફાઈબરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રહેલ કબાટના લોક તોડી તેમાંથી સોનાની કાનની બુટ્ટી, ચાંદીના સાંકળા, કમરબંધ તેમજ રોકડ રકમ રૂ. 10હજાર સહિત કુલ રૂ. 71 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો અને કબાટના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ગણદેવી પોલીસ મથકે આ અંગે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવસે-દિવસે વધતી જતી આવી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ગણદેવી પોલીસ દ્વારા ડોગસ્કોવર્ડ અને એફએસએલ દ્વારા ઘરની તપાસ થઇ રહી હોવાનું પણ પોલીસ સુત્રોએ માહિતી આપી હતી. તસ્કરો હવે પોલીસની રાત્રિ પેટ્રોલિંગને લઇ બંધ ઘરને નિશાને લઇ રહ્યાં છે. જેમાં જિલ્લામાં છેલ્લા એક માસમાં 3થી વધુ ચોરીની ઘટના બની છે. જો કે પોલીસ દ્વારા એક ચોરીની ઘટનામાં દાહોદની ચડ્ડી બનિયાન ગેંગના 3 આરોપીની અટક પણ કરી હોવાની માહિતી પોલીસ આપી હતી. ચોરીની ઘટનાથી કઈ સાવચેતી રાખવી ઘરને સુરક્ષિત રાખવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ, જેમાં ઘરની બહાર જતી વખતે મુખ્ય દરવાજા અને બારીઓ યોગ્ય રીતે લોક કરવી. કિંમતી દાગીના કે મોટી રોકડ રકમ ઘરમાં રાખવાને બદલે બેંકના લોકરમાં રાખવી, ઘરની આસપાસના સુરક્ષા પોઈન્ટ્સ જેવા કે ટેરેસના દરવાજા પર મજબૂત લોક અથવા એલાર્મ સિસ્ટમ લગાવવી, સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા અને પડોશીઓ સાથે સંપર્કમાં રહી એકબીજાના ઘરની દેખરેખ રાખવી, લાંબા સમય માટે બહાર જતા હોઈએ ત્યારે વિશ્વસનીય વ્યક્તિને જાણ કરવી.
    Click here to Read More
    Previous Article
    નજીકના 80 ગામો માટે પર્યાવરણીય લોક સુનવણી:નવસારીના અષ્ટગામની ફર્ટિલાઇઝર કંપનીના વિસ્તૃતિકરણ સામે નજીકના ગામોમાં વિરોધ શરૂ
    Next Article
    મહાનગરપાલિકાએ 3 દિવસમાં યોગ્ય પુરાવા રજુ કરવા જણાવ્યું‎:નવસારીમાં આડેધડ પાર્કિંગ અને વધારાના શેડ મુદ્દે નોટીશ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment