Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં વિહાનનાં ક્રિકેટ બોલ સાથે અંતિમ સંસ્કાર:મા દીકરાનું ક્રિકેટ બેટ છાતી સરસું રાખીને બેઠી, એક દિવસ પહેલાં સ્કૂલ બસ પર ઝાડ પડવાથી મૃત્યુ થયું હતું

    2 days ago

    મુંબઈમાં સ્કૂલ બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર વિહાન શ્રીવાસ્તવના બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન તેની સાથે ક્રિકેટ બોલ રાખવામાં આવ્યો હતો. વિહાનના પરિવારે જણાવ્યું કે, 'તેને ક્રિકેટ ખૂબ પસંદ હતું અને તેનું સપનું પ્રોફેશનલ ક્રિકેટર બનવાનું હતું, પરંતુ આ અકસ્માતે તેના બધા સપનાનો અંત લાવી દીધો.' સંબંધી અનિલે જણાવ્યું કે તેની માતા જૂહીને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તેમનો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. તે ઘરમાં દીકરાનું ક્રિકેટ બેટ છાતી સરસું રાખીને બેઠી છે. તે વારંવાર કહી રહી છે કે વિહાન હમણાં રમવા જશે. મંગળવારે સ્કૂલેથી પાછા ફરતી વખતે તેની બસ પર 70 વર્ષ જૂનું પીપળાનું ઝાડ પડી ગયું હતું. આ અકસ્માતમાં વિહાન સહિત 11 બાળકો ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન વિહાનનું મૃત્યુ થયું. દુર્ઘટના સંબંધિત 2 તસવીરો… મહારાષ્ટ્રના મંત્રી બોલ્યા- કયું ઝાડ પડશે તે કોઈ જાણતું નથી આ પહેલાં અકસ્માત પર રાજ્યના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે કહ્યું- વૃક્ષ પડવું, વીજળી પડવી કોઈના હાથમાં નથી હોતું. કયું વૃક્ષ પડવાનું છે તે પહેલાંથી ખબર પડતી નથી. વૃક્ષોના ઓડિટના સવાલ પર મંત્રીએ બુધવારે કહ્યું કે ઓડિટ નિયમિતપણે કરવામાં આવે છે. સરકાર વિધાનસભામાં અકસ્માત પર નિવેદન આપશે. નગર નિગમને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે મંત્રીના નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું મંત્રીના નિવેદનને વિપક્ષે અસંવેદનશીલ ગણાવતા સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચોમાસાની તૈયારીઓ અને વૃક્ષોના ઓડિટ પર સવાલો ઉઠાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જાપાનના PM તાકાઇચી ભારત પહોંચ્યા:આવતીકાલે વડાપ્રધાન સાથે બિઝનેસ ફોરમમાં જોડાશે, જેમાં 150 ઉદ્યોગપતિઓ ભાગ લેશે
    Next Article
    અંજાર પાસે નર્મદાની મુખ્ય લાઇન સાથે કાર અથડાઈ:એર વાલ્વ તૂટતાં 40 ફૂટ સુધી ઊંચા ઉડ્યા પાણીના ફુવારા, લાખો લીટર પાણી વેડફાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment