Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો:વૃદ્ધજનો અને દિવ્યાંગજનોની સેવા એ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિક - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    4 दिन पहले

    ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 2569 લાભાર્થીઓને 2.48 કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયા ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો)ના સહયોગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી 2569 લાભાર્થીઓને રૂપિયા 2.48 કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિએટર મોતીબાગ ટાઉન હૉલ ભાવનગર ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, વૃદ્ધજનો અને દિવ્યાંગજનોનું સન્માન કરવું એ ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ છે. સમાજ ત્યારે જ સાચા અર્થમાં પ્રગતિ કરી શકે જ્યારે તે પોતાના વડીલો અને જરૂરિયાતમંદ નાગરિકોની સંવેદનાપૂર્વક સેવા કરે અને તેમની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર બને., વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર વૃદ્ધજનો અને દિવ્યાંગજનોને ગૌરવપૂર્ણ, આત્મનિર્ભર અને સ્વાભિમાનપૂર્ણ જીવન જીવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, નિઃશુલ્ક સહાયક સાધનોના વિતરણ જેવા કાર્યક્રમો સમાજમાં સમાનતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યપાલએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં 'માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ'નો સંદેશ માત્ર ઉપદેશ નથી, પરંતુ જીવન જીવવાની પરંપરા છે. માતા-પિતાએ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું હોય છે, તેથી વૃદ્ધાવસ્થામાં તેમની સેવા અને સંભાળ રાખવી એ દરેક સંતાનની નૈતિક જવાબદારી છે. વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, તેમણે વૃદ્ધજનોને સમાજની અમૂલ્ય મૂડી ગણાવતા કહ્યું કે તેમના અનુભવ, જ્ઞાન અને સંસ્કાર નવી પેઢીને યોગ્ય દિશા આપે છે. વડીલોનું માર્ગદર્શન પરિવાર અને સમાજના સુખાકારીપૂર્ણ વિકાસ માટે અત્યંત જરૂરી છે. રાજ્યપાલએ પ્રધાનમંત્રી દ્વારા 'વિકલાંગ'ના સ્થાને 'દિવ્યાંગજન' શબ્દ પ્રચલિત કરીને તેમના પ્રત્યે સન્માન અને આત્મગૌરવની ભાવના મજબૂત બનાવવાના પ્રયાસની પ્રશંસા કરી હતી, તેમણે સમાજના સક્ષમ અને સંપન્ન વર્ગને માનવસેવા તથા જરૂરિયાતમંદોની સહાય માટે આગળ આવવા અનુરોધ કરતાં જણાવ્યું કે માનવકલ્યાણ માટે કરાયેલું દાન જ જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવે છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના દેશનાં વયોવૃદ્ધ નાગરિકોના જીવનમાં સુવિધા, આત્મનિર્ભરતા તથા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં ભારત સરકારની એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પહેલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરવા માટે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કુલ 8091 વયોવૃદ્ધ લાભાર્થીઓની નિઃશુલ્ક સાધન સહાય માટે પસંદગી કરવામાં આવી છે. લગભગ 7.66 કરોડ રૂપિયાના સહાયક ઉપકરણને સ્વીકૃતિ આપવામાં આવી છે. આજ રોજ ભાવનગરમાં સહાય વિતરણ સંપન્ન કર્યા બાદ આગામી દિવસોમાં જિલ્લાના અન્ય બાકી રહેલા તાલુકાઓમાં પણ તબક્કાવાર શિબિરોનું આયોજન કરી વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશનાં છેવાડાના લોકો સુધી સરકારની તમામ યોજનાઓ લાભ પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા કેન્દ્રીય રાજ્યમંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો..
    Click here to Read More
    Previous Article
    'ગૌરવને અંદાજો નહોતો કે આકાંક્ષા જાહેરમાં સંબંધોનો ખુલાસો કરશે':અનુજે કહ્યું- 'મારો મિત્ર આજે પણ અંગત જિંદગીની ગરિમા જાળવી રહ્યો છે'
    Next Article
    વાપીમાં પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને સારો પ્રતિસાદ:બે દિવસમાં જ રૂ. 3.82 કરોડનો વેરો જમા, કુલ રૂ. 19.88 કરોડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment