Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને સારો પ્રતિસાદ:બે દિવસમાં જ રૂ. 3.82 કરોડનો વેરો જમા, કુલ રૂ. 19.88 કરોડની વસૂલાત

    5 days ago

    વાપી મહાનગરપાલિકાની વર્ષ 2026-27 માટેની જૂન માસની પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. યોજનાના અંતિમ બે દિવસમાં જ મિલકતધારકોએ રૂ.3.82 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભર્યો હતો. સમગ્ર જૂન મહિનામાં કુલ 48,548 મિલકતધારકોએ રૂ.19.88 કરોડનો વેરો જમા કરાવ્યો હતો અને રૂ.95.41 લાખની રિબેટનો લાભ મેળવ્યો હતો. મહાનગરપાલિકાએ આ વર્ષે પ્રોપર્ટી ટેક્સના દરમાં કોઈ વધારો કર્યો ન હતો. નિયમિત 5 ટકા રિબેટ ઉપરાંત વેબસાઇટ મારફતે ઓનલાઈન ચુકવણી કરનારને વધારાનું 1 ટકા રિબેટ આપવામાં આવ્યું હતું. આને કારણે ગત વર્ષની સરખામણીએ રૂ.3.55 કરોડ વધુ વેરાની વસૂલાત થઈ છે. ઘરવેરા વિભાગે આ માટે વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો હતો અને જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ વસૂલાત ચાલુ રાખી હતી. આંકડા મુજબ, જૂન મહિનામાં ઓનલાઈન માધ્યમથી જ રૂ.9.80 કરોડનો ટેક્સ જમા થયો હતો. ગત વર્ષે 36,030 મિલકતધારકોએ રૂ.16.33 કરોડનો વેરો ભરી રૂ.66.63 લાખનું રિબેટ મેળવ્યું હતું. મૂળ વાપી નગરપાલિકા વિસ્તાર સાથે ભળેલા 11 ગામોના મિલકતધારકોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ વિસ્તારોના 12,987 મિલકતધારકોએ રૂ.4.59 કરોડનો ટેક્સ ભર્યો છે, જ્યારે ગત વર્ષે આ જ વિસ્તારમાંથી રૂ.1.81 કરોડની વસૂલાત થઈ હતી. બલીઠા અને છરવાડા વિસ્તારના કરદાતાઓ ટેક્સ ભરવામાં સૌથી આગળ રહ્યા હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ટેક્સ ચુકવણી પર મળતું વધારાનું 1 ટકા રિબેટ જુલાઈ 2026થી માર્ચ 2027 સુધી ચાલુ રહેશે. બાકી રહેલા મિલકતધારકોને પણ આ સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો:વૃદ્ધજનો અને દિવ્યાંગજનોની સેવા એ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિક - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
    Next Article
    રાજ્યના 3 જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ:ઇન્ટરનેશનલ મેડિકલ કાઉન્સિલમાં ભાગ લેવા પેરિસ જવાનો અને રહેવાનો ખર્ચ ફાર્મા કંપની પાસેથી સ્વીકાર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment