Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવાંટમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું:છોટાઉદેપુર-કવાંટ માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા

    10 घंटे पहले

    કવાંટ તાલુકામાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે કરજવાંટ ગામ નજીક નિર્માણાધીન પુલ પાસેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. આના પરિણામે છોટાઉદેપુર-કવાંટ મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને મુસાફરો અટવાયા હતા. કરજવાંટ ગામ પાસે નાળાની કામગીરી ચાલી રહી હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જોકે, ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના પરિણામે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું અને તેનું ઉપરનું સ્તર ધોવાઈ ગયું. રસ્તો બંધ હોવા છતાં, કેટલાક ખાનગી વાહનચાલકો અને ભારે માલવાહક ટ્રકો જીવના જોખમે પાણીના તેજ પ્રવાહ વચ્ચેથી ડાયવર્ઝન પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનાથી મોટી દુર્ઘટના થવાનો ભય હતો. સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને રસ્તો ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોને રાહત મળી હતી. જોકે, સ્થાનિકોને ભીતિ છે કે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદ પડશે તો આ ડાયવર્ઝન ફરીથી ધોવાઈ જશે અને છોટાઉદેપુરથી કવાંટનો માર્ગ ફરી બંધ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 443 અંક વધીને 76,922 પર બંધ થયો:નિફ્ટી પણ 140 અંક વધ્યો; રિયલ્ટી અને FMCG શેરોમાં સૌથી વધુ ખરીદી રહી
    Next Article
    નેશનલ ડોક્ટર ડેની ઉજવણી, સપ્તાહમાં 8થી 10 બ્લડ ડોનેશન કેમ્પ:ફ્યુચર ડોક્ટર્સ માટે ગાઈડન્સ અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment