Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તળાવો ભરો, કેનાલમાં પાણી છોડો અને લાઈટ બિલ માફ કરો':બનાસકાંઠાના ખેડૂતોની વ્યથા, કહ્યું- 'મોંઘા બિયારણો અને ખાતરો લાવ્યાં પણ વરસાદ છે નઈ, તો ખેતી કેવી રીતે કરવી'

    3 days ago

    જૂન મહિનો પૂરો થયો છતા રાજ્યના અનેક વિસ્તારો હજુ વરસાદ વગર કોરા છે. બનાસકાંઠામાં પણ મેઘરાજ રિસાયા હોય એવો ઘાટ ઘડાયો છે. જિલ્લામાં અલનીનોની અસર વર્તાઈ રહી છે ચોમાસુ બેસી ગયું છતાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. વાવેતર માટે ખેતરો ખેડીને તૈયાર કરી લીધા છે. ખાતરો તેમજ બિયારણો પણ ખરીદી લીધું છે. જોકે, વરસાદ ન થતાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. રાજ્યના છેવાડાનો બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસામાં જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી, ગવાર, બાજરી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોએ પોતાના ખેતરો ખેડીને વાવેતર માટે તૈયાર કરી દીધા છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદ નહીં આવે તો શિયાળુ-ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ આગામી દિવસોમાં જો હજું વધુ વરસાદ ખેંચાશે તો વાવેતર પાછુ ધકેલાશે જેના કારણે શિયાળુ અને ઉનાળુ સિઝન પણ નિષ્ફ્ળ જવાની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેને પગલે ખેડૂતો કુદરત પાસે વરસાદની માગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા કરોડોના ખર્ચે નંખાયેલી પાઇપલાઇન દ્વારા ગામોમાં બનાવેલા તળાવો ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ‘વરસાદ ખેંચાતા પરિસ્થિતિ ખરાબ છે’ આ અંગે ચિત્રાસણી ગામના ખેડૂત સલીમભાઈએ જણાવ્યું કે, વરસાદ ખેંચાતા પરિસ્થિતિ ખરાબ છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવ્યાં છીએ, પણ વરસાદ છે નઈ, તો ખેડૂતને ખેતી કેવી રીતે કરવાની. એક તો ખેતર કૂવાના લાઈટ બિલ ખુબ વધારે આવે છે. લાઈટ બીલ કોઈ માફ કરતું નથી. તેથી સરકાર પાસે માંગ છે કે, લાઈટ બિલ અમારા માફ કરી આપે. ‘ખેડૂતોને આર્થિક રીતે સપોર્ટ કરવા માટે દેવું માફ કરવામાં આવે’ ધાનેરાના ખેડૂત દોલાભાઈએ જણાવ્યું કે તળાવ સૂકા, કેનાલ સૂકી, બોર, કૂવા અને ખેતર પણ સૂકા છે. ઉત્તર ગુજરાતની અંદર 80 ટકા વિસ્તાર એવો છે કે જ્યાં પાણી નથી. વરસાદના આધારે ખેતી થાય છે. બોવ ઓછી જગ્યાએ બોર અને કૂવામાં પાણી છે. જ્યાં અમે વાવેતર કર્યું છે, પણ એ અત્યારે બળી જવાના આરા ઉપર છે. જૂન મહિનો પૂરો થયો પણ હજી વરસાદ નથી થયો. એક બાજુ ખાતર, બિયારણના ખુબ મોંઘા છે. રૂ. 3500ના ભાવે મગફળીના 20 કિલોના કટ્ટાની અમે ખરીદી કરી છે પણ વાવેતર હજું કર્યું નથી. હવે જો અત્યારે વાવીએ, તો એ ઊગવાનું નથી અને ન વાવીએ તો અમે લેટ પડીશું જેથી ઉત્પાદન નથી થવાનું. બંને બાજુ ખેડૂતને માર છે. આ તબક્કે સરકારને વિનંતી કરીએ કે, તળાવ ભરવામાં આવે, કેનાલમાં પાણી છોડવામાં આવે. ખેડૂતોને આર્થિક રીતે સપોર્ટ કરવા માટે દેવું માફ કરવામાં આવે. જેથી ખેડૂત દુષ્કાળમાંથી બહાર નીકળી શકે. પાલનપુરના ખેડૂત નીતિનભાઈએ જણાવ્યું કે, ખેડૂતોએ વાવણીની તૈયારી તો કરીને રાખી છે, પણ વરસાદ આધારિત જે ખેતી કરી રહ્યા છે, એમના માટે અત્યારે ખુબ જોખમ ઉભું થયું છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ છે. ઈકબાલગઢના યુવા ખેડૂત કનુએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ બનવાની સ્થિતિમાં છે. પ્રકૃતિ રૂઠી હોય એવું લાગે છે. મોંઘવારી પણ ખુબ વધી ગઈ છે. સરકાર ખેડૂતોના ખિસ્સા ખાલી કરી રહી છે. સરકારે ખેડૂતોના હિતમાં વિચારી અને નાનામાં નાની સહાય પૂરી પાડવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Kerala says it was not consulted about Rs 13,000 crore Adani-MSC Vizhinjam stake deal
    Next Article
    હિંમતનગરમાં ખેડૂતે નગરપાલિકાના કર્મચારીઓને ભોજન કરાવ્યું:26 વર્ષથી સેવા કરતા કે.કે.પટેલે પ્રેરણાદાયી પહેલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment