Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ પોલના વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા:ખેડૂતોને વધુ વળતર આપવા મંત્રીઓનો મત, અંતિમ નિર્ણય પહેલા ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજાશે

    2 days ago

    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં વીજ પોલ સંબંધિત વળતરનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો. બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ ખેડૂતોને વધુ યોગ્ય અને વધારાનું વળતર આપવાના પક્ષમાં એકમત વ્યક્ત કર્યો હતો. હવે રાજ્ય સરકાર ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીને તેમના સૂચનો અને રજૂઆતો સાંભળશે, ત્યારબાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીની સૂચના બાદ વળતરની રકમ અને તેના અમલીકરણ અંગે સરકાર સત્તાવાર જાહેરાત કરશે, જેને લઈને ખેડૂતોમાં પણ અપેક્ષા વધી છે. સંભવિત અતિવૃષ્ટિના એક્શન પ્લાન અંગે ચર્ચા કેબિનેટ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી, નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસનની સજ્જતા, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારી તેમજ સંભવિત અતિવૃષ્ટિ દરમિયાન અમલમાં મુકાનાર એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવશે. વિવિધ વિભાગોને વધુ સતર્ક રહેવા અને સમયસર પ્રતિસાદ આપવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે તેવી શક્યતા છે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રાદેશિક પરિષદોની સમીક્ષા આ ઉપરાંત રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી વિકાસ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલી પ્રાદેશિક પરિષદોની સમીક્ષા, બજેટ 2026-27માં જાહેર કરાયેલી નવી યોજનાઓના ફાસ્ટ-ટ્રેક અમલીકરણની પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ તેમજ નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણની સ્થિતિ અંગે કેબિનેટમાં વિગતવાર ચર્ચા થશે. ખેડૂતોને રાહત આપતી નવી નીતિની જાહેરાત કરી શકે રાજકીય અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વના ગણાતા વીજ પોલના મુદ્દે પણ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી વીજ પોલના મુદ્દે ખેડૂતો દ્વારા વિવિધ સ્થળોએ આંદોલન ચાલી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને રાહત મળે તેવી નવી નીતિ અથવા મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. તેથી આજની કેબિનેટ બેઠક પર રાજ્યભરના ખેડૂતો સહિત વિવિધ વર્ગોની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    TNEA Counselling Rank List 2026 Live Updates: Merit list out; Akshitha N tops engineering exam
    Next Article
    બાયડની ઇન્દ્રાણ શાળામાં બાળકોને નોટ-પેનનું દાન:નિશાબેન બારીયાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment